SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૮ મુદાર્થોપ થાgવતા મર્દ છીણેન:સ્ટેન ......” –રીવાઈઝડ લિસ્ટ ઓફ એન્ટીકવેરીઅને રીમેન્સ ઈન ધી એ પ્રેસીડન્સી . ૮ના પરિશિષ્ટમાં (પૃ. ૩૨૮) ગિરનાર ઈન્સક્રિપ્શન્સ નં. ૨,૨૧-ર-પ્રાચીન લેખમાળા ભા. ૩ (નિ. સા.); -પ્રાચીન જૈન લેખસંગ્રહ (ભા. ૨, લે. ૩૮ થી ૪૩) ( [ સંગ્રાહક અને સંપાદક શ્રીજિનવિજ્યજી, સં. ૧૯૭૮માં, પ્રકાશક શ્રી જૈનઆત્માનંદ સભા, ભાવનગર ] પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા. રજાના ગિરનાર પર્વતના લેખ ૩૮-૪૩ના અવલકનમાં (પૃ. ૭૧માં) જણાવ્યું છે કે- “તેને મહ. શ્રી લલિતાદેવીથી મહ. શ્રીજયસિંહ નામને પુત્ર થયો જે સં. ૭૯ના વર્ષ પહેલાં તંભતીર્થ (ખંભાત)માં મુકાવ્યાપાર (નાણુને વ્યાપાર-નાણાવટીને ધંધે ) કરતો હતો.' વસ્તુપાલ, કે જે ૭૭ની સાલ પહેલાં શત્રુંજય અને ગિરનાર આદિ મહાતીર્થોની યાત્રા કરી તથા મહેતા મહેત્સ કરી શ્રીદેવાધિદેવ (તીર્થ કર–પરમાત્મા)ની કૃપાથી “સંઘાધિપતિ ”નું પદ પ્રાપ્ત કર્યું હતું. તથા ચૌલુકુલદિનમણિ મહારાજાધિરાજ શ્રીલવશુપ્રસાદદેવના પુત્ર મહારાજ શ્રી વીરધવલની પ્રીતિથી જે “રાજયસ% (રાજ્યનું સર્વાધિકારત્વ-કારભાર ) પ્રાપ્ત કર્યું હતું અને જેને સરસ્વતીએ પોતાના પુત્ર તરીકે સ્વીકાર કર્યો હતો ( અર્થાત જે સરસ્વતીપુત્ર -કવિ કહેવાતો હત) તેણે, તથા તેના નાના ભાઈ તેજપાલે કે જે પણ સં. ૭૬ની સાલ પહેલાં ગુજરાતના ધવલક્કક (ધોળકા) આદિ નગરીમાં મુકાવ્યાપાર કરતા હતા, એ બંને ભાઈઓએ......” પહેલા ભાષાંતરની અસર અન્યત્ર ઊતરી આવી જણાય છે– તેજપાલ ખંભાતમાં નાણાવટીનો ધંધો કરો હતો અને વસ્તુપાલ પાટણમાં ભીમદેવની સેવામાં હતો એમ જણાય છે. સં. ૧૨૭૬-૭૭ના અરસામાં લવણુપ્રસાદના કહેવાથી તેમણે ધોળકાનું મત્રીપદ સ્વીકાર્યું હતું.' વાધેલાઓનું ગૂજરાત (પૃ. ૪)માં લે. શ્રી. ભોગીલાલ જ. સાંડેસરા [ સયાજી બાલજ્ઞાનમાલા-પુ. ૧૫૭, સં. ૧૯૯૫માં પ્ર.] –કેટલાક સાક્ષરએ ઉપર્યુક્ત શિલાલેખોમાં વપરાયેલ “વપૂર્વ' શબ્દને પંચમીતપુરુષ સમાસ માની તેને અર્થ “તે વર્ષ પહેલાં” જણાવ્યો છે, પરંતુ દીર્ધદષ્ટિથી વિચારતાં તેને અર્થ “તે વર્ષથી શરૂ કરીને લેવો ઘટે છે. મે તુંગસૂરિએ રચેલા પ્રબંધચિંતામણિમાં સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ, અજયદેવ, બાલમૂલરાજ આદિને રાજ્ય-કાલ દર્શાવતાં તેવા પ્રકારની વાક્ય-રચના કરેલી જોવામાં આવે છે– " संवत् ११५० पूर्वं श्रीसिद्धराजजयसिंहदेवेन वर्ष ४९ राज्यं कृतम् । संवत् ११९९ वर्षपूर्व ३१ श्रीकुमारपालदेवेन राज्यं कृतम् । संवत् १२३० पूर्वं वर्ष ३ अजयदेवेन राज्यं कृतम् । संवत् १२३३ पूर्व वर्ष २ बालमूलराजेन राज्यं कृतम् ।" ૧. સદ્દગત સાક્ષર ચીમનલાલ દલાલ તે વાક્યને વાસ્તવિક અર્થ સમજ્યા હતા તેથી તેમણે હમીરમદમન (ગા. એ. સિ. નં. ૧૦)ની પાછળની અંગ્રેજી નાટમાં નોંધ કરી છે કે- એ જયંતસિંહજૈત્રસિંહ (વસ્તુપાલ-પુત્ર) સં. ૧૨૭૯ થી ખંભાતમાં ગવર્નર હતા-હી વોઝ ગવર્નર ઓફ કેખે કોમ સંવત ૧૨૭૯ ફેરવડે ? For Private And Personal Use Only
SR No.521696
Book TitleJain_Satyaprakash 1953 01 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1953
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy