________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિનિધિત્વધારી સંસ્થાના આગેવાનોને
લેખક : શ્રીયુત માહનલાલ દીપચંદ્ર ચેાકસી
આપણી પાસે વિવિધ પ્રકારી કળાના ધામ સમાં દેવમદિરા, અને સાહિત્યના પ્રત્યેક અગા સંબધી માહિતી આપતા ગ્રંથાથી ભરપૂર મહત્ત્વના જ્ઞાનભંડારા છે. વળી, એ ભારતના ચારે ખૂણામાં આવેલા છે. એના સર્જન પાછળ આપણા પૂર્વજોની ધર્મભાવના, અને લાંખી નજરનાં સુતરાં દર્શન થાય છે. એ સમયના સયેાગ અનુસાર ભલે એને વહીવટ એકાદિ વ્યક્તિના હાથમાં હોય અથવા તો સ્થાનિક સધની દેખરેખથી કરાતા હાય, અને એ ન્યાખી લેખાયુ હાય પણ જે યુગમાં આપણે ભી રહ્યા છીએ અને જ્યારે સારાયે દેશના નકશા બદલાઈ ગયા છે ત્યારે આપણે એ કાળજૂની પદ્ધતિ નભાવી ન શકીએ. એ ઉપરાંત આજે જ્યારે દેશના પ્રાંતોની પુનર્રચનાના પ્રશ્ન એરણ ઉપર આવો ઊભા છે ત્યારે આપણા આ મહામૂલા વારસાને યોગ્ય રક્ષણ પ્રાપ્ત થાય તેમજ એ અંગેના માલિકી હક્ક જળવાઈ રહે તેવા પ્રબંધ મુદ્ધિપૂર્વક કરવા જરૂરી છે. કેન્દ્રસ્થ સરકાર અમુક વિષય સિવાય પ્રાંતાના કેટલાક આન્તર પ્રશ્નોમાં માથું મારતી નથી, અને એથી આપણે જોયું છે કે અમુક કાનૂન દરેક પ્રાંતમાં એકધારા ઘડાયા નથી. કેટલાક તે એકખીન્નની ઊલટી દિશામાં હેાય છે. આ પાછળ ઘણાં ઘણાં કારા સંભવે છે. આપણે એ પણ સમજી લેવું જરૂરી છે કે પ્રાંતના વહીવટ વસ્તીના મેાટા ભાગને લાભ પહોંચે એ દૃષ્ટિએ ચાલતા હાય છે; જ્યારે જેનેાની વસ્તી દરેક પ્રાંતમાં મોટા પ્રમાણમાં છે જ નહીં. પૂર્વકાળે ભલે એનુ પ્રમાણ માટુ હશે જ, તે વિના આવા વિપુલ વારસા સંભવી શકે જ નહીં. પણ આજે જેને કેટલાક પ્રાંતામાં તો ગણ્યાગાંઠયા છે જ્યારે ખીજામાં ઠીક પ્રમાણમાં હાવા છતાં કુલ વસ્તીના ધોરણે તે લઘુમતીમાં જ છે.
આજે રાજકારણમાં જે કે એની સંખ્યા પૂર્વવત્ નથી રહી. જે કાંઈ થાડુ ઘણું મહત્ત્વ જૈન સમાજનુ આજના સત્તાધારીએ આગળ રહેવા પામ્યું છે, એ વ્યાપારી વન તેમજ બુદ્ધિમત્તાને કારણે છે. પણ આ સ્થિતિ ઝાઝો સમય ટકી રહેનાર નથી. આમ જે પરિવર્તન થઈ રહેલ છે એ ઉપરથી સહજપણે કલ્પી શકાય તેમ છે. આ સારીયે રજુઆત કાઈ જાતના રાજકીય હેતુથી નથી કરાતી. આ આલેખન પાછળ એક જ હેતુ છે કે ભલે પ્રાંતાની રચના પલટા લે પણ આપણા જે વારસા ભિન્ન ભિન્ન સ્થળામાં છે તે તે ત્યાં કાયમ રહેવાના છે જ. વળી, જેઓ વર્ષોથી વેપાર-વણજ અર્થે જે જે પ્રદેશમાં ઠરી ઠામ થયા છે એ કાંઈ ગાંસડા– પોટલાં બાંધી ત્યાંથી પાછા ફરવાના નથી. આજે ગુજરાત-મારવાડ એ શ્વેતાંબર જૈનેાનાં કેન્દ્ર ગણાતાં હોય તો પણ ત્યાં પેલા ભાઈ એ આવવાના નથી. એમ કરવાનુ કાઈ કારણ પણ નથી જ. વસ્તીના અન્ય વિભાગે જોડે એકમેક બનીએ દરેકે પોતાના પ્રાંતની પ્રગતિમાં સાથ આપવાના છે અને આપા જોઈ એ.
For Private And Personal Use Only