________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારી આત્મા જ્ઞાન મૈત્રના આત્મામાં બને જ્ઞાન બંનેમાં સમાનરૂપે રહેવાં જોઈએ. વાસ્તવમાં તેનું જ્ઞાન ? અથવા “આનું જ્ઞાન ', “મારું જ્ઞાન ” જેવી કોઈ વસ્તુ નથી. બધાં જ્ઞાન બધાને સમાનરૂપે ભિન્ન છે; કેમકે જ્ઞાન આત્માને સ્વભાવ નથી, એ પાછળથી આભામાં જોડાય છે.
આ મુશ્કેલીઓને દૂર કરવા માટે એ હેતુ આપવામાં આવે છે કે જે કે જ્ઞાન અને આત્મા બિલકુલ ભિન્ન છે તે પણ જ્ઞાન આ સાથે સમવાય સંબંધથી સંબદ્ધ છે. જે જ્ઞાન જે આતમા સાથે સંબદ્ધ હોય છે તે જ્ઞાન તે જ આત્માનું કહેવાય છે; બીજાનું નહિ. આ પ્રકારે સમવાય સંબંધ આપણી બધી મુશ્કેલીઓ દૂર કરી દે છે. ચૈત્રનું જ્ઞાન ચૈત્રના આમાથી સંબદ્ધ છે, ન કે મૈત્રના આમાથી. આ રીતે મૈત્રનું જ્ઞાન મૈત્રના આત્મા સાથે સમવાય સંબંધથી જોડાયેલું હોય છે તે જ્ઞાન તે જ આત્માનું જ્ઞાન કહેવાય છે.
તૈયાબિક અને વૈશેષિકોને આ હેતુ ઠીક નથી. સમવાય એક છે, નિત્ય છે અને વ્યાપક છે. અમુક જ્ઞાનને સંબંધ ચૈત્ર સાથે જ હે જોઈએ પણ મૈત્ર સાથે નહિ, એને ઈ સંતોષપ્રદ જવાબ નથી. જ્યારે સમવાય એક, નિત્ય અને વ્યાપક છે ત્યારે એમ કેમ કે અમુક જ્ઞાનનો સંબંધ અમુક આત્માની સાથે જ થાય અને બીજા આત્માઓની સાથે નહિ ? બીજી વાત એ છે કે, ન્યાય-વૈશેષિક દર્શન મુજબ આત્મા પણ સર્વવ્યાપક છે એટલા માટે એક આત્માનું જ્ઞાન બધા આત્માઓમાં રહેવું જોઈએ, એ રીતે તો ચૈત્રનું જ્ઞાન મૈત્રમાં પણ રહેશે.
કોઈ પણ રીતે એ માની લેવામાં પણ આવે કે સમવાય સંબંધથી આત્માની સાથે સંબદ્ધ થાય છે ત્યારે પણ એક પ્રશ્ન બાકી રહી જાય છે, તે એ કે સમવાય ક્યા સંબંધથી જ્ઞાન અને આત્માની સાથે સંબદ્ધ થાય છે? જે એને માટે ઈ બીજા સમવાયની આવ
શ્યકતા હોય તે અનવસ્થા દોષને સામનો કરવો પડે છે, જે એ કહેવામાં આવે કે તે પિતાની મેળે જ જોડાઈ જાય છે. તે પછી જ્ઞાન અને આત્મા પોતાની મેળે જ કેમ સંબદ્ધ થતાં નથી? એને માટે એક ત્રીજી ચીજની આવશ્યક્તા કેમ રહે છે ? ,
નિયાયિક અને વૈશેષિક એક બીજો હેતુ ઉપસ્થિત કરે છે. તેઓ કહે છે કે આ અને જ્ઞાનમાં કહ્યું–કરણ ભાવ છે; એટલા માટે બંને ભિન્ન હોવાં જોઈએ. આત્મા કત છે અને જ્ઞાન કરણ છે; આથી આત્મા અને જ્ઞાન એક નથી બની શક્તાં. જૈન દાનિ કહે. છે કે આ હેતુ ઠીક નથી. જ્ઞાન અને આત્માને સંબંધ સામાન્ય કરણ અને કર્તાને સંબંધ નથી. દેવદત્ત દાતરડાથી કાપે છે.' અહીં દાતરડું એક બાહ્ય કરે છે, જ્ઞાન એવા પ્રકાર કરણ નથી. જે આત્માથી ભિન્ન હેય. જે દાતરડાની પેઠે જ્ઞાન પણ આત્માથી ભિન્ન સિદ્ધ થઈ જાય છે એમ કહી શકાય કે જ્ઞાન અને આત્મામાં કરણ અને કત સબંધ છે, અને જ્ઞાન આત્માથી ભિન્ન છે. અમે કહી શકીએ કે, દેવદત નેત્ર અને દીપકથી જોઈ શકે છે. અહીં દેવદત્તથી દીપક જે રીતે ભિન્ન છે એ રીતે આખે ભિન્ન નથી. જો કે દીપક અને નેત્ર બને કરણ છે, પરંતુ બંનેમાં ઘણું અંતર છે. એ જ રીતે જ્ઞાન આત્માનું કરણ હોવ
૧. “ હમાચચૈવારિવાર્ આપવા'. २. करणं द्विविध क्षेयं बाह्यमाभ्यन्तरं बुधैः।
यथा छनाति दात्रेण मेकं गच्छति चेतसा ॥ स्याद्वादमजरी, पृ. ४२
For Private And Personal Use Only