SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૨] દશ આશ્ચર્યો [૩૯ પસણુંકપની કેટલીક ટીકાઓમાં આ બે પદ્ય અપાયાં છે અને એનું વિવેચન પણ કરાયું છે. દા. ત. વિનયવિજયગણિએ વિ. સં. ૧૬૯૬ માં રચેલી સુબાધિકા (પત્ર ૨૩ આ–૨૬ અ.; દે. લા. જે. પુ. સંસ્થા તરફથી ઈ. સ. ૧૯૨૩માં પ્રકાશિત આવૃત્તિ.). આ પ્રમાણેનાં વિવિધ સાધનમાં હારિભદ્રીય ટીકા સોથી પ્રાચીન છે, એટલે એમાં દર્શાવાયેલી બાબતે હું સૌથી પ્રથમ રજૂ કરું છું— (૧) અંતિમ તીર્થંકર (મહાવીરસ્વામી)ના ઉપસર્ગો, (૨) એમનું જ (ગર્ભ– ) સંક્રમણ (૩) મલ્લિનાથના તીર્થરૂપ સ્ત્રીતીર્થ, (૪) મહાવીરસ્વામીની અભવ્ય૫ર્ષદા, (૫) કૃષ્ણનું અપરકંકામાં ગમન, (૬) મહાવીરસ્વામીના સમવસરણમાં (મૂળ) વિમાન સહિત ચંદ્ર અને સૂર્યનું અવતરણ, (૭) યુગલના અપહરણ દ્વારા “હરિવંશ કુળની ઉત્પત્તિ, (૮) “ સૌધર્મ” માં ગમનરૂપ ચમરનો ઉત્પાત, (૯) એક સમયમાં ૧૦૮ નું મોક્ષગમન, અને (૧૦) ધિગ્વણું વગેરે અસંયત જનની પૂજા. આ દશે ભાવ અનંતકાળે બને છે. આ પૂર્વે આ ટીકામાં નીચે મુજબની મતલબને ઉલ્લેખ છે – અહીં મરદેવીના ચરિતનો ઉલ્લેખ નથી, પણ તે સમજી લેવાને છે; કેમકે ઉપર્યુક્ત દશ આશ્ચર્યો તો ઉપલક્ષણરૂપ છે. સમે નિગોદમાંથી નીકળી વનસ્પતિકાયમાં ઉત્પન્ન થઈ અને ત્યાંથી મનુષ્ય થઈ મરુદેવી મેક્ષે ગયાં એ પણ એક આશ્ચર્ય છે, કેમકે આવી ઘટના નિરંતર બનતી નથી, પણ અનંતકાળે બને છે અને મેં (હરિભદ્રસૂરિએ) એને (ગા. ૯૨૫માં) આશ્ચર્યરૂપ કહી જ છે. મરુદેવી વનસ્પતિકાયમાંથી નીકળી અન્ય ત્રસકાય તરીકે ન ઉત્પન્ન થતાં—વિવિધ ભ ન કરતાં, મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ મેણે ગયાં એ વાત શાસ્ત્રમાં કહેલી છે. - દશ આશ્ચર્યો ઉપર પ્રકાશ પાડનારું અને ઉપર્યુક્ત હારિભદ્રીય ટીકા પછીનું મહત્ત્વનું સાધન અભયદેવસૂરિત ઠાણની ટીકા છે એટલે એના પ્રસ્તુત ભાગને ગુજરાતી છાયાનુવાદ હું આવું છું – “આશ્ચર્ય” શબ્દની સિદ્ધિ-“વિમળતશ્ચર્ય-શ્રવણ થાયaffણા Eહુ જ સરસ વાર વિવાતિ ” આમ અહીં “આશ્ચર્ય” એટલે વિસ્મયપૂર્વક જે જાણી શકાય તે એમ કહ્યું છે. . (૧) ઉપસર્ગ–પ્રાણીને જે ધર્મ વગેરેમાં ચલિત કરે-ક્ષોભ પમાડે તે “ઉપસર્ગ' કહેવાય છે. આ ઉપસર્ગ દેવ, તિય ચે તેમ જ મનુષ્ય તરફથી કરાય છે. આવા ત્રિવિધ ઉપસર્ગો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને એમના છદ્મસ્થ-કાળમાં તેમજ કેવલિ–કાળમાં થયા. આવું ખરેખર પહેલાં બન્યું ન હતું, કેમકે તીર્થકરો તે અનુપમ પુણ્યના સંભારવાળા હોવાથી એમને ઉપસર્ગ થાય નહિ. એઓ તે સર્વ મનુષ્ય, દે એને તિર્યને હાથે સન્માન પામે. તેમ છતાં આવી વિસ્મયકારી-અદ્દભુત ઘટના મહાવીરસ્વામીને અંગે બની એથી એની દશ આશ્ચર્યમાં ગણના કરાઈ છે. ૧. બ્રાહ્મણ. પાઇયમાં “ધિજજાઈ' શબ્દ છે. એનાં ‘ દિજાતિ” અને “ધિરજાતિ” એમ બે સંસ્કૃત રૂપાંતર પાઈ મહેણુવ (પૃ. ૧૦૨)માં અપાય છે. એવી રીતે આ કેસમાં ધિજજાઇય” અને ધિજજાઈચ” માટે પણ બબ્બે રૂપાંતરે– દ્વિજાતિ” અને “ધિજાતીય ” અપાયાં છે. For Private And Personal Use Only
SR No.521727
Book TitleJain_Satyaprakash 1955 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy