SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૨] દશ આશ્ચર્યો [૪૧ કોઈએ વિરતિ (દીક્ષા અંગીકાર ન કરી. આવું પહેલાના કોઈ તીર્થકરને અંગે બન્યું ન ન હતું. એથી આ આશ્ચર્ય ગણાય છે. અહીં એ ઉમેરીશ કે આયાર (સુય ૨, અ. ૧૫, સુત્ત ૪૦૨; પત્ર ૩૯૨ આ) પ્રમાણે તે કેવળ દેવ જ પ્રથમ દેશના વખતે હાજર હતા એટલે એ દેવ અવિરત હાઈ કોઈની દીક્ષા થઈ નહિ. આ પ્રમાણેની હકીકત આયામાં હોવા છતાં ર અભયદેવસૂરિએ આ દેશના વેળા મનુષ્ય પણ હતા એમ જે કહ્યું છે તે એમની સામે કોઈ અન્ય પરંપરા હશે એમ સૂચવે છે. દિગંબરના મતે મહાવીરસ્વામીએ સર્વજ્ઞ થતાંવેંત દેશના આપી નથી. પરંતુ ૬૬ દિવસ બાદ જ તેમ કર્યું છે અને એ દેશના તે નિષ્ફળ-ખાલી ગઈ નથી. વેતાંબરની પેઠે દિગંબરે પણ એમ માનતા હોય કે તીર્થકર સર્વજ્ઞ બને કે તરત જ એમણે દેશના આપવી જોઈએ તે ઉપર્યુક્ત દિગંબરીય માન્યતા વિચારતાં એમને માટે પણ અભવ્ય પરિષ જેવી ઘટના મહાવીરસ્વામીની દિવ્યધ્વનિ સમજી-સમાવી શકે એવી વ્યક્તિ મળતાં જે ૬૬ દિવસો નીકળી ગયા એ ઘટના આશ્ચર્યરૂપ ગણાય અને એ હિસાબે અત્યાર સુધી મેં જે ચાર આશ્ચર્યો ગણાવ્યાં છે તેમાંનું અંતિમ આશ્ચર્ય તે કંઈક રૂપાંતરથી દિગંબરેને પણ માન્ય છે એમ કહેવાય. (૫) કબગનું અપરકકામાં ગમન—આને અંગે અભયદેવસૂરિએ પત્ર પર૪ અ.માં નીચે મુજબનું વક્તવ્ય રજૂ કર્યું છે – કૃષ્ણ એટલે નવમાં વાસુદેવ “અવ(૫)કંકા ” એ રાજધાનીનું નામ છે. એમ સાંભળવામાં આવ્યું છે કે પાંડવોની પત્ની દ્રૌપદીનું અપહરણ, દેવની મદદથી, “ઘાતકી' ખંડમાંના “ભરત ' ક્ષેત્રની “અપરકંકારાજધાનીના નિવાસી પદ્યરાજે કર્યું. “દ્વારકામાં રહેનારા કૃષ્ણ વાસુદેવ નારદની પાસેથી આ વૃત્તાંત જાણે અને એમણે “લવણ” સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવની આરાધના કરી. પછી એમણે પાંચે પાંડવોની સાથે બે લાખ જિન જેવડાં સમુદ્રને વટાવીને પદ્મરાજને યુદ્ધમાં છતી દ્રૌપદીને પાછી મેળવી. તે વેળા ત્યાં કપિલ વાસુદેવે (એ ક્ષેત્રમાંના) મુનિસુવ્રત તીર્થંકર પાસેથી કૃષ્ણ વાસુદેવના આગમનના સમાચાર જાણ્યા અને એ વાસુદેવ કૃષ્ણના માનપૂર્વક દર્શન કરવા આવ્યા. એ વખતે કૃષ્ણ સમુદ્રનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. તેથી કપિલે “પાંચજન્ય” શંખ ફૂક્યો. કૃષ્ણ પણ તેમ જ કર્યું. એથી શંખનાં પરપર શબદ (અવાજ) સંભળાયા. '. અહીં એ ઉમેરીશ કે આ ઘટના નાયાધમ્મકહા (સુય. 1, અ. ૧૬, સુત્ત ૧૨૪) માં વર્ણવાઈ છે. વાસુદેવ કૃષ્ણનું ઈતર ખંડમાં ગમન એ આશ્ચર્યનો વિષય છે. (૬) ચન્દ્ર અને સૂર્યનું અવતરણ–આ સંબંધમાં પત્ર પર૪ અ.માં અભયદેવસૂરિએ કહ્યું છે કે ભગવાન મહાવીરને વંદન કરવા માટે, આકાશમાંથી ચન્દ્ર અને સૂર્ય એમના શાશ્વત વિમાન સહિત, સમવસરણની ભૂમિમાં ઊતરી આવ્યા એ આશ્ચર્ય છે. આ ઘટનાને અંગે સ્થાનાંગ-સમવાયાંગના ટિપ્પણમાં પૃ. ૮૫માં નીચે મુજબ ઉલ્લેખ છે – ૧. જુઓ આવસ્મયની નિજસ્તુતિ (ગા. પ૩૯)ની હારિભદ્રીય ટીકા (પત્ર રર૯ અ) ૨. સિધસેનસૂરિએ પણ આમ કહ્યું છે. જુઓ પત્ર ૨૫૭ આ For Private And Personal Use Only
SR No.521727
Book TitleJain_Satyaprakash 1955 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy