________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન શૈધનનાં સંપાન સંબંધી
જૈન તેમજ અજૈન મંતવ્યો લેખક – શ્રીયુત હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.
[ ગતાંકઃ વર્ષ ૧૭ : અંક ૧રથી ચાલુ)
ક્ષપક-શ્રેણિ આધકારીઆ શ્રેણિના અધિકારી વિષે આપણે પૂ. માં ઉલ્લેખ કરી ગયા,
વિશેષતા–ઉપશમ-શ્રેણિ પર આરૂઢ થનારી વ્યક્તિ ધાધિને એનું જોર બતાવતાં રેકે છે, જ્યારે ક્ષપક-શ્રેણિને આશ્રય લેનારી વ્યક્તિ એને સુષુપ્ત અવસ્થામાં પણ ન રહેવા દેતાં એનું પૂરેપૂરું નિકંદન કાઢે છે. પારિભાષિક શબ્દોમાં કહું તો ઉપશમ-શ્રેણિ આશ્રય લેનાર ક્રોધાદિના ઉદયને રોકે છે તે ક્ષપકશ્રેણિએ આરૂઢ થયેલ એ ઉદયને જ નહિ પણ એની સત્તાને–એની નિષ્ક્રિય વિદ્યમાનતાનો પણ નાશ કરે છે, અને તેમ કરી એના પંજામાંથી સદાને માટે મુક્ત બને છે–એના ઉપર સર્વીશે વિજય મેળવે છે,
ચારને સંહાર–ક્ષપક-શ્રેણિએ આગળ વધનાર સૌથી પ્રથમ યથાપ્રવૃત્તિ આદિ ઉપર્યુક્ત ત્રણ કરણ વડે અનંતાનુબંધી કષાયને સર્વથા નાશ કરે છે. ત્યાર બાદ એ દર્શન-મોહનીયની ત્રણે પ્રકૃતિને ક્રમશઃ સંહાર કરે છે. જે એમ કરવા માટે એની પાસે પૂરતું આયુષ્ય ન હોય અથત મિથ્યાત્વના સંહારરૂપ આ કાર્ય પૂરું કર્યા પૂર્વે એનું મૃત્યુ થાય તે ફરીથી એ અનંતાનુબંધી કષા બાંધવા જેવી અધમ દશાને પામે, કેમકે મિથાત્વનું બીજ હજી બળી ગયું નથી-એ મોજુદ છે.
ક્ષપક-શ્રેણિએ આરૂઢ થતાં પહેલાં જે અન્ય ગતિનું આયુષ્ય બધી દીધું છે અને સાત મેહનીય પ્રકૃતિને નાશ થયા બાદ તરત જ મૃત્યુ ન પામે તે જે ઉચ્ચ સ્થિતિ સુધી એ પહોંચ્યું હોય તેટલેથી જ એ સંતોષ માને અને ટૂંક સમય માટે તે અન્ય દુશ્મનને નાશ કરવા માટે એ કો પ્રયત્ન કરે નહિ. એને લઈને એને મુક્તિ મેળવવા માટે ત્રણ
ચાર ભવ કરવા પડે. : જે આયુષ્ય બંધ કર્યા પૂર્વ એ આ શ્રેણિ પર આરૂઢ થયો હોય તો સાત મહનીય પ્રકૃતિને નાશ કર્યા બાદ એ અવશિષ્ટ મહતીય પ્રકૃતિનો સંહાર કરવા પૂરી તૈયારી કરે છે. આ માટે એ સૌથી પ્રથમ ઉપર્યુકત ત્રણ કો કરે છે. પ્રથમ કરણ અપ્રમત્તસંયત” ગુણસ્થાનમાં અને બીજા બે એના નામરાશિ ગુણસ્થાનમાં એટલે કે 'અપૂર્વકરણ' અને “અનિવૃત્ત · ગુણસ્થાનમાં કાર્ય છે.
For Private And Personal Use Only