SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇશ્વરીતત્વ — લેખક -શ્રીયુત વસંતલાલ કાંતિલાલ શેઠ બી. એ. પશ્ચિમ એ ભૌતિકવાદનું પિયર ગણાય છે. જડવાદ તેમની જીવનરચનામાં લકવાના દર્દી જેમ સંતાપ ઉત્પન્ન કરી રહ્યો છે એવી આપણી માન્યતા છે. આ લેખમાં પશ્ચિમના થોડાક મહાન પુરુષોના ઈશ્વર સંબંધી વિચાર વ્યિા છે. ઈશ્વર નજીક જવાના તેમના પ્રયત્ન માત્ર પૂર્વના સંસ્કાર કે જન્મગત અંધશ્રદ્ધા રૂપ જ નથી. તેઓ જીવનભરના મંથનકાળ પછી આ વિચારે પહોંચ્યા છે. તેથી તેમની જેવી તેવી ઈશ્વરભક્તિ પણ લુખ્ખી સૂકી નથી. પરસેવાની અથાગ મહેનતનું દુઃખ કયારેય લુખ્ખું નથી હોતું. તેમાં જીવનની લાલીને અનુપમ સ્વાદ હોય છે. આટલી પૂર્ણ ભૂમિકા પછી આ લેખનું તાત્પર્ય સમજવું કદાચ સુગમ થશે. માનવીની વિચારશક્તિ સહેજે જીવનના સ્થલ પડળો ભેદે છે. રોજની જરૂરિયાત ને સુખસગવડથી અસંતુષ્ટ બની દૂર-સુદૂરની અસ્પષ્ટ લહરીથી કંપાયમાન બને છે ત્યારે તેને સમજાય છે કે માનવ પિતે સંપૂર્ણ નથી. માનવથી કશુંક વધુ મહાન ને વધુ સમર્થ એવું અગમ્ય બળે વિશ્વ સૌની જીવનશક્તિરૂપ બની રહ્યું છે. સુદ્રતાની આંખ સામે પહેલવહેલીવાર ત્યારે વિરાટનું પ્રગટ દર્શન થાયું છે. અંધારી દુનિયા રિબાય છે-સડે છે–ભાગે છે ને તૂટીને ટુકડા બને છે ત્યારે-કેઈક પુણ્યાત્મા ક્ષિતિજ પર પ્રકાશનાં ગુલાબી કિરણાની રમ્ય સુરાવલી સાંભળે છે–ને દુનિયા તેને થાક ઉતારે છે-સહજ સ્મિત કરે છે ને કમર બાંધીને નવી યાત્રાનો પ્રથમ પગલાં ઉપાડે છે. આ “પ્રકાશ' એ વિશ્વની પરમશક્તિ છે. સૌ કેઈ જેઓ પર્વતની દુ:સાધ્ય ઊંચાઈ પર જીવનયાત્રાને દોરી ગયા છે તેઓએ માનવાત્માથી. કશુંક વધુ શક્તિશાળી, વધુ સુંદર, વધુ સુખમય એવું ઈશ્વરીતત્વ શેખ્યું છે. ધર્મગુરુ સેંટ પેલ તે તત્ત્વને વિષે કહે કે-“We live and move and have our being in it.” આપણે એ પરમ તત્વમાં જ જીવીએ છીએ, ફરીએ છીએ કે આપણું સંપૂર્ણ અસ્તિતવ એ તત્ત્વથી જ વીંટળાયેલું છે.” ધર્મગુરુ એટલે જ એ પરમન્નક્તિને પ્રકાશક એ તેનું વર્ણન કરે તેમાં શું આશ્ચર્ય ! વિજ્ઞાનવીર ડાર્વિન લો. એ ધર્મને વિરોધી હતો. છતાં એ પણ કોઈ જુદી જ ભાષાના જુદા જ ભાવથી એ પરમ તત્વને સ્વીકારે છે. પરમાત્મા એટલે મહાન છે કે માનવી ગમે ત્યાં નાસીને સંતાઈ જાય પણ પરમાત્માની ઝાલેલી આંગળીઓ તે તે છડી જ શકતો જ નથી. ડાર્વિન તેના “The Descent of Man” માં લખે છે કે- This Grand Sequence of events the mind refuses to accept as a result of blind chance. I conclude that there is Purpose--a directive power behind it.—-અર્થ કે, વિશ્વ ઈતિહાસના અગણિત પ્રસંગે એ માત્ર આંધળા અકસ્માતનું પરિણામ નથી. તેની પાછળ સંચાલન કરતી શક્તિ છે–એક મહાન હેતુ છે. એ હેતુ હોય કે ન હોય—એ સંચાલન કરતી શક્તિનું સ્વરૂપ ગમે તે હેય-વિજ્ઞાનવાદી તીણ બુદ્ધિ પણ કેવળ ભૌતિક જગતની For Private And Personal Use Only
SR No.521698
Book TitleJain_Satyaprakash 1953 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1953
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy