SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેમવાણી’ પુસ્તિકાને પડે [ સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં પ્રેમવાણી” પુસ્તિકાના પ્રચારથી કે અનિષ્ટ પડઘો પડ્યો છે એની ભૂમિકા અને પરિસ્થિતિ અંગે પૂ. પં. શ્રી કનકવિજ્યજી મ.ને પત્ર ખૂબ સૂચક હોવાથી અહીં આપીએ છીએ. સાથે સાથે એ પુસ્તિકાને વિરોધ કરતા ઠરાવે અને તારે ક્યાં ક્યાંથી તેમના પર આવ્યા છે, તેના સમાચાર અહીં આપીએ છીએ. સંપા.] પૂ. પંન્યાસજી મ. ને પત્ર રાજકેટ– જૈન તપગચ્છ ઉપાશ્રયઃ માંડવી ચેક, દેરાશેર; તા. ૨૨-૯-૫૪. પં. કનકવિજ્યજીગણ આદિ તરફથીઃ તંત્રી શ્રી જૈન સત્ય પ્રકાશ, વ્યવસ્થાપક:ધર્મશીલ પંડિત શ્રીયુત અંબાલાલ પ્રેમચંદ : ધર્મલાભ. અત્રે દેવગુરુની કૃપાથી સુખશાતા છે. સત્યપ્રકાશને ચાલુ અંક જો સચિત જે કાંઈ લખાણ તમે સંપાદકીયમાં લખેલ છે, તે યથાર્થ છે અને આવશ્યક તથા સાર્થક છે. પ્રેમવાણી’ પુસ્તિકાના લખાણથી આપણને કાંઈ એટલું લાગતું નથી, પણ આજે સૌરાષ્ટ્રમાં નાના ગામડાથી માંડીને મોટા શહેર સુધીમાં જે એકતાની સાંકળ જોડાઈને પડી છે, તેમાં આ એક ફટકો પડે છે. ગમે તેવા માણસ દેવદ્રવ્ય માટે કે મૂર્તિ યા મંદિર માટે બોલે કે લખે તે માટે આપણને કશું લાગે નહિ. કારણ કે, વર્તમાનયુગમાં એવું બધું ચાલવાનું. પણ આ બાજુ: વેતાંબર સંપ્રદાયના બને ફિરકાઓ કથપૂર્વક રહ્યા છે, તેમાં વર્ધમાન બમણુસંઘના પ્રચારમંત્રી ઠેઠ પંજાબના પ્રદેશમાંથી અચાનક પહેલવહેલા અત્રે આવીને જે આ ધડાકો કરે છે અને પિતાના અનુયાયી દ્વારા તે પુસ્તિકાનો દેશ-પરદેશમાં જે પ્રચાર કરાવે છે, તેમાં જે સંપ્રદાય ઝનૂન કામ કરી રહ્યું છે, તેને જ આપણે વિરોધ કરવાનો રહે છે. . મૂર્તિ, જૈનેના ધાર્મિક દ્રવ્યની લોકમાંગેરસમજ આમાં ઈરાદાપૂર્વક ઊભી કરવાની બાલીશ પ્રયત્ન કરવામાં આવ્યું છે કે જાણે જેને પૈસા દેવમંદિરોમાં ભેગા કરે છે, કોઈ જાતની માનવદયા તેમને નથી. જે જેને ઉદાર હાથે દયાદાનના ફંડફાળામાં લાખ ખરચે છે, તે જેનો પર ઈરાદાપૂર્વક લેકમાનસ વિકૃત થાય તે આ પ્રચારમાં સિફતપૂર્વક પ્રયત્ન થયો છે. જગડુશા, ભામાશા, દયાલદાસ, વસ્તુપાલ, વિમળશા વગેરેએ મંદિર બંધાવ્યાં છે તે રીતે પરોપકારનાં કાર્યો પણ કર્યા છે. આજે પણ છે. મૂર્તિપૂજક સંપ્રદાયના જેને ઉદાર હાથે નવદયાના સત્કાર્યોમાં પોતાની સંપત્તિને શુભ વ્યય કરી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાં સ્થાનકમાં આ પુસ્તિકાને પ્રચાર થયો છે, એટલે લોકમાનસમાં આપણા પ્રત્યે ધૃણા પેદા કરવાનો જે આમાં આશય છે. આમાં અત્રેના શ્રીમંત વર્ગને ઘમંડ યા સંપ્રદાય ઝનૂનને સહકાર મળ્યો છે. નહિતર અત્યાર સુધી આ બાજુના સંપ્રદાયના સ્થાનકવાસી સાધુઓ કોઈ દિવસે આવું બોલે કે જાહેરમાં પ્રચાર કરે, તેવું બન્યું નથી. રાજંકટમાં તેઓનાં ૨૦૦૦ ઘર છે. સ્થિતિ સંપન્ન છે. ગોંડળ, મોરબી, વાંકાનેર, પોરબંદર, જેતપુર, જૂનાગઢ વગેરેમાં તેઓની વસ્તી વધારે. સ્થિતિસંપન્ન પણ સારા; એટલે આ રીતે સાંપ્રદાયિક For Private And Personal Use Only
SR No.521715
Book TitleJain_Satyaprakash 1954 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages30
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy