________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૫] વિજયનગરના મંત્રી ઠાકરસી
[૮૧ અને મારી કુળને કલંક લગાડવું. પુણ્ય વિના અતિથિ ઘેર આવતા નથી, અને મેં તે અતિથિ સાથે આવે અવિચારપૂર્ણ વ્યવહાર કર્યો.
મંત્રી ઠાકરસીએ રાજાને પશ્ચાત્તાપ કરતા જોઈને થયેલી બીનાની હકીકત કહીને નિશ્ચિત કર્યા. રાજા અને મંત્રીની પ્રીતિમાં પરસ્પર વધારે થશે.
એકવાર સભામાં તે આવીને માટે સાદે ખબર આપી કે, કનાડાને પડીરાય આપણું ગામોમાં લુંટફાટ કરીને, બાળબચ્ચાં, અને સ્ત્રીઓને પજવીને અન્યાય કરી રહ્યો છે. રાજાએ
જ્યારે કનાડાના પડીરાયની આ વાત સાંભળી ત્યારે તે ચિંતાતુર બની ગયો અને નીસાસો નાખવા લાગ્યો, ત્યારે મંત્રીએ કહ્યું: “સ્વામી ! દુઃખની એવી શી વાત છે ? ” ત્યારે રાજાએ કહ્યું : ઉંદર જેમ દીવાની વાટ લઈ જાય છે તેમ જ આ કનાડાને પંડીરાય મારા રાજ્યમાં ઉત્પાત મચાવે છે. રાતદહાડે મારા હૃદયમાં આ વાત કાંટાની માફક ખૂચા કરે છે; એ કેવી રીતે દૂર કરી શકાય ?”
આ સાંભળીને મંત્રીશ્વર ઊભો થયો અને નમસ્કાર કરી બોલ્યાઃ “મને એ દુષ્ટનું નામ અને સ્થાન જણાવો.” રાજાએ કહ્યું મંગલપુરના ડીરાય ઉડ છે; જે કોઈના કાબૂમાં નથી અને કોઈને ખંડણું પણ આપતા નથી.
મંત્રીએ કહ્યું: “આપના પ્રતાપે એ બધું ઠીક થઈ જશે.'
રાજાએ સેનાપતિને બેલાવીને ઘોડાઓ તૈયાર કરવાની આજ્ઞા આપી, ત્યારે કાછેલા, કેરી, મકરાણા, લસાહિલા, માહરિ, હરમજજી, દસ્કારી, દલદૂઅણુ, મહુગા, મુલતાની, ખુરાસાની, સિંધુઆ, શેરડી, પારકરા, હાડવિટ વગેરે વિવિધ પ્રકારની જાતવંત ઘોડાઓ ઉપર જીન કસીને સુભટ લેકે હરિયડના મંત્રી ઠાકરસીના સૈન્યમાં જવા માટે તૈયારી કરવા લાગ્યા.
(આટલા વર્ણન પછી રાસ ભાગ મળતો નથી. આથી આ રાસની કયાંક પૂણપ્રીતિ કઈ પણ સાજનને હાથ લાગે તે સૂચના કરવા વિનંતિ છે.)
[ રાસનું પર્યાલચન આવતા અંકે આપવામાં આવશે. ]
[ અનુસંધાન પૃ8 : ૭૫ થી ચાલુ ] જુદા જુદા દેશકાળમાં જુદા જુદા મહાપુરુષોએ જુદા જુદા નામે આ જ્યોતિને સંબોધી છે. પરમ તપસ્વી મહાવીરે તે જયોતિને કરુણ કહીં. કપિલવસ્તુના સિદ્ધાર્થ કુમારે તે જ્યોતિને મૈત્રી કહી. બેથલહેમના સુથાર જિસસે તે જાતિને પ્રેમ કહ્યો. શંકરાચાર્યે તે જ્યોતિને અત કહી ને ભુદાનપ્રણેતા વિનોબાએ તે તિને સામ્યગ કહ્યો છે. નામ ગમે તે હોય પણ ભાવના તે એક જ છે. મૈત્રી, પ્રેમ ને કરુણાની જ જાતિ સામે ઝંખી હતી. પ્રેમની આ જતિ ત્યાગ અને સેવા દ્વારા પ્રગટે છે.
For Private And Personal Use Only