________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૦ ઝનૂનનો પ્રચાર કરવામાં તેઓ સાહસ કરી રહ્યા છે. આજે ૨૦-૨૦ દિવસ થયા, અને આપણો સંઘ તે લોકોના આગેવાનો સાથે વાટાઘાટ કરી રહ્યો છે, ફક્ત ચોપડી પાછી ખેંચી લે અને મૂત્ર પૂ૦ સંપ્રદાયના સંઘોની લાગણી દુભાઈ છે. તે માટે દિલગીરી વ્યક્ત કરે; આટલી જ શરત, છતાં તે લેકે સહેજ પણ નમતું નથી આપતા, આપણાં ૩૦૦ ઘરે અમુક સ્થિતિપાત્ર અને બાકીના સાધારણ: એનો એ લેક ગેરલાભ લે છે.
એટલે હવે અત્રેન સંઘ ઠરાવ કરનાર છે. બાકી સૌરાષ્ટ્ર તથા ગુજરાતના શ્રીસંઘો તરફના વિરોધના ઠરાવ તથા તાર સ્થા. સંઘ પર આવી રહ્યા છે.
નાગપુર, મોરબી, વેરાવળ, વાંકાનેર, જામનગર, જામ કંડોરણા, પાલીતાણા, મહેસાણા, સાણંદ, દાદર, પ્રભાસપાટણ, પાટણ-ગૂજરાત ઇત્યાદિના આવ્યા છે.
આના અંગે વર્તમાન પરિસ્થિતિ તમારી દૃષ્ટિ સમક્ષ જણાવી છે; પુસ્તિકાના લખાણનો વિરોધ, ફક્ત જે માનસ આની પૂઠે કામ કરી રહ્યું છે, અને પરિણામે જે પ્રદેશમાં આજે બંને સંપ્રદાયના ભાઈ–બહેનો એક નાના ગામડામાં એકદિલ પૂર્વક ઐક્ય સાધી રહ્યા છે તેમાં, આ પ્રચારના ઝનૂનથી ભયંકર વિક્ષેપનાં બીજ પરિણામે વવાઈ રહેવાનો ભય છે, તે સામે જ આ સાવચેતીના સૂર તરીકે
આપણે પ્રયત્ન છે.
બાકી આ ચોપડી કરતાં ઘણું ખરાબ આપણા સંપ્રદાયના ભાઈઓ બોલે છે–અને લખે છે, પણ તેમાં આવો ભય નથી. તેમાં ભય જુદો છે. એ જ.
“પ્રેમવાણી ના વિરોધમાં તા. ૧૧-૧૦-૫૪ સુધી જે જે ગામો તથા શહેરના સંઘોએ તારે, ઠરાવો દ્વારા સ્થા. જૈન સંધ-રાજકોટ ઉપર “પ્રેમવાણી ને અંગે વિરોધ નોંધાવ્યો છે તેની યાદિ–
સૌરાષ્ટ્ર-વેરાવળ, પ્રભાસપાટણ, જુનાગઢ, ધોરાજી, જામ કંડોરણા, જામનગર, વણથલી, વાંકાનેર, મોરબી, વઢવાણ શહેર, જોરાવરનગર, લીંબડી, શહેર, વરતેજ, પાલીતાણ-ખુશાલભુવન, આરીસાભુવન, નોંધણવદર, મોટી વાવડી, ગારીયાધર, ભાણવડ, મૂલી, સાયલા, માંગરેલ, ચોટીલા.
ગુજરાત –ઝીંઝુવાડા, સમી, પાટણ, મહેસાણા, રાંધેજા, સરીયદ, કઈ નડીયાદ, સુરત ખંભાત, નવસારી, વાપી, દાદર, માટુંગા, ડભોઈ અમદાવાદ-ડહેલાનો ઉપાશ્રય.
મહારાષ્ટ્ર –શાહપુર, ઘટી, નાસિક, સીન્નર, વણી, માલેગામ, રાજનાંદગામ, જલગામ, અમલનેર, સીરસાલા.
કલકત્તા, નાગપુર, જાવાલ–મારવાડ,
For Private And Personal Use Only