________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૯ ]. જેને દર્શનને કર્મ-સિદ્ધાંત
[ ૧૫૫ સેને દેરી વડે બાંધી મૂકાય તે એને છૂટી કરતાં વાર લાગે. વળી જે એને દેરી સાથે બાંધી રખાય અને એને કાટ લાગતાં એ આગળ ઉપર ચેટી જાય. તે એને જુદી કરતાં મહેનત પડે. આ પયાસ સોની ઢગલીને તપાવી તપાવી અને ફૂટી ફૂટીને એને ગો બનાવાય તે પછી એ સેવે શ્રી શી રીતે પડે?
આમ જેમ સાયોના બંધની ચાર અવસ્થા છે તેમ ક–બંધની પણ છે. નિકાચિતબંધ સૌથી ગાઢ છે.
બંધાવલિકા, ઉદયાવલિકા અને નિષેક-કાળ-અસંખ્ય સમયે જેટલે વખત આવલિકા' કહેવાય છે. મુહૂર્ત એટલે બે ઘડી યાને ૪૮ મિનિટ. ૪૮ મિનિટની ૧, ૬૬, ૭િ, ૨૧૬ આવલિકા થાય. અર્થાત લગભગ એક કરોડ ને અડસઠ લાખ થાય. એ હિસાબે એક મિનિટની લગભગ સાડા ત્રણ લાખ આવલિકા ગણાય. - કર્મ બંધાયા પછી એક આવલિકા સુધી એ એમ ને એમ પડી રહે છે. એને બંધનકરણને ઝપાટે લાગતાં જાણે એને મચ્છ આવી ન ગઈ હેય?
અબાધા-કાળ દરમ્યાન એના ઉપર એક યા બીજા કરણની અસર ઓછેવત્તે અંશે હોય છે. એ કરણના ઝપાટામાંથી એ અબાધા-કાળ પૂર્ણ થતાં છૂટે છે અને પિતાનું ફળ બતાવવાને અધીરું બને છે. એ એક અવલિકા જેટલા વખતમાં પિતાને કાર્યક્રમ ગોઠવે છે. આટલા નિયત કાળને “ઉદયાવલિકા કહે છે, એક આવલિકા પૂરી થાય એટલે બીજી શરૂ થાય. એમ કેટલીયે ઉદયાવલિકાઓ પસાર થાય ત્યારે કમને ઉદયકાળ પૂરો થાય. દરેક ઉથાવલિકામાં કર્મને ઉદય ચાલુ જ હોય છે. આ સંપૂર્ણ ઉદયકાળ નિષેક-કાળ કહેવાય છે.
કર્મના ઉદય માટે જાણે વરસાદ ન હોય એવું નિષેકનું સ્વરૂપ છે. નિષેકની પહેલી ઉદયાવલિકામાં કર્મને માટે સમુદાય–મોટો જ જોસબંધ ધરે છે. પછી જેમ જેમ, વખત જતો જાય તેમ તેમ ધસારો મંદ પડતો જાય છે. કોઈ નાટક કે ચલચિત્ર પહેલી વાર રજુ થાય ત્યારે લેકને જેટલું કરડે શરૂઆતમાં પડે છે એટલે આગળ ઉપર થોડે જ, ચાલુ રહે છે?
નિષેક દરમ્યાન ઉદયમાં આવેષા કર્મના જથ્થાઓના સમૂહને આકાર ગાયના પૂછો જે હેય છે.
ઉદયાવલિકામાં પ્રવેશેલા કર્મ ઉપર કઈ કરણની અસર કરી શકતું નથી.
ઉદીરણા અને આગાલ–સામાન્ય રીતે કર્મને અબાધા-કાળ પૂરો થાય એટલે એ જાણે જાગે એ ઉદયમાં આવે, પરંતુ એને વહેલું પણ જગાડી શકાય. એના નિયત કાળ પૂર્વે પણ એને ઉદયમાં લાવી શકાય. આમ જે કર્મને નિયત કાળ પૂર્વે ફળદાયી બનાવાય તેને “ ઉદીરણું' કહે છે. એને “વિપાક-ઉદીરણું” પણ કહે છે.
બોદ્ધ દઈનમાં પણ આવી હકીકત છે, કેમકે એમાં જેને વિપાક-કાળ નિયત છે, એવાં કર્મોને તેમજ એથી વિપરીત જાતનાં કર્મોનો ઉલ્લેખ છે. ૧ સમય એટલે કાળને નાનામાં નાન વિભાગ, એક આખના પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય. ૨ ઉદયના સમયથી માંડીને એક અવલિકા સુધી વખત તે “ ઉદયાવલિકા” કહેવાય છે,
For Private And Personal Use Only