________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૧ યુદ્ધઘેલા નમિરાજ પિતાના મંત્રીઓ અને સામ સાથે યુદ્ધના બૃહતી જ મંત્રણાએમાં ગૂંથાયેલ છે. અને અત્યારે યુદ્ધ સિવાય બીજી કોઈ વાત ખપતી નથી. માલવપતિની હાર અને મિથિલાપતિની છત એ જ એનું જીવનસત્ર બન્યું છે. જાણે ચારેકોર ટુકતાનું ભયંકર વાતાવરણ જામ્યું છે.
અને એ ભયાનક વાતાવરણમાં, બળબળતા રણમાં નાની સરખી વાદળી જેમ છંટકાવ કરે એવી પિતાની પ્રશાંત મુખમુદ્રાથી શાંતિરસનો છંટકાવ કરતાં સાધ્વી સુત્રતા એ શિબિરમાં પ્રવેશ કરે છે.
નમિરાજ અને મંત્રીઓ તેમજ સામત તો જોઈ જ રહ્યા. એમને થયું, આ શું ? રણભૂમિ ઉપર એક અબળા ! અને તે પણ એક ધર્મગુરુણી! અહીં એમનું શું કામ? ન સમજાય એ એક કેયડો જાણે બધાની સામે આવીને ખડે હતા.
સાવી તે સ્વસ્થપણે ઊભાં છે. એમનાં અંતરમાં કોઈ અશાંતિ નથી, ચહેરા ઉપર કોઈ ગભરાટ નથી. આંખોમાંથી અમી રેલાવતાં એ સૌને નીરખી રહ્યાં છે. - સાધ્વીના અંતરને સાદ જાણે નમિત્તેજના અંતરને સ્પર્શી ગયો. મંત્રીઓ અને સામતે પણું ન સમજાય છતાં શાતા વળે એવી લાગણી અનુભવી રહ્યા.
છતાં કોઈ કાંઈ બોલતું નથી. બધા ચિત્રવત સ્થિર બની ગયા છે. શું કરવું ? એ જાણે કાઈને સમજાતું નથી. પણ સુત્રતા તો અડગ ખડાં જ છે. કર્તવ્યને ઊભાર તાર્યા વગર પાછા નહીં ફરવાનો એમનો નિર્ણય છે. આવા બધા યુદ્ધઘેલા માનવીનો એમને લેશ પણ ડર નથી. એ તે બધાનાં અંતરનાં ઝેરને નીચોવી નાખવા આવ્યાં છે. મદારી ફણીધરથી ડરે એ ન બને!
બે-પાંચ પળ એમ ને એમ વીતી જાય છે. પણ છેવટે યુદ્ધની ઘેલછા ઉપર વિવેકે કાબુ મેળવ્યો હોય એમ નમિરાજ ઊભા થઈ સામે જાય છે; એનાથી હાથ જોડાઈ જાય છે અને એ સાથ્વીની સામે જઈને એમનું સ્વાગત કરે છેઃ “પધારે આર્યા ! પધારો !”
મંત્રીઓ અને સામત પણ હાથ જોડીને ખડા રહે છે.
ધર્મલાભ રાજન ! તમને સૌને ધર્મને લાભ ! તમારું, સૌ માનવીઓનું અને વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાઓ ! ”
આપની કૃપા ! ફરમાવે આર્યા! આપને શું જોઈએ ?”
મારે જે જોઈએ છે, તે મને તમારી પાસેથી જરૂર મળશે, એવા વિશ્વાસથી જ હું અહીં આવી છું. બેલે, નમિરાજ ! મને જે જોઈએ, તે આપવાની તમે ને તે નહીં કહો ને?” સાધ્વીને અવાજ સૌનાં અંતરને જાણે ઢળતો હતો.
નમિરાજ વિચારમાં પડી ગયા. એની વાણી થંભી ગઈ.
સાધ્વીએ ફરી પૂછ્યું: “રાજન ! શું વિચારમાં પડ્યા છો? કહે, એક ભિક્ષુણીની ભિક્ષા તમે પૂરી નહીં કરે ? ”
“કહે તે ખરાં, આર્યા! આપને શાને ખપ છે તે ?” નિમિરાજ જાણે છે કે બેલતા હતા.
For Private And Personal Use Only