________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ ૧૫ સામયિક હતા. પહેલા બે આચાર્યો સાથે પાદલિપ્તના સંબંધને કેવળ એ વાતથી પત્તો લાગે છે કે, જ્યારે પાદલિપ્ત માટે ગયા હતા ત્યારે તે સમયે બંને આચાર્યો ત્યાં ઉપસ્થિત હતા. ખપટ તથા મહેન્દ્રની સાથે પાદલિપ્તની સમકાલીનતાનું વર્ણન કંઈક ઝાંખું સરખું છે. ખપટના જીવનચસ્તિમાં અંતે એ કહેવામાં આવ્યું છે કે પાદલિપ્ત ખપટાચાર્ય પાસેથી માશાસ્ત્રનું શિક્ષણ લીધું હતું (એ જ પ્રસ્તાવના, પૃ. ૩૨, ૩૩) ખપટાચાર્યને સમય વિજય સિંહસૂરિ પ્રબંધની એક ગાથા અનુસાર વીર નિર્વાણ સં. ૪૮૪ અથવા ઈ. સ. પૂર્વ કક છે જે કલ્યાણવિજયજીના મતાનુસાર ખપટને મૃત્યુકાળ હવે જોઈએ (એજન, પૃ. ૩૩). ગમે તે હે, પરંતુ ખપટની એતિહાસિકતામાં કોઈ શંકા કરવાને સ્થાન નથી; કેમકે પ્રાચીન જૈન સાહિત્યમાં “નિશીથચૂર્ણિ'માં તેમનું નામ બરાબર આવે છે. (એજને પૂ. ૩૩)
ખપટના શિષ્ય મહેન્દ્રના વિષયમાં એક કથા પ્રચલિત છે કે મહેન્દ્રના સમયે પાટલીપુત્રને રાજા દાહડ બધા મતના સાધુઓને મૂર્તિપૂજા છોડવા માટે બાધ્ય કરતો હતો અને જૈન સાધુઓને સુરાપાન માટે ફરજ પાડતું હતું. રાજાના વ્યવહારથી ગભરાઈને જૈન સંઘે મહેન્દ્ર, જે એ દિવસોમાં શરુ કચ્છમાં રહેતા હતા, તેમની મદદ માગી. કહેવાય છે કે, મહેન્દ્ર રાજાને પિતાના વશમાં કરી લઈ પાટલીપુત્રના બ્રાહ્મણને જેન દીક્ષા અપાવી દીધી. (એજન, પૃ. ૫૭, ૫૯) | મુનિ કલ્યાણવિજયજીનું કહેવું છે કે, દાહડ કદાચ શુંગ રાજા દેવભૂતિ હતા અને બ્રાહષ્ણુધર્મને પક્ષપાતી હોવાના કારણે તેણે જેને પાસે બ્રાહ્મણને નમસ્કાર કરાવરાવે. અને આ જ પાયા પર તે ખપટ અને મહેન્દ્રનું નામ, સમય વિક્રમની પહેલી શતાબ્દી અથવા તેનાથી કંઈક પહેલાં હેવાનું નિર્ધારિત કરે છે.
પાદલિપ્તને સમય નિર્ધારિત કરતાં કલ્યાણવિજયજી તેમને મુરંડ રાજાના સમકાલીન હેવા પર ભાર દે છે. મુરેડ રાજા કલ્યાણવિજયજીના અનુસાર કુષાણ હતા. પાદલિપ્તના સમકાલીન મુ રાજા કુષાણના રાજસ્થાનીય હતા અને એમનું નામ પુરાણ અનુસાર વિનફેણિ (અશુદ્ધ વિશ્વસફિટિક “સ્કૃણિ સ્કૂતિ' ઈયાદિ) હતું (એજન, પૃ. ૩૪). આ આધાર પર તેઓ પાદલિપ્તને સમય વિક્રમની બીજી શતાબ્દીને અંત અથવા ત્રીજીને આરંભ માને છે. નાગહસ્તિ પાદલિપ્તના ગુરુ હતા અને “નંદિની પદાવલી તેમજ “યુગપ્રધાન પટ્ટાવલીઓ અનુસાર તેમને સમય વિ. સં. ૧૫ અને ૨ ૧૯ ની વચ્ચે હતા એ વાત પણ મુનિ કલ્યાણુવિજય પાદલિપ્તના સમય વિશે સ્વનિર્ધારિત મતની પુષ્ટિ માને છે (પૃ. ૩૪) શ્રો. એમ. બી. ઝવેરી મુન કલ્યાણવિજય દ્વારા નિર્ધારિત પાદલિપ્તના સમયને બરાબર નથી માનતા (કંપેરેટિવ એન્ડ ક્રિટીકલ સ્ટડી એફ મંત્રશાસ્ત્ર, પૃ. ૧૭૯ ફૂટનોટ). એમનું કહેવું છે કે, આર્ય રક્ષિતના “અનુયોગઠાર માં પાદલિપ્તનું સંબોધન તરંગ વૈશ્નાર સાથે કરવામાં આવ્યું છે. આર્યરક્ષિતને નિધન -કાળ વિ. સં. ૧૨૭ માનવામાં આવ્યું છે (૧૧૪ કલ્યાણવિજયજી અનુસાર ) અને જે એ વાત સત્ય હોય તે આર્ય રક્ષિતની પછી પાદલિપ્તનું નામ તેમના ગ્રંથમાં આવી શકે છે.
[ચાલુ ]
R
For Private And Personal Use Only