________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન કરી
જૈન દર્શનને કર્મસિદ્ધાંત
[ ૧૫૩ કહે તે કેટલાક એને “અદષ્ટ' કહે છે, કેમકે ક્રિયા થઈ રહ્યા બાદ એનું પરિણામ લક્ષ્મ હેઈ એ દેખાતું નથી.
જે કર્મનું ફળ ભોગવવું શરૂ થાય છે તેને “પ્રારબ્ધ” કહે છે. “ક્રિયમાણુ એવો પ્રકાર યુક્તિ-સંગત જણાતું નથી, કેમકે એને અર્થ “વર્તમાનમાં કરાતું' એમ થાય છે, અને એ તે પ્રારબ્ધ કર્મનું જ પરિણામ છે. લોકમાન્ય આ પ્રકાર સ્વીકાર્યો નથી
વેદાંતીઓની માન્યતા–વેદાંત-સૂત્ર (૪-૧-૧૫)માં કર્મના (1) પ્રારબ્ધ-કાર્ય અને (૨) અનારબેધ–કાર્ય એમ બે પ્રકારે દર્શાવાયા છે.
વિપાકના ત્રણ પ્રકારે–ગ-દશન (૨-૧૩)માં કર્મના વિપાકના ત્રણ પ્રકારે ગણાવાયા છેઃ (૧) જાતિ (જન્મ), (૨) આયુષ્ય અને (૩) ભોગ. કેઈ કર્મનું–કર્ભાશયનું ફળ અમુક જન્મ રૂપે, કેઈકનું અમુક આયુષ્યરૂપે અને કોઈકનું અમુક ભેગરૂપે છે એટલે જ અહીં બાધાભારે ઉલ્લેખ છે, પરંતુ એ ત્રણ વિપાકને અનુરૂપ કમાન ભિન્ન ભિન્ન નામપૂર્વક નિર્દેશ હોય એમ જણાતું નથી. જો એ હોય કે હેત તે આયુષ્ય-વિપાકવાળા કર્ભાશયનું જૈન દર્શનના આયુષ્ક-કર્મ સાથે અને જન્ય-વિપાકકવાળા કમાશયનું નામકર્મ સાથે સંતુલન થઈ શકે.
અપર્વતન અને ઉદ્દવર્તના–કેદની સજા કરાય તે વેળા એ ક્યાં સુધી ભોગવવાની છે તેને ઉલ્લેખ કરાય છે. સામાન્ય રીતે તે આ સજા એની મુદત પૂરી ન થાય ત્યાં સુધી એ સજાને પાત્ર બનેલી વ્યક્તિ ભગવે, પરંતુ કોઈ માટે આનંદજનક પ્રસંગે ઉપસ્થિત થતાં એ મુદત ઓછી પણ કરાય છે. આવી પરિસ્થિતિ કર્મના બંધ વખતે એની જે સ્થિતિ નિયત થઈ હેય તેને તેમજ એની નિર્માણ થયેલી ફળ આપવાની શકિત યાને રસને પણ
- અશુભ કર્મ બાંધ્યા બાદ જે જીવ શુભ કાર્યો કરે તે એ દ્વારા એ એની નિયત કરાયેલ સ્થિતિમાં તેમજ એના રસ (અનુભાગ)માં ઘટાડે કરી શકે. આ ક્રિયાને “અપવતના” કહે છે. એથી ઊલટી ક્રિયાને–અવસ્થાને “ઉદ્દવર્તન' કહે છે. ઉદ્વર્તનાને પ્રસંગ, અશુભ કર્મ બાંધ્યા પછી એના બંધ-સમય વખતે જે કલુષિત મને દશા હતી તેથી પણ વિશેષ કલુષિત દશા આત્માની અને તેના પર આધાર રાખે છે.
અપવતના અને ઉદ્દવર્તનાને લઈને કોઈ કર્મ જલદી તે કઈ વિલંબે ફળ આપે છે અને તે પણ મંદ સ્વરૂપે કે તીવ્ર સ્વરૂપે,
અકાળ-મૃત્યુ અને કાળ-મૃત્યુ–સામાન્ય રીતે એમ કહેવાય કે આયુષ્યની સ્થિતિ ઘટવાના કારણે મળે તે એ ઘટે. વિષ-પાન વગેરે દ્વારા અકાળ-મૃત્યુ નિપજી શકે. આયુષ્ય આમ જે જલદી ભગવાઈ જાય તેને “અપવર્તના' યાને “અકાળ-મૃત્યુ' કહે છે, અને નિયત સ્થિતિ પૂરી થાય ત્યારે જ એ ભગવાઈ રહે તે એ ભોગને “અપવતના” માને “કાળ-મૃત્યુ' કહે છે. અકાળ મૃત્યુમાં વિષ, શસ્ત્ર, અગ્નિ વગેરે નિમિત્ત છે. એ નિમિતોની પ્રાપ્તિ તે “ઉપક્રમ' કહેવાય છે, અને એ ઉપક્રમવાળું આયુષ્ય “સેપક્રમ’ અને એથી વિપરીત જાતનું આયુષ્ય “ નિરુપક્રમ' કહેવાય છે.
૧, જુઓ ગીતા-રહસ્ય (૫. ર૭૨)
For Private And Personal Use Only