________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
-
ધૂપ દીપ
R
૦
લેખક :–પૂજ્ય પંન્યાસ શ્રી. કનકવિજ્યજી
ધન્ય! પ્રજાવત્સલ રાજવીને !
જે કાળે મગધ સામ્રાજ્યની આણ ભારતદેશના વૈશાલી પ્રદેશ પર ફેલાયેલી હતી, તે સમયની આ વાત છે. આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાંને એ એતિહાસિક પ્રસંગ છે.
મગધ સામ્રાજ્યની વિશાલ સત્તાને દેર, તે સમયે મહારાજા શ્રેણિકના હાથમાં હતો. શ્રમણ ભગવાન શ્રી. મહાવીર પરમાત્માને તે અનન્ય ઉપાસક હતું. રાજા શ્રેણિક ન્યાયનિષ્ઠ તથા પ્રજાપાલક રાજવી હતા. મગધદેશની કીર્તિ તથા તેની સમૃદ્ધિને સાંભળીને ઠેઠ નેપાળદેશના વ્યાપારીઓ મગધની રાજધાની રાજગૃહીમાં એક અવસરે ફરતા ફરતા આવી ચડ્યા. દૂર દૂર દેશના વ્યાપારીઓ, કારીગરો, વિદ્વાને, કલાકારે ઈત્યાદિ સહુ હિંદમાં પહેલવહેલાં પગ મૂકતા, ને જ્યારે તેઓના કાને મગધ સામ્રાજ્યના વૈભવની ગૌરવગાથાઓ સાંભળવા મળતી, એટલે તે સહુ મગધના પાટનગર રાજગૃહીના આંગણે તેના વૈભવને નિહાળવા ઉત્સુક દિલે દોડી આવતા.
નેપાલના વ્યાપારીઓ પાસે મહામૂલ્ય રત્નકંબલે હતી. ખાસ નેપાલના પ્રસિદ્ધ કારીગરેએ બનાવેલી આ શાલે ખૂબ જ ચમત્કારિક અને કિંમતી હતી. નેપાલ સિવાય દુનિયાના કોઈ પણ દેશમાં આવી શાલો તૈયાર થતી ન હતી. નેપાલને રાજા આ કારીગરોને ઉત્તેજન આપી, પિતાના દેશની આશ્ચર્યકારક કારીગરીને પરદેશના બજારમાં ઉમંગભેર મૂકતા.
અત્યંત મુલાયમ ઊનમાંથી બનાવેલી આ કાંબળીઓ, ઉપભોગનું અનુપમ ઉપકરણ ગણાતું. રાજા-મહારાજા, કે ધનકુબેર શ્રેણી–સામંત સિવાય આ કાંબળને વસાવવાની કોઈની તાકાત નહોતી. અંગ ઉપરનાં ઉપવસ્ત્રોમાં આ શાલ, રત્ન સમાન હતી. તેમજ તેની કિનારે કિંમતી રત્નોથી અંકિત હોવાના કારણે તે કાંબળા “રત્નકંબલ'ના નામે પ્રસિદ્ધ હતી.
નેપાલથી રત્નકંબલને લઈને રાજગૃહીમાં પેસતા વ્યાપારીઓએ જ્યારે મગધના પાટનગર રાજગૃહીની સમૃદ્ધિ, શોભા તથા ઊંચે આકાશને અડીને ઊભેલાં દેવમંદિરનાં રત્નજડિત સુવર્ણ કલશો, ધનકુબેર શ્રેષ્ઠીઓની આભની અટારીએ લહેરતી હવેલીઓ નજરે નિહાળી, ત્યારે તેઓ ઘડીભર તો આશ્ચર્યના નિરવધિ સાગરમાં ડૂબી ગયા. રાજગૃહીના વૈભવને જોતાં જોતાં તે વ્યાપારીઓએ રાજભવનના મુખ્ય દ્વારમાં પ્રવેશ કર્યો.
મહારાજ શ્રેણિકના રાજભવનની સાદાઈ જોઈને તે લોકોને મૂંઝવણ થઈને શ્રેણિકની સમક્ષ તેઓને લઈ જવામાં આવ્યા. મગધના સર્વસત્તાધીશ શ્રેણિકની ભવ્ય મુખમુદ્રાને નિહાળતાં, નેપાળના વ્યાપારીઓ ક૯પી ન શક્યા કે, “મગધ સામ્રાજ્યનો માલિક મહારાજા શ્રેણિક આટલો સાદ કેમ હશે ? મહારાજાના ચરણમાં પોતાનો માલ ખૂલે કરતાં, તેઓએ કહ્યું: “રાજન ! ભારતના સર્વશ્રેષ્ઠ તથા સમૃદ્ધ સામ્રાજ્યના વૈભવ અને તેની જાહોજલાલીને સાંભળી અમે અહીં આવ્યા છીએ. અમારી પાસે મહામૂલ્ય રત્નકંબલે છે. આ રત્નકંબલેનો એ ગુણ છે કે, શિયાળાના દિવસમાં એને જે શરીર પર ધારણ કરવામાં આવે તે તે અત્યન્ત ઉષ્મા
For Private And Personal Use Only