SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૮ [૧૪] એ જ મહારાજા સારંગદેવના રાજ્ય-સમયના સં, ૧૩૫૦ વર્ષે માઘ શુ. ૧ ભૌમે લખાયેલા શિલાલેખમાં પણ “મહામાત્ય વાધૂય શ્રીશ્રી કરણદિ સમસ્ત મુદ્રાવ્યાપાર કરતા હતા તે સંસ્કૃતમાં ઉલ્લેખ છે – "...... तत्पादपद्मोपजीविनि महामात्यश्रीवाधूये श्रीश्रीकरणादि-समस्तमुद्राच्यापारान् વગતિ સતીત્યેવં શા પ્રવર્તમાને.... –એશિયાટિક રિસર્ચીઝ, બૅ. ૧૬, પૃ. ૩૧૧ –વિશેષમાં આચાર્ય શ્રી હેમચંદ્ર પરિશિપર્વ ( સર્ગ ૮) માં, તથા સ્વોપ પોગશાસ્ત્રના વિવરણમાં (પ્રકાશ ત્રીજામાં, શ્રી સ્થૂલભદ્રજીના ચરિતપ્રસંગમાં નંદરાજા તરફથી શ્રીયકને મંત્રિ-મુદ્રા અર્પણ કરવાના અધિકારમાં) વર્ણન કર્યું છે તે પણ લક્ષમાં લેવાયોગ્ય છે– " कृतौ देहिकं नन्दस्ततः श्रीयकमब्रवीत् । सर्वव्यापारसहिता मुद्रेयं गृह्यतामिति ॥" " गृहीत्वा श्रीयकं दोष्णि, ततो नन्दः सगौरवम् । मुद्राऽधिकारे निशेषव्यापारसहिते न्यधात् ।। चकार श्रीयको राज्यचिन्तामवहितः सदा । साक्षादिव शकटाला, प्रष्टनयपाटवात् ॥" –પરિશિષ્ટપર્વ (સર્ગ ૮, શ્લે. ૬૭, ૮૩-૮૪) –ગશાસ્ત્ર ( પણ વિવરણસહિત પ્રકાશ ૩. . ૬૫, ૮૧-૮૨) [ જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગરથી પ્રકાશિત ] ત્યાર પછી ત્યાં એવા આશયનું સૂચન મળે છે કે–(મંત્રી શકટાલના સ્વર્ગવાસ પછી) તેના અગ્નિ-સંસ્કાર કરનાર (મંત્રિપુત્ર પિતાને પરમ વિશ્વાસપાત્ર અંગરક્ષક) શ્રીયકને નંદરાજાએ કહ્યું કે–“સર્વવ્યાપાર-સહિત આ મુદ્રા (મંત્રિ મુદ્રા) સ્વીકારે.” [ શ્રીયકના બંધુ સ્થલભદ્રજીએ નિગી-અધિકારીઓની અનેક મુશ્કેલીઓની પર્યાલોચના કરી મંત્રિ-મુદ્રાને સ્વીકાર ન કરતાં પ્રત્રજ્યા સ્વીકારી હતી.) ત્યાર પછી નંદરાજાએ શ્રીવકને ગૌરવ-સહિત હાથમાં લઈને તેને સમસ્ત વ્યાપાર (રાજ્યકારભાર) સહિત મુદ્રાધિકાર (મંત્રીપદના અધિકાર ) માં સ્થાપન કર્યો હતો. શ્રીયક ઉત્કૃષ્ટ પ્રકારની નીતિ–પટુતાથી (રાજનીતિ-દક્ષતાથી જાણે સાક્ષાત મિત્રી] શકટાલ હોય તેવી રીતે સદા સાવધાન થઈને રાજ્યની ચિંતા કરતો હતો ” –ઉપર્યુક્ત વિચારવાથી “મુદ્રા-વ્યાપાર'ને સુસંગત અર્થ (મત્રી જેવા વિશિષ્ટ અધિકારી તરીકે કરાતો રાજા–કાર્યભાર ) સ્પષ્ટ સમજાશે દીર્ધદષ્ટિથી વિચારનારા સાક્ષરે. એને યથાર્થ આશય લક્ષ્યમાં લેશે-એવી આશા છે. સંવત ૨૦૦૯ માહા સુદ ૫ વસંતપંચમી For Private And Personal Use Only
SR No.521696
Book TitleJain_Satyaprakash 1953 01 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1953
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy