________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંકઃ ૧] જૈન શાસનમાં શ્રી ભાગવતી ..... મુહપત્તિ અને બીજાં પરિમિત વસ્ત્ર પાત્ર, (તે પણ કાષ્ટનાં) સ્વીકારવાનાં હોય છે. ગૃહસ્થને ત્યાં પિતાના કુટુંબને માટે જ થયેલી રસોઈમાંથી થોડી થોડી શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે, એ માટે તેમના ઉપર કશેયે બલાત્કાર હોતો નથી, સ્વેચ્છાથી આપે તે લેવાનું હેય છે. મધ, માંસ, માખણ, મદિરા, કંદમૂળ વગેરે અભા , અપેયને તે સદંતર ત્યાગ જ કરવાનો હોય છે. દહીં-દૂધ, ઘી-તેલ, મિષ્ટાન્ન આદિ ભક્ષ્ય પદાર્થોના રસાસ્વાદને પણ ત્યાગ કરવાનો હોય છે. છ}, અટ્ટમ, ઉપવાસ, આયંબિલ, એકાસણા આદિ તપશ્ચર્યા નિરંતર કરવાની હોય છે. ઉગ્ર કે અસભ્ય ભાષણ કરતું નથી, શાસ્ત્રોને અભ્યાસ કરવાનો હોય છે. બોલ, વૃદ્ધ, ગલાન, માંદા આદિ સૌની સેવા કરવાની હોય છે, ગુર્નાદિકાની આજ્ઞામાં રહેવાનું હોય છે. મંત્ર-તંત્ર, દોરા-ધાગા, કામણ-ટુમણ, ભાવ-તાલ આદિ કશા જ અવળા ચાળા કરી શકાતા નથી. ફક્ત તત્ત્વચિંતવન અને શુદ્ધ ધર્મની જ વાત કરવાની હોય છે, પરીષહ-ઉપસર્ગ સમભાવે સહન કરવાના હોય છે. રાજા–પ્રજા, રાજ્ય-રાષ્ટ્ર, વિશ્વ, પ્રાણી માત્રનું ભલું ચાહવાનું હોય છે. કોઈની હાંસી, ઠઠ્ઠા-મશ્કરી કે નિંદા વગેરે વાત- વિકથા કરાતી નથી. નિદ્રા, પ્રમાદ વધારે ન થઈ જાય તેની સતત સાવધાની રાખવાની હોય છે. ઉભય ટંક પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય, ચિત્યાદિચંદન, પ્રત્યાખ્યાન તથા સન્મ બારીક
ખલનાનું પણ પ્રાયશ્ચિત્ત, ક્ષમા, દયા આદિ સદ્ગણોનું પરિવર્ધન હંમેશ ઉપયોગપૂર્વક કરવાનું હોય છે, આમાં કોઈને લાલચ થાય કે કોઈના ઉપર શિરોરી થાય એવી કોઈ જ સંયોગો નથી, એ દીવા જેવું દેખાઈ આવશે.
ભાત્પાદનને ઉપકાર આવા દીક્ષિત થયેલા મહાત્માએ પોતાના ઉચ્ચ જ્ઞાનથી અને ઉચ્ચ ચારિત્રથી લેકને ધર્મનું સાચું જ્ઞાન આપે છે. અંધકારમાંથી પ્રકાશમાં દોરે છે. તેઓમાં નીતિમય જીવનના ઉચ્ચ સંસ્કારે રેડે છે. તેઓને પાપકર્મો કે ખરાબ કામ કરતાં વારે છે. સંસારના ત્રિવિધ તાપથી પિડાયેલાઓના તેઓ આધ્યાત્મિક વિસામા બને છે. પ્રજાના નૈતિક ઉત્થાન કાર્યમાં આવા સાધુ પુરુષને સદુપદેશ ઘણો મદદગાર બને છે. સાધુવનથી નિપજતા આ ભાવઉત્પાદનનું મૂલ્ય ભૌતિક ઉત્પાદન કરતાં કઈગણું અધિક છે, એ નિર્વિવાદ છે.
કુલાચારથી સુલભ સંસ્કાર જૈન દીક્ષામાં નાના કે મોટા કોઈને પણ બદઈરાદાથી કિવા તેમનું જીવન ખરાબ થાય તે માટે દીક્ષાઓ અપાતી નથી. જેન કુલેમાં જન્મેલાં નાનાં બચ્ચાઓને પણ આ દીક્ષાની કલ્યાણકારિતાની તેમ જ તેમાં પાળવાની ત્યાગકરણની જન્મસિદ્ધ સમજદારી હોય જ છે. જેને ગૃહસ્થ જીવનમાં, પણ નાની ઉંમરથી લગભગ ઘેરે ઘેર સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, ઉપવાસાદિક તપશ્ચયો, શાસ્ત્રવણ–અભ્યાસ, સાધુ-સસંગ, શ્રમણ-સેવા-ભક્તિ, રાત્રિભોજન કંદમૂલાદિ અભક્ષ્ય ત્યાગ, વ્યસનબંધી, અહિંસાદિક ત્રેત-નિયમ, બ્રહ્મચર્ય પાલન, વિવિધ અભિગ્રહ, પચ્ચખાણ, ઉપધાન વગેરે ધાર્મિક દૃષ્ટિના આચારવિચાર નિરંતર એવા સેવાતા હોય છે અને એ દ્વારે સાધુજીવનની તાલીમ તેઓને સ્વાભાવિક મળી જાય છે. આથી બીજાઓની માફક તેઓને સાધુજીવનની કઠેર ચર્ચા કરરૂપે ભાસતી નથી અને જેઓને પૂર્વ જન્મના કોઈક સારા સંસ્કાર જાગે છે, તેને જ સાધુજીવનની દીક્ષા અંગીકાર કરવાના કેડ જાગે છે, બીજાઓને તે થતા પણ નથી. આવી દીક્ષાઓ કેવી ધામધૂમથી પ્રભાવના પૂર્ણ લેવાય છે, તે તે આજકાલનો ઈતિહાસ પણ પ્રગટ રીતે કહી આપે છે. સંસારના વાયરા ખાઈને આવે
For Private And Personal Use Only