SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮) શ્રી. જેન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૦ લાઓ કરતાં તેનાથી અલિપ્ત રહેલા નાની ઉંમરનાઓની દીક્ષા વધારે સારી સફળ નીવડે છે, એની કોઈથી ના પડાય તેમ નથી. આ જ કારણથી જેને શાસ્ત્રકારોએ જૈન શાસનની હયાતી ટકાવી રાખવા માટે બાલદીક્ષા ઉપર ખૂબ ભાર મુક્યો છે. જે જે યુગપ્રધાન અને મહાસમર્થ પ્રભાવક આચાર્યા દ મુનિવરે ભૂતકાળમાં થઈ ગયા છે, તેમાનો માટે ભાગ બાલદીક્ષિતનો છે, તેની પણ આજે ઈતિહાસ સાક્ષી પૂરે છે, આવી અગત્યની દીક્ષાઓને કાયદાની એક કલમે ફુધવી તે જૈન શાસનની પ્રગતિને રુંધવા બરાબર છે એ કદી ભૂલવું ન જોઈએ. અને એમાં હિંસા, જૂ, ચોરી, વ્યભિચાર વગેરે જેવાં અનિષ્ટ તો છે પણ ક્યાં કે જેથી એ રુંધવા લાયક મનાય ? આ ભવ્ય આદર્શ જીવનની બાલલગ્ન વગેરે સાથે સરખામણી કરવી તે પણ તદન સમજવિહોણી વાત છે. હા, એ સાચું છે કે આ દીક્ષાની પ્રતિજ્ઞા જીવન પર્યત પાળવાની હોય છે. સમયના વહેવા સાથે કોઈક ને પાળી શકે તે એથી એનું જીવનધારણું બગડી જતું નથી. તે સંસારમાં પાછો જાય છે, ત્યાં એની લાયકાત મુજબ સામાજિક દરજજો પણ પ્રાપ્ત કરી લે છે. એવા કોઈ દાખલા ભૂતકાળના અને હાલના પણ પ્રત્યક્ષ જોઈ શકાય છે. આયુષ્ય જ્યારે ચંચલ છે અને આજ સગીર કાલે પુખ્ત ઉંમરનો જ્ઞાન થતાં સુધી જીવશે કે નહિ એની ખાતરી નથી ત્યારે ખાસ કરીને મનુષ્યને પોતાના આત્માનો ઉકર્ષ સાધવા માટેની આ શાસ્ત્રજ્ઞા સિદ્ધસાધના કઈ પણ યોગ્ય ઉંમરમાં અંગીકાર કરવાનો પવિત્ર હક્ક અબાધિત જ રહેવા જોઈએ. આત્મસુધારણાને મહાપંથ એ યાદ રાખવું જોઈએ કે જેને દીક્ષાની પ્રતિષ્ઠા સંસારમાં આત્માને મોક્ષ સાધવા માટે છે. સંસારના ભેગો વગેરેના રાગ વગેરેથી આત્માને સંસારવર્ધક કર્મો બંધાય છે. તે તેનો ત્યાગ વિના અટકી શકતાં નથી અને તપશ્ચર્યા વિના દૂર થઈ શકતાં નથી. આ કાંઈ એક જન્મમાં બની જતું નથી, મેહમાયાના અનાદિ સંસ્કારે જડમૂળથી ઉખેડવા માટે કઈ ભવોના અભ્યાસની આવશ્યકતા હોય છે. બાળક જેમ ચાલતાં પડે તે પણ એના ચાલવાને કે ચઢવાનો અભ્યાસ છોડાવી શકાય નહીં, તેમ વ્યક્તિગત કઈક ખલનાઓ કેઈકમાં આવી જાય તે પણ તેથી આત્મસુધારણાનો આ મહાપંથ અને તે પથે વારંવાર ચાલવા ચઢવાને અભ્યાસ જરાયે ભૂલો પાડી શકાય નહીં કે ડામી શકાય નહીં. ચિદાનન્દમય શાશ્વત મુકિતમહાલયમાં પ્રવેશ કરવા માટે મુમુક્ષુને જે અપ્રમત્ત યોગથી સંપકભાવે ગુણશ્રેણીના ઉચ્ચઉચ્ચતર પગથિયાં ચઢવાનાં છે તે સંસારના સંગમાં રહીને બિલકુલ આરહી શકાતાં નથી. એ માટે તે સમ્યક્ત્વ આદિ ગુણેની સપાટી ઉપર આવીને આ દીક્ષાના પ્રથમ પગથિયે ચડવું પડે છે. તેને અભ્યાસ ખૂબ આત્મસાત કરી શકનારે ઉપરનાં પગથિયાં આરહી કૈવલજ્ઞાનને પ્રકાશ લાધી મુક્તિપદ મેળવી શકે છે. જેઓ અન્યલિંગમાં અન્ય સંયોગમાં પણ મુક્તિને વય છે, તેઓને પણ પૂર્વ જન્મમાં આ દીક્ષાઓ સ્વીકારીને પાડેલા ઉત્તરોત્તર સુંદર અભ્યાસને જ ઉપકાર થયેલું હોય છે. જય હે એ દીક્ષા દેવી. જેમને “બાળ -શાનરાત્રિા નક્ષનr” – જૈન શાસનના આ સૂત્રમાં શ્રદ્ધા છે તેઓ ભાગવતી દીક્ષાને વંદન કર્યા વિના રહેશે નહીં, તેમ જ પિતાને માટે બચપણથી આ દીક્ષાનો ઉદય ચાહ્યા વિના પણ રહી શકશે નહીં, જે જેનને બાલ ઉંમરમાં દીક્ષા નથી મળી છે તે પિતાની જાતને ઠગાયેલી માનનાર હોય છે. આ જે જીવનના માનસ ઉપરથી શ્રી. ભાગવતી દીક્ષાની અનિવાર્યતા સો કાઈની બુદ્ધિમાં સારી રીતે ઊતરે એ જ શુભ-મકામના. For Private And Personal Use Only
SR No.521726
Book TitleJain_Satyaprakash 1955 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy