________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧]
શ્રી. જૈન સત્ય પ્રકાશ અને વ્યભિચારીઓને માફ કરીશ? પરસ્ત્રી પર નજર નાખનારાઓ સામે તારે પુણ્યપ્રકેપ શું હવે, શમી જશે? તું સાધુ બનીને એને માફ કરીશ?” સરસ્વતીએ પ્રશ્ન મૂક્યો !
“ના. ના, બેન! એને તે જે નહિ મૂકું ! ઊંઘમાં પણ સમાચાર મળશે તે ઉઘાડે પગે ને ઉઘાડી ખગે ધાઈશ.”
પછી મુનિ કેવી રીતે બનીશ?” સરસ્વતીએ ભોઈને બેલે બાંગે.
હે મુનિરાજ ! હું મુનિ કેવી રીતે બની શકીશ? વ્યભિચારી સાથે મારાથી તડજોડ નહિ થાય!” કુમાર કાલકે પ્રશ્ન કર્યો.
ભાઈ! માણસ પાપી નથી, માણસની વૃત્તિ પાપી છે. માણસની વૃત્તિને મારવા માટે અહિંસા ને પ્રેમ જેવું કઈ અમેઘ સાધન નથી. તે ચંડકૌશિકની વાત નથી સાંભળી?”
સાંભળી છે. સરસ્વતી ! મુનિરાજ સાચું કહે છે. આપણી શક્તિમાં જેટલી અશક્તિ છે, એટલી મુનિજનેની અશક્તિમાં શક્તિ છે. એમનામાં મારવાની અશક્તિ છે, પણ જિવાડવાની શક્તિ છે.” રાજકુમાર કાલક ભાવાવેશમાં હતે.
તે ભાઈ! તારી સાધનાનું અંતિમ
અહિંસાની શક્તિને સાક્ષાત્કાર! અરે ! સરસ્વતી ! આપણી શક્તિથી હાથી મારી શકીએ છીએ, પણ એક મરેલી કીડીને જિવાડી શકીએ છીએ? કહે?”
“ના!” સરલસ્વભાવી સરસ્વતી પણ વિચારમાં પડી ગઈ!
તે બહેન! મને વિદાય દે! ધારાનગરીનું રાજપાટ તને સુપ્રત પિતાજીને - માતાજીને તું મનાવી લેજે!'
“ભાઈ! જ્યાં તું ત્યાં હું !” “તું પણ આવીશ?”
તે, તે! મને મુનિધર્મને ઉત્સાહ રહેશે ! ચાલ, બા-બાપુની રજા લઈ આપણે મુનિજનની સાથે ચાલી નીકળીએ. મુનિરાજ ! કૃપયા જરા ભજે !”
કુશળ હો તમારું ! ભાઈ! ધર્મ તમારા જેવાની જ અપેક્ષા રાખે છે. અહિંસા ને પ્રેમને માર્ગ શૂરાઓને છે. ધર્મ તમને પામી સાર્થક થશે, તમે ધર્મને પામીને કૃતાર્થ થશે!”
ધારાનગરના રાજકુંવર કાલક ને રાજકુંવરી સરસ્વતી મુનિચરણે નમીને વિદાય થયાં ! એમનાં હૃદય નવીન ધર્મપાલન માટે થનગની રહ્યાં હતાં.
For Private And Personal Use Only