________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે ,
‘મુદ્રા-વ્યાપારનો
સુસંગત અર્થ લેખક: શ્રીયુત પં. લાલચંદ્ર ભગવાન ગાંધી, વડોદરા
પ્રાચીન સમયના શિલાલેખમાં, તામ્રપત્રોમાં અને તાડપત્રીય પુસ્તકમાં મહારાજાઓનાં નામો સાથે મહામાત્યોનાં નામોનો નિર્દેશ કરેલ છે, ત્યાં સંસ્કૃતમાં પ્રાચીન પદ્ધતિ પ્રમાણે તેમને “મુદ્રા-વ્યાપાર' કરતા જણાવ્યા છે, તેને સુસંગત અર્થ મંત્રિ–મુદ્રા દ્વારા રાજાજ્ઞાથી કરાત રાજકારભાર-અધિકાર ઘટે છે. કેટલાક સાક્ષરોએ કેટલેક સ્થળે તેનો અર્થ
નાણાને વ્યાપાર-નાણાવટીને ધ’ એ જણાવ્યું છે, તે વાસ્તવિક લાગતો નથી; છતાં ગતાનુગતિકતાથી તેવી ભૂલપરંપરા અભ્યાસીઓમાં અને નવલકથા વગેરેમાં આગળ વધેલી અને વધતી જણાય છે, એથી એ તરફ ધ્યાન ખેંચવાનું અહીં ઉચિત વિચાર્યું છે.
સુપ્રસિદ્ધ આબૂના સં. ૧૨૮૭ના ફા. વ. ૩ રવિવારના સંસ્કૃત શિલાલેખમાં મંત્રીશ્વર તેજપાલને “મહામંડલેશ્વર રાણુ શ્રીવરધવલના સમસ્તમુદ્રા-વ્યાપારી' એવા વિશેષણથી ઓળખાવ્યા છે, “..... મહામંડરવરાછળથી ધવલભૈરારાપુકાયા વિના... તે ન....”
ગિરનારના સં. ૧૨૮૮ વર્ષના ફ, શુ. ૧૦ બુધના ૬ શિલાલેખોમાં મહામાત્ય વસ્તુપાલ અને લલિતાદેવીના સુપુત્ર મહ. જયતસિંહનો પરિચય કરાવતાં સૂચવ્યું છે કે તે સં. ૭૯ વર્ષ પૂર્વક (અર્થાત સંવત ૧૨૭૯થી લઈને) સ્તંભતીર્થ (ખંભાત બંદર)ના મુદ્રાવ્યાપાર કરતા હતા, તે સમયમાં, તથા સં. ૭૭ વર્ષમાં (અર્થાત સંવત ૧૨૭૭માં) શ્રી શત્રુંજય, ઉજજયંત (ગિરનાર) વગેરે મહાતીર્થોના યાત્રા-ઉત્સના પ્રભાવથી પ્રકટ થયેલ, શ્રીમદ્દ દેવાધિદેવના પ્રસાદથી સંધાધિપત્ય પ્રાપ્ત કરનાર, ચૌલુક્ય કુલરૂપી આકાશને પ્રકાશિત કરવામાં અદ્વિતીય સુર્ય જેવા મહારાજાધિરાજ લવણુપ્રસાદદેવના પુત્ર મહારાજ શ્રીવરધવલદેવની પ્રીતિથી રાજ્યનું સર્વ અધર્મ સ્વીકારનાર, શ્રીશારદાના સ્વીકારેલ પુત્ર મહામાત્ય શ્રી વસ્તુપાલ, તથા તેમના અનુજ મહં. તેજપાલ, કે જે સં૭૬ વર્ષ–પૂર્વક (અર્થાત સંવત ૧૨૭૬ વર્ષથી શરૂ કરીને) ગૂર્જર-મંડલમાં ધવલક્ક (ધોળકા) વગેરે નગરમાં મુદ્રા-વ્યાપાર કરતા છતા કરી રહ્યા હતા તે તેજપાલે......એ વર્ણનાત્મક વિસ્તૃત ઉલ્લેખ છે –
“स्वस्तिश्रीविक्रमसंवत् १२८८ वर्षे फागुण शुदि १० बुधे श्रीमदणहिलपुरवास्तव्यप्राग्वाटान्वयप्रसूत......महं० श्रीतेजपालामजन्मनो महामात्यश्रीवस्तुपालस्यात्मजे महं० श्रीललितादेवीकुक्षिसरोवरराजहंसायमाने महं० श्रीजयतसिंहे सं. ७९ वर्षपूर्व स्तंभतीर्थ (वेलाकुल) मुद्रा व्यापारान् व्यापृण्वति सति सं. ७७ वर्षे श्रीशत्रुजयोजयतप्रभृतिमहातीर्थयात्रोत्सवप्रभावाविर्भूतश्रीमद्देवाधिदेवप्रासादासादितसंघाधिपत्येन चौलुक्यकुलनभस्तलप्रकाशनैकमार्तडमहाराजाधिराजश्रीलवणप्रसाददेवसुतमहाराजश्रीवीरधवलदेवप्रीतिप्रतिपन्नराज्यसर्वैश्वर्येण श्रीशारदाप्रतिपन्नाफ्त्येन महामात्यश्रीवस्तुपालेन तथा अनुजेन सं. ७६ वर्षपूर्वं गूर्जरमंडले धवलककप्रमुखनगरेषु
For Private And Personal Use Only