________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જેને સત્ય પ્રકાશ
| [વર્ષ : ૨૧ ગત વર્ષમાં અમે કરેલી આર્થિક સહાય માટેની વિનંતી ઉપર શ્રી. સંઘે બહુ ધ્યાન આપ્યું હોય એમ અમને લાગતું નથી, છતાં માસિકના હિતૈષી વર્ગથી અમને જે પ્રેત્સાહન મળ્યું છે, એ બળે આ પત્રને અમે ગતિ આપી છે.
વસ્તુતઃ સાધુ-સંમેલનના સ્મારકરૂપ આ પત્રને નભાવવાનું કાર્ય પૂજ્ય આચાર્યાદિ મુનિવરોનું છે. કેમકે સમિતિની આર્થિક મર્યાદા જ એવી છે કે બધે સ્થળે પહોંચીને માસિકનો પ્રચાર કરી શકે એમ નથી આથી જ શાસનની સેવા અને પ્રભાવનાના આ કાર્ય માટે પૂજ્ય મુનિવરોએ સાથ આપીને શ્રીસંઘને પ્રેરણું આપવી. જોઈએ; એ પ્રેરણા જ માસિકની ગતિ લંબાવવાનું બળ છે. એમાં જેટલી ઉણપ રહેશે તેટલું સમિતિનું બળ ઘટશે અને તે દિવસે એની ગતિ અટકી પડશે. આથી જ અમે પર્યુષણાદિ પ્રસંગ પર પૂજ્ય આચાર્યાદિ મુનિવરેને, શ્રીસંઘને ઉપદેશ આપવાની વિનંતિ કરતા રહીએ છીએ. હજીયે ચતુર્માસને પૂર્ગ થવામાં દેઢ-બે માસ જે સમય બાકી છે તે દરમ્યાન આ માસિકના જીવન માટે પ્રત્યેક સ્થળે પૂજ્ય વર્ગ ઉપદેશ આપી સમિતિની આર્થિક સ્થિતિ સુધારવામાં ફાળો આપી શકે એવી તક છે, જે તરફ અમે સૌનું ધ્યાન ખેંચીએ છીએ.
સમિતિના પાંચ પૂજ્યને પણ સમિતિને આ આર્થિક પ્રશ્ન હલ કરવા અમે વિનંતિ કરીએ છીએ.
સંપા [ અનુસંધાન પૃષ્ઠ : ૪ થી ચાલુ ] મુદ્દાની વાત એ જ છે કે ઉભય સંસ્થાના આગેવાન પ્રતિનિધિઓએ સાથે મળીને કાર્યની વહેંચણ સમજી લઈ જૈન સમાજના વર્તમાન વારસાનું યથાર્થ રક્ષણ થાય, અને પ્રચલિત રાજ્યપદ્ધતિમાં જૈન સમાજના ધાર્મિક આચારને ક્ષતિ ન પહોંચે એ રીતે સતત જાગૃત રહેવાનું છે. ઉભય સંસ્થાની કાર્યવાહી બરાબર ચાલુ રહે અને રોજ-બ-રોજના પ્રશ્નોમાં એના દ્વારા જ કાર્યવાહી હાથ ધરાય, એ જે માર્ગદર્શન આપે તે મુજબ ભારતના જુદા જુદા સંધે વર્તે, અને એ નક્કી કરે તે પ્રમાણે જ દરેક સ્થળે સ્થાનિક કાર્યકરો વહીવટ ચલાવે. આ જાતની ગોઠવણ સત્વર થવાની અગત્ય છે.
આજે ઉપરની બન્ને સંસ્થાઓ પ્રતિનિધિત્વવાળી હોઈ જેને સમાજના પ્રશ્નોના ઉકેલમાં સહકારથી કામ કરી રહેલ છે. આમ છતાં ઉભયનો કાર્યપ્રદેશ અંગે સ્પષ્ટતા ન હોવાથી કેટલીકવાર મૂંઝવણ ઊભી થાય છે. આ સ્થિતિ સર્વર સુધારણા માગે છે. જો ઉપર જણાવ્યું તેમ વ્યવસ્થિત ધારણ નક્કી થાય ; આજે જાતજાતની સંસ્થાઓના નામે, જુદી જુદી રીતે કરા. કરાવાય છે અને ધનવ્યય કરાઈ રહ્યો છે તે બચી જશે અને જે કેટલીક વાર બસરા અવાજ સાંભળવાને વેગ સાંપડે છે તે આપોઆપ દૂર થશે. આજના સત્તાધારીઓ સંગઠિત અવાજને જરૂર સાંભળશે પણ તે યોગ્ય વિધિથી પહોંચતો કરાયો હશે તો જ બાકી ઉપાશ્રયની દિવાલ વચ્ચે કરાયેલાં મનગમતાં વિવેચન કે મેં-માથા વગરના હરાની ત્યાં કિંમત નથી થતી એ આપણે અનુભવ છે. એકધારા તારે કચરાની ટોપલીમાં નંખાયાની વાત પણ તેનાથી અજાણી છે? કાળના એંધાણ પારખી વ્યવસ્થિત બનીએ એ જ અભ્યર્થના –
For Private And Personal Use Only