________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૦ જે જે વાત કહી છે, એ સર્વને અહીં રજુ કરવાનો આશય નથી અને એ શક્ય પણ નથી. આમ છતાં જેનશિલ્પ અને મૂર્તિકલા આદિ ઐતિહાસિક સાધનો સંકલિત કરનાર તેમજ એના પ્રકાશન કાર્યમાં દિલચસ્પી દાખવનાર જે કેટલાક વિદ્વાને છે અગર હતા, એની ટૂંકી નોંધ અહીં એટલા સારુ આપવી વ્યાજબી ધારી છે કે એ વિષયમાં રસ ધરાવતી અન્ય અન્ય વ્યકિતઓને જરૂર પડતાં, તેમને સંપર્ક સાધવાનું સુલભ પડે. એમાંના જેઓ આજે દેહરૂપે અસ્તિત્વ નથી ધરાવતા, તેઓમાંના કેટલાક અક્ષરરૂપે મોજુદ છે જ; અર્થાત તેઓની કૃતિઓ આજે પણ દષ્ટિગોચર થાય છે.
ડૉકટર કુહરર, વિન્સેન્ટ એ સ્મિથ, ડૉકટર ભાંડારકર (પિતા-પુત્ર), ડૉકટર લીટ, ડૉકટર ગૌરીશંકર હીરાચંદ ઓઝા, બાબુ પૂરણચંદ્રજી નાહર, મુનિશ્રી જિનવિજ્યજી, વિજ્યધર્મસૂરિજી, બાબુ કામતાપ્રસાદજી જૈન, ડો. હસમુખલાલ ડી. સાંકલીયા, શાંન્તિલાલ ઉપાધ્યાય, અશોક ભટ્ટાચાર્ય, ઉમાકાન્ત શાહ, પ્રિયતષ બેનરજી તથા અગરચંદજી અને ભંવરલાલજી નાહટા, મુનિ કલ્યાણવિજ્યજી, ડે. વાસુદેવશરણ અગ્રવાલ, મેહનલાલ દલીચંદ દેશાઈ, પં. લાલચંદ ભગવાનદાસ, મુનિ શ્રીયંતવિજ્યજી. આધુનિક વિષકમાં શ્રો. સારાભાઈ નવાબનું નામ ને જ ભૂલી શકાય. તેમણે ભારતના ચારે ખૂણામાં પ્રવાસ કરી મૃતિઓ તેમજ શિલ્પ સ્થાપત્ય સંબંધી ઘણું ઘણી સામગ્રીઓ સંધરી છે અને એમાંની ઘણી ખરી પુસ્તકોમાં ચિત્રરૂપે ઉતરાવી, જનસમૂહમાં એ વહેતી મૂકી છે. “ભારતનાં જૈન તીર્થો અને તેમનું શિલ્પ સ્થાપત્ય” તથા “ચિત્રક૯૫મ' નામક ગ્રંથ એના ઉદાહરણ રૂપે ટાંકી શકાય. મુનિશ્રી જિનવિજ્યજીની દેખરેખ હેઠળ સિંધી ગ્રંથમાળામાં જે જે પ્રકાશને થયાં છે એ પણ ધપાત્ર છે. આજના યુગમાં ભગવંત શ્રી. મહાવીર દેવની વાણીને સુપ્રમાણમાં પ્રચાર કરવો હોય તો આ દિશામાંના પ્રયત્નોને વધુ પ્રમાણમાં વિકસાવવાની ખાસ અગત્ય છે.
[ અનુસંધાન પૃષ્ઠ : ૫૮ થી ચાલુ ] ચાર ગાથાના શ્રી નેમિનિસ્તવનમાં રાજુલ નેમિને વિનવે છે. સાદી ભાષામાં રાજિમતીનું કથા વાચકને મુગ્ધરીતે ખેંચી રાખે છે. વારંવાર બેલ્યા કરીએ એવું મન થયા કરે છે. (ર૩) શ્રી. ખુશાલમુનિજી
સાત ગાથાના શ્રીનેમિનિસ્તવનમાં વિવાહના પ્રસંગનું આબેદ્બ ચિત્ર ખડું થાય છે. વિવાહ માટે મનાવવા, જાન જોડીને જવું, ત્યાંથી પાછું ફરવું, વિવાહ કરવા માટે અનેકની વિનવણી છતાં ન માનવું, સંયમ લેવો ને છેવટે રાજિમતીનું પણ ત્યાં જઈને મળી જવું એ સર્વ પ્રસંગે શબ્દમાં હોવા છતાં ચિત્ર ખડાં કરે છે.
આ વર્ણવ્યા છે અને બીજાં સેંકડે સ્તવનો આ ભાવને વ્યક્ત કરતાં જુદી જુદી રીતે રચાયાં છે. એ ભાવ એટલે તે અખૂટ છે કે કદી ખૂટે નહિ, રચનાર થાકે પણ ભાવમાં તે
જ્યારે જુઓ ત્યારે નવીનતા ભાસે-ક્ષણે ક્ષણે યુવતીકુતિ, તહેવ રામયતાયા” એ વચનને અહીં સાક્ષાતકાર થાય છે. રાજિમતીના ચાર માસ, બાર માસ, પન્દર તિથિ, સાત વાર વગેરે તથા સઝાયો, ગીતે એ પણ અખંડ જોડ માફક અખંડ અને અજોડ છે, એવી જેડની અખંડતા માગી મળતી હોય તે માગી લેવા જેવી છે.
For Private And Personal Use Only