SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશ આશ્ચર્યો લેખક: પ્રિ. શ્રીયુત હીરાલાલ ૨. કાપડિયા, એમ. એ. આ દુનિયા અજાયબીઓને ભંડાર છે. સામાન્ય મનુષ્યને જેની કલ્પના પણ ન આવી શકે એવા બનાવો કેટલીક વાર બને છે. એને “આશ્ચર્ય ' તરીકે ઓળખાવાય છે. આશ્ચર્ય' માટે પાઈયમાં અરગ’ શબ્દ વપરાય છે. આપણું આ દેશમાં આ ચાલુ હુંડા” અવસર્પિણ કાળમાં દશ આશ્ચર્યો ઉદ્દભવ્યાં છે એમ ઠાણ નામના જૈન આગમમાં ત્રીજા અંગમાં એના દશમા ઠાણ (સ્થાનિક)માં સુત્ત ૭૭૭ માં ઉલ્લેખ છે. આ સુત્ત નીચે મુજબ છે – સ અજીરા પત્તા, તે નહીંउवसग्ग १ गम्भहरणं २ इत्थीतित्थं ३ अभाविया परिसा ४ । कण्हस्स अवरकंका ५ उत्तरणं चंदसूराणं ६ ॥१॥ हरिवंसकुलुप्पत्ती ७ चमरुप्पातो ८ त अट्ठसयसिद्धा ९। अस्संजतेसु पूआ १० दस वि अणंतेण कालेण ॥२॥" જે ઘટના, ભાગ્યે જ બને–સામાન્ય પરિસ્થિતિમાં ન જ બને તે “ વિરલ' ગણાય અને એવી ઘટના ઘણું લાંબા સમયે કવચિત બનતી હોવાથી એ અનંતકાળ બની એ સ્થૂલ ઉલ્લેખ થઈ શકે. ઉપર્યુક્ત આગમ ઉપર નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિની વિ. સં. ૧૧૨ માં રચાયેલ ટીકા છે અને એ પ્રકાશિત પણ છે; પરંતુ આ પૂર્વે આ આગમને અંગે કોઈ વિવરણ રચાયું હોય તો પણ તે હજી સુધી તે મળી આવ્યું નથી. ઉપર્યુક્ત બે પદ્યો સમભાવવાળી ' હરિભદ્રસૂરિએ પંચવઘુગમાં ૯૨ ૬ મી અને ૯૨૭મી ગાથારૂપે રજૂ કર્યા છે અને એના ઉપરની શિષ્યહિતા નામની પજ્ઞ ટીકા (પત્ર ૧૪૧ આ)માં સંક્ષિપ્ત સ્પષ્ટીકરણ કર્યું છે. નેમિચન્દ્રસૂરિએ પવયણસારદ્વાર (દાર ૧૩૮)માં આ બે પદ્ય ૮૮૫ મી અને ૮૮૬ મી ગાથારૂપે રજૂ કર્યા છે. આ ગ્રંથ ઉપર સિદ્ધસેનસૂરિએ વિ. સં. ૧૨૪૮ માં વૃત્તિ રચી છે. એના પત્ર ૨૫૬ આ.—૨૬૧ અ. માં આ બે ગાથા ઉપર વિસ્તારથી વિવેચન છે. એ અભયદેવસૂરિની ટીકાગત લખાણ સાથે સરખાવતાં શબ્દ-સામ્ય અમુક અંશે જોવાય છે અને એ ઉપરથી આ લખાણને સિદ્ધસેનસૂરિએ ઉપયોગ કર્યો હોય એમ લાગે છે. ' ધર્મઘોષસૂરિના શિષ્ય અને વિક્રમની ચૌદમી સદીમાં થઈ ગયેલા પ્રદ્યુમ્નસૂરિએ રચેલા 'વિયારસારપયરણમાં આ બે પદ્યો ૪૬૪મી અને ૪૬૫મી ગાથારૂપે જોવાય છે. ૧. કેટલાક બાર અજાયબી ગણાવે છે, પણ બારસો કરતાં વધારે ઉલ્લેખ થઈ શકે તેમ છે. જુઓ “ સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય” તરફથી પ્રકાશિત વિશ્વની વિચિત્રતાઓ. આના સંગ્રાહક શ્રી છોટાલાલ માનસિંગ કામદાર છે. For Private And Personal Use Only
SR No.521727
Book TitleJain_Satyaprakash 1955 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy