SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાલી લેખક: પૂ. મુનિરાજ શ્રીવિશાલવિજયજી (ધર્મજયપાસક) અમદાવાદથી દિલ્હી જતી વેસ્ટર્ન (પશ્ચિમ) રેલ્વે લાઈનમાં ફલના નામે દેશનનું ગામ છે. ત્યાંથી મોટર રતે ૪ માઈલ દૂર બાલી નામે કસ્બાતી ગામ આવેલું છે. જોધપુર રાજયમાં બાલી મેટું ગામ ગણાય છે. ઉદયપુરના મહારાણીની પટરાણી બાલીકુંવરીના નામે આ ગામ વસ્યું હતું. કોઈ એમ પણ કહે છે કે, બાલી નામની ચધરાણીએ અહીં પ્રથમ વાસ કર્યો તેથી આનું નામ બાલી પડયું. બાલી ગામ વસ્યું એ પહેલાં પણ આ સ્થળે કઈ ગામ વસેલું હોય એવું અહીંના દેરાસરની એક પ્રતિમાના શિલાલેખ ઉપરથી અનુમાન નીકળે છે. એ શિલાલેખમાં “વલભીપુર” એવું નામ અમારા વાંચવામાં આવ્યું ત્યારે અમને વિચાર છે કે નું નામ વલભીપુર ક્યાંથી પડયું ? આ વિશે અહીંના શેઠ ધનરૂપજીને પૂછતાં માલમ પડયું કે, બાલી પહેલાં આ ગામ વલભીપુર નામે ઓળખાતું હતું. એનું કારણ વૃદ્ધા પાસેથી એમ જાણવા મળ્યું છે કે, કોઈ કારણે વલભીપુરનો રાજા પોતાની પ્રજા સાથે વિ. સં. ૩૧રમાં અહીં આવ્યો અને તેણે આ સ્થળે ૧ વલભીપુર” નામે ગામ વસાવ્યું. ઇતિહાસથી પત્તો લાગે છે કે, છડી સદીમાં જ્યારે વલભી ભાંગ્યું ત્યારે ત્યાંના લેકે મેવાડમાં સાદડી, નાડેલ, નાડલાઈ વગેરે પ્રદેશમાં આવી વસ્યા હતા. એ સમયે આ બાલી વલભીપુર નામે વસ્યું હોય એ બનવાજોગ છે એ પછી જ આ ગામનું નામ “બાલી' પડેલું છે, જે ઉપર્યુક્ત હકીકતના કારણે પડવું હશે એમ જાણવા મળે છે. પહેલાં અહીં ચૌહાણ રાજાનો અધિકાર હતો. તે પછી જાલેરના સેનગર સરદારને અમલ હતા. એ પછી મેવાડના રાણાઓના અને તે પછી જોધપુર રાજ્યના તાબા હેઠળ આવ્યું છે. વિ. સં. ૧૮૨૬ થી ૧૮૩૩ સુધીમાં અહીં પશ્ચિમ દિશામાં નાનાસરખો પણ સુંદર કિલ્લે બાંધેલું જોવાય છે. આજે આ ગામ સારા પ્રમાણની વસ્તીથી આબાદ છે. સરકારી કચેરી વગેરે અહીં મૌજુદ છે. ઓશવાલ તેમજ પોરવાડ શ્રાવકનાં ૫૦૦ ઘરમાં મળીને લગભગ ૨૦૦૦ જેની વસ્તી છે. વળી, ૮ જૈન ઉપાશ્રય અને ૬ જૈન મંદિરથી આ ગામ રળિયામણું બનેલું છે. બજારની વચ્ચે જ શ્રીઆદીશ્વર ભગવાનનું શિખરબંધી મંદિર ત્રણ માળનું છે. લોકવાયકા પ્રમાણે આ મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં ગંધર્વસેન નામના રાજાએ બંધાવ્યું હતું. પણ એ માટે કઈ ઐતિહાસિક પ્રમાણ મળતું નથી. લગભગ ૩૫ વર્ષો પહેલાં આ મંદિરના જીર્ણોદ્ધાર માટે પાયો ખોદતાં જમીનમાંથી સેનાના સિક્કા મળી આવ્યા હતા. ઓશવાળ જેનેએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી સુંદર આરિસાભવન જેવું બનાવ્યું છે. સં. ૨૦૦૬ના જેઠ સુદિ પના રોજ આની ફરીથી પ્રતિષ્ઠા થઈ છે. પહેલાં મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુ આમાં બિરાજમાન હતા. પ્રાચીન લેખવાળું પબાસન જમીનમાં પૂરી દેવામાં આવ્યું એમ કહેવાય છે. અત્યારે શ્રી આદીશ્વર ભગવાનની એક હાથ પ્રમાણ વેતપ્રતિમા બિરાજમાન છે, જેની શ્રીહીરવિજયસૂરિએ સં. ૧૬૩૨માં પ્રતિષ્ઠા કરી છે. પહેલાં અહીં કાઉસગિયા પ્રતિમા પ૭–૧૮ ઈચની ઊંચી અને મૂળનાયકની મૂતિ ૬૦ ઈંચ પ્રમાણની હતી. એ ખંડિત થતાં આ નવી મૂર્તિ શ્રીહીરવિજયસૂરિહસ્તક પ્રતિષ્ઠિત થઈ હશે. [ જુઓ : અનુસંધાન પૃષ્ઠ : ૩૬] For Private And Personal Use Only
SR No.521716
Book TitleJain_Satyaprakash 1954 11 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy