________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક: ૨-૩] કર્મીમાંસા
[ ૩૯ સાથે સ્થિતિના કરાર કરેલા હોય કે તે કડાકોડી સાગરોપમ સુધી ભગવાશે. કેલકરારની વધુમાં વધુ સ્થિતિની મુદત ૭૦ કોડાકોડી સાગરોપમની હોય છે પણ તે કેલકરારની મુદત તોડી નંખાય. તે જ આત્મા આગળ વધે છે. જે તેડવાની તાકાત ન આવે તે આગળ વધાય જ નહિ. કઈ જગાનું પાણી એવું હોય કે તેનાથી ચૂલા ઉપર મૂકેલી દાળ કલાકો સુધી પણ ચડે નહિ, પણ તેમાં સોડા અગર એવા બીજા કૅઈ દ્રવ્યના સચોગેથી એ તરત ચડી જાય. અને તેની કલાકની સ્થિતિને તેડી નંખાય. એ રીતે આત્માના અમુક જાતના અતિશુભ પરિણામ વડે જે કર્મ , સિત્તેર કોડાકોડી સાગરોપમ સુધી ભોગવવાનું હોય, તેના ભોગવટાનો કાળ તોડી શકાય. તે તોડી નાખીને થોડામાં ભોગવી લેવાય. કર્મની અંદર કાળ જાગતી ચીજ છે, તેનું કાસળ નીકળે તે મોક્ષ નજીક જ છે. એટલે જે કર્મની સ્થિતિને તેડી શકે તે ગુણ પ્રાપ્ત કરી શકે છે. જેનદર્શનમાં સખ્યત્વ, દેશવિરતિ, સર્વવિરંત, ઉપશમણિ યાવત ક્ષણિરૂપ ગુણનો આધાર સ્થિતિ ઉપર કહ્યો છે. સમ્યક્ત્વ પામ્યા પહેલાં ગ્રંથિભેદ કરે. ૬૯ કોડાકોડી અધિક સ્થિતિ તેડે ત્યારે ત્યાં આવે છે. તેથી વધુ સ્થિતિ તેડે તે દેશવિરતિ પામે, તેથીયે સંખ્યાના સાગરેપમ તેડી નાખે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય. એ રીતે આત્માના ગુણ પ્રગટ કરવા માટે કર્મની સ્થિતિને તોડી નાખવી પડે છે. કર્મની સ્થિતિ કાપવાનું એકાદ સમયમાં બની જતું નથી. તે અસંખ્યાતા સમયમાં બને છે. પહેલા સમયે જેટલી સ્થિતિ તોડવા માંડી તેટલી તૂટી, બીજા સમયે તેડવા માંડી તેય તૂટે તે આગળ વધવાનું થાય. એક સમયમાં કમેની સ્થિતિ તેડવામાં આખેય સમય ચાલ્યો જાય તે તોડાય નહિ. સ્થિતિ તોડી નાખવા છતાં કર્મ પ્રદેશનો સમૂહ તે નિયત થયા મુજબ જ રહે છે. ફેર એટલે પડે છે કે જે પ્રદેશના સમૂહના ભગવટામાં દીર્ધકાળ વ્યતીત કરવાનો હોય તેટલે સમૂહ ટૂંકા કાળમાં ભોગવવાનું કરે. પણ ભગવટાનું સત્ત્વ એવું ને એવું હોય તે ભેળું થાય અને મુશ્કેલી ઊભી કરે. રેજ અડધી આની વજનભાર કેરી વસ્તુ એક મહિના સુધી નિયમિત લેનારને એક મહિને લગભગ એક તેલા સુધી થઈ જાય પણ એક મહિનાની સામટી લઈ લે તો મરણ પ્રસંગે ઉપસ્થિત થાય. ધીમે ધીમે વાપરવાની વસ્તુ ધીમે ધીમે ખવાય તે નુકસાન ન થાય. એક સાથે ખાવાથી નુક્સાન થાય. એકદમ ભેગવવાને રસ્તે ચઢવાને નહિ પણ પડવાને છે, પણ તેના સત્ત્વને તેડી નાખે તો એક સામટી વપરાયેલ વસ્તુ પણ નુકસાન કરનાર થતી નથી. વધુ પ્રમાણમાં આગાયેલ કરીને રસ વાયુનો પ્રકોપ કરે, પેટમાં સખત પીડા પેદા કરે પણ રસમાં સવા તેથી નાખીને વાપરવાથી વાયુ ઉત્પન્ન થાય નહિ. વધુ પ્રમાણમાં કેરી ખાવાના સ્વાદીલાઓએ ખાવા સમયે સુંને મિશ્રિત કરવી જોઈએ, પછી વાંધો આવે. એ રીતે કર્મની સ્થિતિ તૂટવાની સાથે રસ પણે તૂટવો જોઈએ, પછી વધે ન આવે. કર્મની વધુ તાકાત સ્થિતિ અને રસ ઉપર છે. એ બન્નેમાં શિથિલતા આવે તે આત્મા બળવાન બને. એટલે આ રીતે કર્મ એક વખત બંધાઈ ગયું પણ તેને નબળું પાડવા માટે તેની સ્થિતિ અને રસમાં ફેરફાર થઈ શકે. સ્થિતિ અને રસ અનુક્રમે ટૂંકાં અને મંદ ન થઈ શકતાં હોત તે ઉપદેશ, તપસ્યા, દાન, ધર્મ વગેરે કાંઈ પણ કરવાનું રહે જ નહિ, પરંતુ એ બધાં શુભ અનુષ્ઠાન અને શુભ પરિણામો દ્વારા પૂર્વબદ્ધ અશુભ કર્મોની સ્થિતિમાં ન્યૂનતા અને રસની તીવ્રતામાં મંદતા લાવી શકાય. તે ન્યૂનતા શી રીતે લાવી શકાય ? શરદી થઈ હોય તો શરદી વિરુદ્ધનાં કારણે મળેથી શરદી ઊડી જાય, એ પ્રમાણે જે પરિણામે સ્થિતિ અને રસ બાંધેલાં હોય તે તેનાથી વિરુદ્ધ પરિણામ હોય તે
For Private And Personal Use Only