________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ તૂટી જાય. જે વખતે સ્થિતિધાત કરે તે જ સમયે રસને પણ વાત કરે તે સ્થિતિ અને રસને ઘાત એક વખતે થાય. પરંતુ સ્થિતિમાં જેટલું તેડે તેના કરતાં રસમાં અનંતગણું તોડે. રસઘાતના ઝપાટામાં સ્થિતિધાત ધીમો ચાલે.
કરેલાં કર્મ અવશ્ય ભેગવવાં પડે એમ જે કહેવાય છે તે પ્રદેશની અપેક્ષાએ. પ્રદેશબંધ તૂટી ન શકે, સ્થિતિબંધ તથા રસબંધ તૂટી શકે. સ્થિતિઘાતને સૂચવતું સમૃદુધાતનું વર્ણન જૈન શાસ્ત્રમાં આવે છે. આ સમુઘાત એ કર્મની સ્થિતિ ઉપર આધાર રાખે છે. મેક્ષે જવાવાળા મનુષ્યનું પણ વધારેમાં વધારે આયુષ્ય ક્રેડ પૂર્વનું હોય છે અને વેદનીય વગેરેની સ્થિતિ અંતઃ કટાકોટિ સાગરોપમની હોય છે. એટલે આયુષ્ય કરતાં તે કર્મોની સ્થિતિ વધી જાય. ચરમ શરીરવાળાનું આયુષ્ય તેડી શકાય નહિ. તેઓનું આયુ: પૂર્ણ થઈ જાય છતાં વેદનીય વગેરેની સ્થિતિ બાકી રહી જાય. આયુ વિના બીજાં બાકી રહેલાં કર્મ ભગવાય શી રીતે? અને કર્મ બાકી હોય ત્યાં સુધી મેક્ષે પણ શી રીતે જવાય ? આયુઃ પૂર્ણ થયે મોક્ષે જવાય પરંતુ આયુની સ્થિતિ પૂર્ણ થયા છતાં વેદનીયાદિ કર્મ બાકી રહી જાય ત્યારે શું કરવું ? આ બધો પ્રભાવ સ્થિતિ તેડવા ઉપર છે. એટલે ચાર ઘાતકર્મ ક્ષય કરી કેવલજ્ઞાન પામેલા તે બાકી રહેલાં વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય એ ચાર પૈકી વેદનીય, નામ અને ગોત્રની લાંબી સ્થિતિ ટૂંકી કરી આયુષ્ય કર્મની સ્થિતિ જેટલી બનાવવા માટે સમુદ્રઘાત કરે, જે સ્થિતિ ઓછામાં ઓછી રાખવી જોઈએ તે રાખીને બાકીની બધી તેડી નાખે. સર્વથા અપવર્તન કરે. માત્ર કાચી બે ઘડીની સ્થિતિ રાખી બાકીને ભાગ ઉડાડી દે. આમ કેવલીઓ પણ તેમને જ્યાં સુધી મેક્ષે જવાની તૈયારી ન થાય ત્યાંસુધી કર્મો ભોગવતા રહે છે. છેલ્લા વખતે
જ્યારે મન, વચન, કાયાના વેગ રોકી લેવાય ત્યારે સ્થિતિને ક્ષય કરે છે. આ હકીકત સ્થિતિના અપવર્તન કરવાને અંગે અહીં સમજવા માટે લેવાઈ છે. આ પ્રમાણે કર્મની સ્થિતિ અને રસમાં ન્યૂનતા થવારૂપ અપવર્તનાકરણની હકીકત કહેવાઈ.
તેથી ઉલટી ક્રિયાને “ઉદ્દવર્તના” કહેવાય છે. અશુભ કર્મ બંધાયા બાદ પણ બંધ સમય કરતાં પાછળથી વિશેષપણે કલુષિત અશુભ અધ્યવસાયો થવાના પરિણામે નિયત સ્થિતિ અને રસમાં વૃદ્ધિ થવા પામે છે તેને ઉવર્તના કહે છે.
ઉદ્દવર્તન અને અપવર્તન કરણદ્વારા સમજી શકાય છે કે અજ્ઞાનવશ કરી યા તે મોહનીય કર્મની વિશેષ પ્રબળતાના યોગે થયેલ ભૂલના પરિણામે ભૂતકાળમાં બંધાયેલ કર્મને દીર્ધકાળ તીવ્રપણે ભેગવવાના ભેગવાથી બચવા માટે વર્તમાન જીવન પવિત્ર બનાવી સદાચરણોમાં પ્રવૃત્તિ કરી આત્માના પરિણામને અતિવિશુદ્ધ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ.
આ ઉવર્તન અને અપવર્તન અંગેની હકીક્ત જેન સિવાયનાં અન્ય દર્શનમાં પ્રાયઃ દષ્ટિગોચર થતી નથી, કારણ કે આ હકીકત પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશરૂપ ચાર પ્રકારે બંધાતા કર્મ પૈકી સ્થિતિ અને રસ અગે જ છે. જેનેતર દર્શનમાં માત્ર કર્મ બંધાય છે એટલું જ કથન કરાયેલું છે. બાકી બંધના આ ચાર પ્રકારનું સવિસ્તર વર્ણન નથી. એટલે સ્થિતિ અને રસબંધનું કથને ત્યાં ન હોવાથી ઉદવર્તન અને અપવર્તનનું સ્વરૂપ પણ જૈનદર્શન સિવાય બીજે જાણવા ન મળે એ સ્વાભાવિક છે.
બંધાયેલ કર્મમાં અન્ય પ્રકારે ફેરફાર થાય છે, તે હવે પછીના લેખાંકમાં દર્શાવાશે.
[[ચાલુ ]
For Private And Personal Use Only