________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ ] શ્રી. જન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૦ વ્યવહારમાં પણ આપણે આવી પરિસ્થિતિ જોઈએ છીએ. દા. ત. કરીને જલદી પકવવી હોય તો તેમ બની શકે છે, લાકડું સ્વાભાવિક રીતે સળગતું સળગતું આગળ સળગે, પરંતુ એને સંકારીએ તે જલદી બળે.
વિપાક-ઉદીરણ થાય તે માટે કર્મની સ્થિતિ ઘટાડવી જોઈએ. આ કાર્ય અપવતના નામના કરણ દ્વારા સધાય છે.
અકાળ-મૃત્યુમાં આયુષ્યની ઉદીરણા કારણરૂપ છે. ચૌદમા ગુણ-સ્થાનમાં ઉદીરણાને માટે અવકાશ નથી. એ ત્યાં હોય જ નહિ.
આગાલ” એ ઉદીરણાને એક પ્રકાર છે. કર્મનાં દળિયાની બે સ્થિતિ કરાયા બાદ ઉદીરણ-કરણ વડે, દ્વિતીય સ્થિતિમાં રહેલા દળિયાંને આકર્ષી ઉદયાવલિકામાં દાખલ કરવા તે “ આગાલ' કહેવાય છે. આમ “આગાલ' એ દ્વિતીય સ્થિતિને લગતી ઉદીરણ છે.
સંકમ-કર્મ આત્માથી અલગ થાય નહિ ત્યાં સુધી એ તે જ સ્વરૂપે પડી પણ રહે અને કેટલાંક કર્મ ન પણ પડી રહે એના સ્વભાવમાં થોડેક ફેરફાર થઈ શકે. એક કમને એના બીજા સજાતીય કર્મરૂપે પલટાવી શકાય. આને “સંક્રમણ” કહે છે. એક મૂળ પ્રકૃતિ અન્ય મૂળ પ્રકૃતિરૂપે કદી ફેરવી ન શકાય. એ જાતના સંક્રમણ માટે અવકાશ નથી, પરંતુ કમની ઘણીખરી ઉત્તર પ્રવૃતિઓમાં આ સંભવે છે. જેમ સુખ ઉત્પન્ન કરનાર વેદનીય કર્મનું-સાત વેદનીચનું દુઃખ ઉત્પન્ન કરનારા વેદનીયરૂપે–અસાત વેદનીયરૂપે કે અસાતવેદનીયનું સાત-વેદનીય રૂપે સંક્રમણ થઈ શકે. આયુષ્ય-કર્મ અપવાદરૂપ છે. આયુષ્યના ચાર પ્રકારે પરસ્પર સંક્રમણથી મુક્ત છે. જે ગતિનું આયુષ્ય બંધાયું હોય તે જ ગતિમાં જવું પડે; એમાં ફેરફાર ન જ થઈ શકે.
સંક્રમમાં પ્રતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચારે અન્યરૂપે થાય છે. જયારે અપવતના અને ઉદ્દવર્તનમાં સ્થિતિ અને રસ એ બે જ સ્વરૂપે કરી હીન કે અધિક થાય છે.
નિધત્તિ-કર્મમાં એ સંસ્કાર ઉપજાવ કે જેથી એના ઉપર અપવતના કે ઉદ્વતના સિવાય અન્ય કોઈ કરણનું જોર ચાલે નહિ–સંક્રમ માટે પણ અવકાશ રહે નહિ, આને “નિધત્તિ' કહે છે અને એ પ્રકારના સંસ્કારવાળા કર્મને “નિધત્ત, ' કહે છે.
નિકાચના કર્મમાં એવો સંસ્કાર ઉત્પન્ન કરવો કે જેથી એના ઉપર એક કરણનું જોર ચાલે નહિ. અર્થાત્ ન એના સ્વભાવમાં અશે પણ પલટો લેવાય, કે ન એની સ્થિતિમાં કે રયમાં વધઘટ કરી શકાય. અન્ય શબ્દોમાં કહીએ તે સંક્રમ, અપવર્તન અને ઉદ્દવર્તના જેવાં કારણો એને કંઈ કરી શકે નહિ. આ જાતના સંસ્કારની ઉત્પત્તિને “નિકાચના” કહે છે અને એવા સંસ્કારવાળી કર્મને “નિકાચિત ' કહે છે. એનું ફળ પ્રાયઃ ભેગવવું જ પડે.
ઉપશમના–જે કમ ઉપર ઉદય, ઉદીરણું, નિધતિ અને નિકાચનાની કશી અસર ન થાય એવી એની અવસ્થા તે “ઉપશમના' છે. આ કરણ દ્વારા વિપાકે તે શું પણ પ્રશોદયને પણ રોકી રખાય છે.
આઠ કરણે-જૈન દર્શન આઠ કિરણ ગણાવે છે: (૧) બંધન, (૨) સંક્રમ, ૧, “કરણ” એટલે આત્માને એક જાતને પરિણામ ચાને આત્માની એક પ્રકારની શક્તિ (વીર્ય). ૨, આત્માની ને શક્તિને લઈને કર્મ બંધાય તે “ બંધનકશુ’ કહેવાય છે.
For Private And Personal Use Only