________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૨ ]. હું તે ભલે એકલે!
[૨૫૩ [૨]
તમે તો બેય સહેદર સુદર્શનપુર નગરે પણ યુદ્ધના પૂરા સાજ સજી લીધા હતા. માલવપતિ પણ મિથિલાપતિથી જરાય ઓછો ઊતરે એમ ન હતા. શૂરાતનનાં વીરરસપાન તો એણેય ખૂબ કર્યા હતાં. મિથિલાપતિનું સ્વાગત કરવા એ પણ તૈયાર હતો. માલવદેશની ચતુરંગી સેનામાં જાણે યુદ્ધના નાદે પ્રાણસંચાર કરી દીધો હતે.
મિથિલાનું સૈન્ય જેમ જેમ આગળ વધતું હતું તેમ તેમ સાધ્વી સુતાને અજંપ વધતા જતો હતો. કે કાળજૂનાં બંધને આજે એમના ચિત્તની સ્વસ્થતાને હરી લેતાં હતાં. તપ, ત્યાગ અને વૈરાગ્યની સાધના આજે જાણે મનને કાબૂમાં રાખવામાં પાછી પડતી હતી. આજે એમના ચિત્તને શાંતિ ખપતી ન હતી, એમના દેહને આરામ ખપતો ન હતો. જ્યારે હું માલવદેશમાં સુદર્શનપુરના સીમાડે પહોંચી જાઉં એની જ એમને લગની લાગી હતી !
રે ભલાં સાધ્વી ! આ તે વળી ધર્મપ્રવતનનાં કેવાં નવાં આકરાં વ્રત આપે આદય' છે પણ એને જવાબ આપવાની એમને નિરાંત નથી.
સૈન્ય આગળ વધે છે; સાધ્વી આગળ વધે છે. જાણે બન્નેના પ્રવાસની હોડમાં કાઈક ત્રીજાનું ભાગ્ય હોડમાં મુકાયું છે. આગળ... આગળ...આગળ ! પ્રવાસ આગળ ચાલે છે.
આખરે મિરાજ પિતાના સૈન્ય સાથે માલવદેશને સીમાડે પોંચી ગયા. માલવપત્તિ ચંયશ પણ કાબેલ લડવૈયે હતે. મિથિલાપતિની સાથે સીધેસીધા યુદ્ધમાં ઊતરવાને બદલે એણે એના સૈન્યને હંફાવવાને બૃહ ગોઠવ્યો. પિતાના આખા સૈન્યને નગરમાં સમાવી લઈને એમણે કિલાના દરવાજા બંધ કરી દીધા.
મિથિલાના સૈન્ય આખા સુદર્શનપુરને ઘેરે ઘાલ્યો. અને બને સૈન્ય એકબીજા ઉપર સરસાઈ મેળવવા જાણે તૈયાર થઈને ખડાં છે!
બે પહાડો જાણે સામસામે અથડાવાની ઘડીની રાહ જોતા એકબીજાની સામે ખડા હતા. એ ઘડી ક્યારે આવશે એ કાઈ કહી શકે એમ ન હતું. પણ બધાય એ ઘડીની રાહમાં ઊંધ અને આરામ વીસરી ચૂક્યા હતા. પ્રમાદ કર્યો કોઈને પાલવે એમ ન હતા. યોગીના જેવી સતત જાગૃતિ સોના અંતરને આવરી વળી હતી.
સાધ્વી સુત્રતા ચાલ્યાં જાય છે. આગળ આગળ ને આગળ ! પેલાં બે સૈન્યની જેમ એ પણ પિતાની કર્તવ્યઘડીની જ જપમાળા જપી રહ્યાં છે. ત્રણમાંથી કોની ઘડીને કાળદેવતા ઊજળી બનાવે છે, એની જાણે હરીફાઈ જામી છે.
ને એક દિવસ સાધ્વી સુત્રતાના કઠેર પ્રવાસને પણ અંત આવે છે. એ સુદર્શનપુરના સીમાડે આવી પહોંચે છે. આજે એમનું અંતર મોડા ન પડ્યાની નિરાંત અનુભવે છે.
પણ હજીય એમને આરામ ખપતું નથી. એ તે સીધાં પહોંચે છે મિથિલાપતિ નેમિરાજની શિબિરમાં.
For Private And Personal Use Only