________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૧ ભગવાનની છમસ્થાવસ્થામાં ચંદ્ર અને સૂર્ય બન્ને પિતાના વિમાન સાથે આવ્યા અને દર્શન કર્યા, એ પણ એક આશ્ચર્ય ઘટના બની છે. આ ઘટના કે શાંબીમાં બની હતી, આવશ્યક નિયુક્તિ ગા. ૧૧૬.”
અહીં જે છઠ્ઠમસ્થાવસ્થાને ઉલ્લેખ છે તે બ્રાંત છે, કેમકે હરિભદ્રસૂરિએ તેમજ અભયદેવસૂરિએ પણ સમવસરણની ભૂમિમાં આ ઘટના બન્યાનું કહ્યું છે અને સમવસરણની રચના તો તીર્થકર સર્વજ્ઞ બન્યા બાદ જ થાય છે. મને એમ લાગે છે કે મહાવીરસ્વામીની છદ્મસ્થાવસ્થામાં પણ ચન્દ્ર અને સૂર્યનું “કોસાંબી માં જે આગમન થયું હતુંએમના અગિયારમાં ચાતુર્માસમાં જે ઘટના એમના ૨૩માં ચાતુર્માસ બાદ એટલે કે કેવલિ-જીવનના ૧૧મા વર્ષમાં વિક્રમ સંવતથી ૪૮૯–૪૮૮ વર્ષ પૂર્વે બનેલી ઘટના સાથે કેટલીક બાબતમાં સમાનતા ધરાવતી હોવાથી આ ભૂલ થઈ હશે.
શ્રી. ગોપાલદાસ પટેલે શ્રી મહાવીર કથા (પૃ. ૩૬૦)માં આ ઘટનાને કેવલિજીવન દરમ્યાનની જ ઘટના તરીકે ઓળખાવી છે, અને એ જ સાચી બીના છે.
ચંદ્ર અને સૂર્ય કેઈક વેળા કોઈ કારણસર આ પૃથ્વી ઉપર ઉત્તરર વૈક્રિય વિમાન દ્વારા આવે એમાં એ દેવો–ઈન્દ્રો હેવાથી આશ્ચર્ય જેવું નથી. પરંતુ એઓ આકાશમાં ફરતા દેખાતાં એવાં અને શાશ્વત ગણાતા એવાં વિમાનોને મૂળ વિમાનનો એ માટે ઉપયોગ કરે એ નવાઈ જેવી વાત છે.
દિવસને છેલ્લા પહોરે આ બે વિમાન કૌશાંબીમાં નીચે આવતાં એનાથી દૂરના પ્રદેશમાં અચાનક અંધકાર છવાઈ રહ્યો હશે. આ કઈ બનાવ આજથી લગભગ ૨૫૦૦ વર્ષ ઉપર બન્યાની વાત કઈ ખગોળશાસ્ત્રીએ વિચારી છે ખરી ? કોઈ પ્રાચીન કે આધુનિક ખગોળશાસ્ત્રમાં આ જાતને –આવા અનુમાન કરાવે તેવો નિર્દેશ છે?
[ચાલુ) [ અનુસંધાન પૃષ્ઠ : ૪૪ થી ચાલુ ]. કે પશમ, ક્ષય કે ઉપશમ ભવિતવ્યતાને આધીન નથી. કર્મનું બંધાવું તથા ઉદય તે કદાચ ભવિતવ્યતાને આધીન થઈ જાય પણ દર્શન, જ્ઞાન અને ચારિત્રએ રત્નત્રયીની આરાધના, સંવ-નિર્જરાનું પિષણ, આશ્રવ-બંધનું શેષણ-આ તમામની ભવિતવ્યતા કરવાની નથી. ત્યાં તે આત્માએ પોતે પ્રયત્ન આદરવો પડશે. પ્રથમ કહેવાઈ ગયું છે કે ભવિતવ્યતાનું જોર યથાપ્રવૃત્તિકરણ સુધી છે, અપૂર્વકરણમાં તે આત્માને પુરુષાર્થ છે. દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમણ, ક્ષપકશ્રેણી વાવ મોક્ષગમન સર્વત્ર આત્માને પુરુષાર્થ પ્રવર્તમાન છે. જે એકલી ભવિતવ્યતા ભાગ્યવિધાતા હેત તે તે. મેક્ષ સુધી યથાપ્રવૃત્તિકરણ હેત પણ તેમ નથી. ગ્રંથિભેદ પછી આત્માને વીયૅલ્લાસ જોઈએ માટે આત્મકલ્યાણના સાધન તરીકે જે ભવિતવ્યતાને ધ્યાને અને તેથી ઉદ્યમને દબાવી દે તે તે મિશ્ચાતી જ છે. (ચાલુ)
૧. આના પૃ. ૨૦૦ ઉપરના ટિપ્પણમાં દશ આશ્ચર્યો પછી મહાવીર સ્વામીના જીવનને લગતાં પાંચ આશ્ચર્યો વિષે સંક્ષિપ્ત નોંધ છે.
૨. જુઓ પવયણસા સુદ્ધારની સિદ્ધસેની વૃત્તિ (પત્ર ૨૫૬ )
For Private And Personal Use Only