________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલીક જૈન અનુશ્રુતિએ
અને
પુ રા ત વ લેખક:- ડે. શ્રીયુત મોતીચંદ્ર, એમ. એ. પીએચ. ડી.
[ ગત વર્ષઃ ૧૭: અંક: ૧૨થી ચાલુ ]. હવે આપણે જોઈ શકીએ છીએ કે સમયના વિષયમાં બે ભિન્ન મતો છે અને ત્યાં સુધી પત્તો લાગે છે કે આ મતની ઉત્પત્તિ મધ્ય કાળમાં થઈ હશે, દિગંબર-મત કલ્કી સાથે કલિયુગને સંબંધ જોડવાને માટે તથા ૧૦૦૦ વર્ષ પર કલકીની ઉત્પત્તિવાળા સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા માટે કચ્છીને સમય વીર નિર્વાણુથી ૧૦૦૦ વર્ષ પર માને છે. એથી ઊલટું થતાંબર-મત આ સમયને લગભગ બેવડાવી દે છે. આ કારણે કચ્છીની વાતવિક્તામાં સદેહ ઊપજે છે. કેવળ ક્ષમાશ્રમણ કક્કીનો સમય વીર નિર્વાણુથી ૫૯૯ આપે છે પરંતુ આ સમયને આધાર કઈ અનુકૃતિ છે તેની આપણને જાણ નથી. પરંતુ આગળ ઉપર આપણે જોઈશું કે કેવળ આ જ એક એવો મત છે, જે સત્યની બહુ નજીક સુધી પહોંચી જાય છે.
અહીં એ જાણવા યોગ્ય વાત છે કે “તિર્થે ગાલી'ની કલ્કી સંબંધી અનુકૃતિનો પ્રચાર આચાર્ય હેમચંદ્રના સમય સુધી સારી રીતે થઈ ચૂક્યો હતા; કેમકે “મહાવીરચરિત'ના ૧૩ મા સર્ગમાં તેમણે “કચ્છી-આખ્યાન” લગભગ “તિભેગાલી' ના શબ્દોમાં જ આપ્યું છે. (ઈંડિયન એન્ટીકવેરી, ૧૯૧૯, પૃ૦ ૧૨૮-૩૦). કલકીને જન્મ મ્લેચ્છ કુલમાં બતાવવામાં આવ્યા છે અને તેનો જન્મકાળ વીર નિર્વાણ સં. ૧૯૧૪. આખ્યાનનાં બીજાં ઘણુંખરાં અંગે જેવાં કે ધનને માટે નદીના સ્તૂપનું ખેદકામ, જૈન સાધુઓ ઉપર અત્યાચાર “તિëગાલી” અને “મહાવીરચરિત' માં જેમનાં તેમ છે. પૂરનું વર્ણન પણ છે પરંતુ સેન નદીનું નામ નથી આવ્યું. બધી રીતે સામ્યતા હોવા છતાં “મહાવીરચરિત' ના “કચ્છી-આખ્યાન માં “તિ ગાલી' જેવી સજીવતા નથી. “મહાવીરચરિત ' માં પાવિત આચાર્યનું નામ પણ નથી. પૂર આવ્યા પછી નગરનું પુનઃનિર્માણ એ પછી જૈન સાધુઓ પર અત્યાચાર તથા અતે ઇંદ્ર દ્વારા કલેકીનો વધ; એ બધી ઘટનાઓ બને અનુકૃતિઓમાં સમાનરૂપે વર્ણવેલી છે. બંનેની તુલના કરતાં એ માનવું પડે છે કે “
તિગાલી વાળી અનુકૃતિ પુરાણી છે અને એમ જણાય છે કે, આચાર્ય હેમચંદ્ર પણ એની જ મદદથી મહાવીર્યરિત'નું “ કલ્કી-આખ્યાનલખ્યું છે.
આ બધી અનુશ્રુતિઓથી પત્તો લાગે છે કે કલકી મહાવીરના ૧૦૦૦ અથવા ૨૦૦ વર્ષ પછી થયો. એ વાતે બધા સહમત છે કે, કચ્છી પાટલીપુત્રને રાજા હતો. કેટલાક એને ચાંડાલ કુળમાં ઉત્પન્ન થયાનું અને પ્લેચ્છ કુળને હેવાનું માને છે. પરંતુ તેના ઐતિહાસિક અસ્તિત્વ પર કોઈએ પ્રકાશ પાડો નથી. આવી સ્થિતિમાં પુરાતત્વ આપણને ખૂબ મદદ
For Private And Personal Use Only