________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રકેટ
નાલંદામાં જેન દેવાલય
લેખક –શ્રીયુત મેહનલાલ દીપચંદ ચોકસી Nalanda-A Jain temple at Z, which is only remarkable as being of the same style of architecture as the great temple at Buddha Gaya. It is probably of about the same age, or A, D. 500. Its present height is only 36 feet without the pinnacle which is modern. The whole is white washed. Inside the temple there are several Jain figures, of which that of Mahavir bears the date of Samyat 1504 or A. D. 1447.
–Page 36, Nalanda. A report 1861-62. નાલંદા વિદ્યાપીઠની ખ્યાતિ સંબંધમાં અને ખોદકામ કરતાં ત્યાંથી જે ખંડિયેર નીકળ્યાં છે એ અંગે તે ભાગ્યે જ કોઈ ભારતવાસી અજાણ હેય. ખંડિયેરેમાંથી ઘણી વરતુઓ નીકળી છે જે નજીકમાં ઊભા કરવામાં આવેલા સંગ્રહસ્થાનમાં રાખવામાં આવેલી છે. એ સામગ્રીના આધારે પૂર્વકાળે નાલંદા બૌદ્ધધર્મનું મહાન વિદ્યાપીડ હતુ એમ પુરાતત્વઅંશે ધકેએ જાહેર કર્યું છે. વિચારણીય વાત તો એ છે કે “નાલંદા' માટે જૈન ધર્મના આગમ ગ્રંથોમાં અને એ પછીના વિશાળ સાહિત્યમાં ઘણી ઘણી ને ઉપલબ્ધ થાય છે. ભગવંત શ્રી. મહાવીરદેવના બે-પાંચ નહીં પણ ચૌદ ચોમાસા જુદા જુદા સમયે એ સ્થાનમાં થયેલાં છે. એ ઉપરથી સહજ અનુમાની શકાય કે ત્યાં જૈનેની સારા પ્રમાણમાં વસ્તી હેવી જોઈએ. એમાં કેવળ ધનિકે જ નહિ પણ વિદ્વાનોની સંખ્યા પણ નાનીસૂની ને જ હોય, અને આમ જ્યાં ઉપાસકે ઊભરાતા હોય ત્યાં પાછળથી દેવમંદિરો પણ માં કરાયેલાં હોય તે એમાં નવાઈ જેવું નથી. એના પુરાવારૂપે ઉપર જે સંગ્રહસ્થાનની વાત કરી છે એમાં થોડી જૈન મૂર્તિઓ પણ સંગ્રહ કરાયેલી આજે દષ્ટિગોચર થાય છે. કેમકે ખોદકામ કરતાં જે વસ્તુઓ હાથ આવી તેનો જ ત્યાં સંગ્રહ છે. આપણે ધળખાતાના હેવાલ ઉપરથી જે વિચારણા શરૂ કરી છે એમાં “નાલંદા” સંબંધીની ઉપરની કંડિકા સને. ૧૮૬૧-૬૨ ના હેવાલમાં આલેખાયેલી છે તે વધુ અજવાળું પાડે છે. “એમાં બુદ્ધગયાના મેટા બૌદ્ધ મંદિર ની બાંધણીને મળતું આવે તેવા એક જૈન દેવાલયની વાત છે. એ સને. ૫૦૦ માં બંધાયાનું અનુમાન છે. એની ઊંચાઈ ૩૬ ફીટ (શિખરના ભાગ વગર )ની છે, સફેદ ચૂનાથી ઢળાયેલ આ દેવાલયમાં સંખ્યાબંધ જૈન મૃતિઓ છે અને એમાં શ્રી. મહાવીર પ્રભુની મૂર્તિ પર સંવત ૧૫૦૪ અથવા સને. ૧૪૪૭ ને ઉલ્લેખ છે.*
For Private And Personal Use Only