________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મ મીમાંસા
[લેખાંક–નવમા ]
લેખક : માસ્તર ખુમચંદ્ર કેશવલાલ, સીરાહી (રાજસ્થાન ) ઉદ્ભ ન-અપવર્તન–સક્રમણ–ઉદીરણા અને નિર્જરાનું સ્વરૂપ તે આત્માને પુરુષાર્થ પ્રેરક છે. શ્રી જૈન દર્શન કાર્યસિદ્ધિમાં પાંચ કારણાને માને છે તેમાં મુખ્યતા પુરુષાર્થની છે. શ્રી મહાવીરદેવે ફરમાવ્યું છે કે ભવિતવ્યતા, સ્વભાવ, નિયતિ, કાલ અને પુરુષાર્થ એ કાર્યસિદ્ધિનાં પાંચ કારણેામાં મુખ્ય પુરુષાર્થ છે. દરેક પોતપોતાનુ કાર્ય કરનારા છે. કાલ, સ્વભાવ કાઈના કર્યો થતા નથી પણ જીવ કરી શકે તે તે ઉદ્યમ છે. માટે શ્રી મહાવીર ભગવા સ્થલે સ્થલે કહ્યું છે કેઃ—
જે જીવ પુરુષાર્થવાળા છે તે જ છેલ્લા પુદ્ગલપરાવર્ત સંસારવાળા સમજવા, કર્મ જબરજસ્ત ચીજ છે, તેના ઉપર કાબૂ મેળવવા તે પુરુષાર્થ વિના શકય નથી. કાઇ સ્થળે કાલ, સ્વભાવ । ભવિતવ્યતાને અંગે વિધાન નથી. વિધાન ફક્ત ઉદ્યમને અંગે છે. કર્મના ક્ષય, ઉપશમ તથા ક્ષયેાપશમ એ ત્રણ સાધ્ય છે. એ ત્રણનુ નામ જ ધર્મ છે. આત્માના ક્ષયાપશમ, ઉપશમ કે ક્ષયભાવે થતા આત્માના ગુણુ તેનુ નામ ધર્મ છે. પારિણામિક કે ઔદિયકનું નામ ધર્મ નથી.
આ ત્રણે ભાવા આત્માનું વીર્ય ફેરવાય ત્યારે બને છે. આત્મામાં અનંત વીર્ય રહેલુ છે પરંતુ ધર્ષણ વિના ઉદ્ઘોત થતા નથી. ધણમાં રહેલો અગ્નિ ઘર્ષણથી પ્રગટે છે. આત્મામાં અનંત શક્તિ—વી હાવા છતાં ક્ષયાપશમનું ઘર્ષણ ન થાય, તે ભાવા સબંધ ન થાય ત્યાં સુધી વીર્ય પાતાનું કામ કરી શકે નહીં.
જે આત્મા પેાતાની જવાબદારી અને જોખમદારી ઉપર મજબૂત રહે, સ્વીકારે, તે જ મેાક્ષને માટે લાયક અની શકે છે. જે આત્મા જવાબદારી, જોખમદારી સુદદ્રપણે સ્વીકારે છે, તે કર્મને પોતાથી વધારે સમર્થ માનતા નથી : કર્મથી વધારે સમર્થ પેાતાને ( આત્માને ) અર્થાત્ પોતાના આત્મીય ) ઉદ્યમને માને છે,
"
શ્રી હિરભદ્રસૂરીશ્વ∞ મહારાજ કહે છે કે, “જે કર્મવાદી છે ( કર્મ આત્માથી વધારે સમર્થ છે એમ માનનારા છે) તેમનેા સંસાર એક પુદ્દગલપરાવર્ત્ત કરતાં વધારે હોય છે અને જેએ પુરુષાર્થવાદી છે તેમના સ'સાર એક પુદ્ગલપરાવત્ત કરતાં પણ ઓછે હાય છે. ’
પુરુષાર્થવાદી કદી પણ “ કર્મ કરે તે ખરુ, ભાગ્યમાં હશે તે બનશે, ભાવિભાવ, જેવા ઉદય, અંતરાય ઉદ્દયમાં હશે તે બનશે. ઉદ્દન, અપવતૅન, સંક્રમણ, ઉદીરણા, નિર્જરા આ બધું ભાવિને આધીન છે વગેરે નિર્માલ્ય વચને ખેાલે જ નિહ. તીર્થ કરો જન્મથી ત્રણ જ્ઞાન સહિત હવાથી તેઓ જાણે છે કે પોતે તદ્ભવે જ મોક્ષગામી છે છતાં કર્મક્ષયના પુરુષાર્થ આદરે છે. ભાવિ મોક્ષપ્રાપ્તિનું છે એમ માની બેસી રહેતા નથી. પુરુષાર્થ વિના સિદ્ધિ નથી. વ્યવહારમાં પણ જુઓ! પ્રયત્ન વિના પ્રાપ્તિ નથી. સમ્યક્ત્વ પામીએ તે વખતે પામતા પહેલાંના સમયે તે મિથ્યાત્વ હાય છે. અનંતાનુબંધી કષાયાને તોડાય ત્યારે તે મિથ્યાત્વ જાય છે અને સમ્યક્ત્વ પમાય છે, કૈવલજ્ઞાન પણ જ્ઞાનાવરણીયાદિ ધાતી કર્માંને તાડીને ( ક્ષય કરીને ) મેળવાય છે. મેક્ષ મેળવવા માટે પણ અવશેષ કર્મોનો ક્ષય કરવા પડે છે. પ્રયત્ન વિના કદી પ્રગતિ નથી. જૈનશાસ્ત્રનું એ જ વિધાન છે. વને પોતાના નિબિડ દુષ્કર્મથી
For Private And Personal Use Only