SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદયનવિહાર લેખક : પં. શ્રીયુત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, વડોદરા ગુજરાતને ગૌરવશાલી કરનારા જે સુયોગ્ય અધિકારીઓ ગુજરાતને સભાગે મળ્યા હતા, તેમાં મંત્રીશ્વર ઉદયન અને તેમના સુપુત્રી મંત્રીશ્વર વાગભટ (બાહડ) તથા દંડનાયક આમ્રભર (અંબડ)નાં નામે ખાસ સંસ્મરણીય છે. સિદ્ધરાજ અને કુમારપાલ મહારાજાઓના રાજ્યસમયમાં થઈ ગયેલા રાજનીતિ-દક્ષ યુદ્ધવીર, દાનવીર અને ધર્મવીર તે સજજનોની કીમતી સેવા ભૂલી ન શકાય તેવી હતી. ગૂજરાતના ઇતિહાસમાં અને જૈન સમાજના ઈતિહાસમાં તેનું મહત્ત્વભર્યું સ્થાન છે. ગતવર્ષમાં એક શિલાલેખ જાણવામાં આવ્યો છે, તેમાં પ્રાચીન ઉદયન-વિહારની પ્રશસ્તિ છે, તે વાંચતાં-વિચારતાં ગુજરાતના તત્કાલીન ઇતિહાસનું સંસ્મરણ થઈ આવે છે–એ સંબંધમાં અહીં દેવું જણાવવું ઉચિત છે. આ શિલાલેખ હાલમાં ધોળકામાં રણછોડજીના નામથી ઓળખાતા મંદિરમાં રણછોડજીની મૂર્તિ પાછળ રહેલો છે. તેની પાછળ ભીંત આવેલી હોઈ એ ત્યાંથી વંચાવો મુશ્કેલ હતા; પરંતુ મારા વિદ્વાન મિત્ર છે. મંજુલાલ ર. મજમુદાર થોડા મહિનાઓ પહેલાં ત્યાંના અધિકારીઓ અને મહંતજીની સહાનુભૂતિથી દક્ષતાથી એ શિલાલેખની રનીંગ કોપી (કાગળ દબાવાને લીધેલી નકલ) લઈ આવ્યા હતા અને મને તે વાંચવા આપી હતી–મેં તેની પાછળ કેટલાય સમય સુધી પરિશ્રમ કર્યો હતે-જેના પરિણામે આ શિલાલેખને તેના સંભવિત અર્થ-તાત્પર્ય સાથે અહીં દર્શાવી આ શિલાલેખ સંસ્કૃત ભાષામાં પદ્યમાં છે. વિસ્તૃત શિલા પર પડીમાત્રામાં મનહર સ્થૂલ અક્ષરોમાં ૨૩ પંક્તઓમાં તે ઉકીર્ણ થયેલ છે. પ્રત્યેક પંક્તિમાં બાવન જેટલા અક્ષરે સમાવેલા છે. આ શિલાલેખ પાછળના ત્રીજા ભાગ રૂપ જણાય છે. કારણ કે તેમાં બ્લેક ૭૦ થી શરૂઆત છે, એ પહેલાના ૬૮ શ્લેક હોવા જાઈએ, દુર્ભાગ્યે તે ભાગે મળ્યા નથી. પાછળના ભાગ પૂર્ણ જણાય છે. તેમાં ૭૦ થી ૨૦ સુધીના લેકે છે, તે વિવિધ છંદોમાં જણાય છે. આ શિલાલેખની બંને બાજુની કિનારેના અક્ષરે તથા વચ્ચે કેટલાક અક્ષરો નકલમાં બરાબર ઊઠ્યા નથી. તેમ છતાં અસ્પષ્ટ અક્ષરવાળા ભાગને શક્ય અનુમાનથી સુસંગત કરવા-સ્પષ્ટ કરવા અહીં કેટલેક પ્રયત્ન કર્યો છે. આ શિલાલેખ, એ પ્રાચીન જૈનમાદેર ઉદયનવિહારમાં હવે જોઈએ. ઉદયન-વિહાર ગૂજરાતમાં–આશાપલ્લીમાં આસાવલમાં (અમદાવાદ વસ્યા પહેલાંની નગરીમાં) હો–એવા ઉલ્લેખ મેં અન્યત્ર (જેસલમેર ભંડાર ડિ. કેટલેંગમાં) દર્શાવ્યા છે. આઠસે વર્ષો પહેલા-મહારાજા કુમારપાલના સમયને આ શિલાલેખ છે. તેમાંના ૧૦૧ શ્લેકમાં જણાવ્યા પ્રમાણે એ ઉદયનવિહાર (જિનમંદિર) મંત્રી વાભટે કરાવ્યું હતું, દેવવિમાન જેવું સુંદર એ મંદિર સુપ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્રસૂરિના આદેશથી બન્યું હતું. એમાંના ઉલ્લેખથી જણાય છે. એ ઉદયન–વિહારની પ્રશંસનીય પ્રશસ્તિ રચાર પ્રસંશતકાર સુપ્રસિદ્ધ કવિ રામચંદ્રસૂરિ (શ્રી હેમચંદ્રાચાર્યના પટ્ટધર ) છે, જેમને વિસ્તૃત પરિચય નલવિલાસ નાટક (ગા. એ. સિ.)ની સંસ્કૃત અમદાવાદમાં એલ ઈડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સના ૧૭મા અધિવેશનમાં “ પ્રાકૃત એન્ડ જૈનીઝમ” વિભાગમાં તા. ૧-૧-૫૩ના દિવસે આ નિબંધ સંક્ષેપમાં હિંદી પરિચય સાથે વાંચવામાં આવ્યા હતા, For Private And Personal Use Only
SR No.521708
Book TitleJain_Satyaprakash 1954 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy