________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪] શ્રી. જૈન સત્ય પ્રકાશ
અ [વર્ષ : ૧ છે એમાં શક નથી. એક તે એની ભાષા જ એ સમયની છે અને ખુશાલચંદ શેઠે લખેલી પેલી કેત્રી ૧૯૦૨ની છે એટલે આ કાગળના સમય વિશે કોઈ વિવાદ રહેતા નથી.
ભાષા તદ્દન સાદી ગુજરાતી અને આજની ગુજરાતીની જેવી છે, માત્ર શૈલીમાં , ફરક છે. શબ્દોની શૈલી આ જાતની છે: “સંધને બદલે સિંધ', “વહેલાને બદલે વૈહલા ',
તમેને બદલે તુમે, “ગુણો વડેને બદલે ગુણેકરી” “વિશેષને બદલે વિશેષે', “જોઈ ને બદલે દીઠી', “બનેને બદલે નીપજે', “સંસારથી ને બદલે સંસારથકી ', “હર્ષ ઘણે પામ્યા ને બદલે હર્ષ ઘણું પામ્યા'. આમાં ઘણું એ ક્રિયાવિશેષણ છે. તે વખતે ને બદલે તિવારે',
મહેતા ને બદલે મહેતા', “સમાચાર જાણજોઇ ને બદલે સમાચાર પ્રીછોછ ', “પ્રશ્ન પૂો ને બદલે પ્રશ્ન પૂછ્યું '. પ્રાકૃત ભાષામાં “પ્રશ્ન” શબ્દ નાન્યતર જાતિમાં પણ છે.
છે ને બદલે છે, છે અને છે', “કારખાનું કાઢયું ને બદલે કારખાનું જોડાવ્યું ', “પણ ને બદલે પિણ', “એ ને બદલે એક ', “અમે તો ૪ x x સેવક છીએ 'ને બદલે અમે તે સેવક x x x છું ', “સંસારમાં ને બદલે સંસાર મળે', “ઈચ્છા ને બદલે ઈછા, છા',
એટલાને બદલે એતલા ', “લખી ને બદલે લિખી', “તમારી ને બદલે તુમારી', “આવે ને બદલે આ ', “સાચવે છે ને બદલે સાચવે છે'.
કેટલાક શબ્દો સંસ્કૃતની છાંટના છે અતિ જિન પ્રણમ્ય’, ‘શ્રી સંધચરણાન', ‘જતઅત્ર'.
ઉપર જે ગુજરાતી શબ્દો બતાવ્યા છે તેમાં “અમે છું' એ એક જ પ્રયોગ ચાલુ નાગરિક ગુજરાતીથી તદ્દન જુદો પડે છે, પરંતુ એમ જણાય છે કે ગુજરાતની તળપદી કઈ બેલીઓમાં જરૂર એ પ્રયોગ અત્યારે પણ પ્રચલિત હે જોઈએ. અમને નાગરિક ગુજરાતીને વિશેષ પરિચય છે અને ગામેગામ ફરતા રહીએ છીએ તેથી કરીને પણ નાગરિક ગુજરાતીને. પરિચય સવિશેષ રહેતા હોવા છતાં પણ એવો ખ્યાલ રહ્યો નથી કે આ પ્રયોગ કયા ગામની વા ક્યા જિલ્લાની તળપદી બોલીમાં હજુ પણ ચાલુ છે.
આ કાગળમાં એમ લખવામાં આવેલ છે કે અજિતનાથ ભગવાને તારંગા ઉપર ચોમાસું કર્યું હતું. એ વાત વિશેષ સંશોધન માગે છે. ભગવાન મહાવીર પણ શત્રુંજય ઉપર આવેલા એવી દંતકથા પ્રચલિત છે, પરંતુ ભગવાન મહાવીરના ચરિત્રને લગતા જે જે પ્રાચીન ગ્રંથ અને હેમાચાર્ય વગેરે આચાર્યોએ બનાવેલ તેમનાં જીવનચરિત્ર વર્તમાનમાં મળે છે તેમાં ક્યાંય એવી વાતની ગંધ સરખી પણ જણાતી નથી કે ભગવાન મહાવીર શત્રુંજય ઉપર આવ્યા હોય. વળી એમ પણ દંતકથા ચાલે છે કે, ભગવાન વર્ધમાનપુરમાં આવ્યા હતા. આ વર્ધમાનપુર ખરી રીતે સૌરાષ્ટ્રનું વઢવાણ નથી, પરંતુ બંગાળમાં આવેલું સંસેલ જંકશન પાસેનું બર્દવાન નગર છે. અને એ બદવાનમાં ભગવાન પધારેલા. વર્ધમાન અને બર્દવાન શબ્દો મળતા આવે એવા છે. તે જ રીતે વઢવાણ અને વધમાન શબ્દો પણ મળતા આવે એવા છે એમ સમજીને વિશેષ સંશોધન કર્યા વિના ગમે તે કોઈએ એવી વાત ચલાવી કે ભગવાને વઢવાણમાં આવ્યા હતા અને એમના આગમનની યાદી માટે વઢવાણમાં એક દેરી પણ ઊભી કરવામાં આવી છે. દેરી ભલે કરી, પરંતુ એ દેરીને સંબંધ કઈ રીતે વઢવાણમાં ભગવાન આવ્યાની હકીકત સાથે લેશ પણ નથી એ અભ્યાસી સંશોધ બરાબર સમજી ગયેલા છે. એ જ રીતે તારંગા ઉપર અજિતનાથ ભગવાને ચોમાસું કર્યું હતું, એ વાત પણ એવી જ દંતકથારૂપ છે અને માત્ર તીર્થનો મહિમા વધારવા અતિશયોક્તિરૂપ છે. એ સૌ સંશોધકો સમજી લે.
For Private And Personal Use Only