________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ ગોબરગામ કિંવા કુંડલપુર, જ્યાં આજે એક દેવાલય છે અને જે સ્થાન શ્રી, ગૌતમસ્વામીની જન્મભૂમિ તરીકે ઓળખાય છે, તે મંદિરની આ વાત છે કે, નજીકના નાલંદાના ખંડિયેરમાં આ મંદિર હતું તે ચોક્કસ કરવાની જરૂર છે. રાજગૃહી અને કંડલપુર વચ્ચે નાલંદાનાં ખંડિયેરો આવેલાં છે. યાત્રાએ આવતા જેને આ સ્થાન જોવા જાય છે છતાં શોધ-ખોળ પાછળ જે લક્ષ્ય પ્રાચીન ઇતિહાસનાં અકેડ મેળવવાની નજરે અપાવું ઘટે તે આપણે આપતા નથી; એ વાત દીવા જેવી છે. આ પ્રદેશમાં કેટલાક ટેકરા હજુયે દાયાં વિનાના ઊભા છે. એના ગર્ભમાં અતીતકાલીન ગૌરવની ઝાંખી કરાવે તેવી સામગ્રી ઢંકાયેલી પડી હવાનો સંભવ છે. શોધખોળમાં જેમ બૌદ્ધધર્મને લગતી વસ્તુઓ જડી આવી તેમ જૈનધર્મને લગતી ચીજ પણ પ્રાપ્ત થવા પૂરો સંભવ છે, કેમકે શ્રેણિક મહારાજા સાથે ભગવંત મહાવીરદેવને વખતોવખતને મેળાપ તેમજ રાજગૃહની નિશ્રાએ સંખ્યાબંધ ચતુમસ વ્યતીત કરવાના પ્રસંગો એ સ્થાનની મહત્તાને આભારી છે.
Hathi Bhawani represents a squatted male figure with a triple umbrelloa over his head. The figure appears to be naked, and so, it must belong to the Jains, and not to the Buddthists.
ઉપરની કંડિકામાં પણ હાથીમવાની તરીકે ઓળખાતા આકારની વાત છે; અને ઉપરના ત્રણ છત્રના આકારથી તેમજ નગ્ન સ્થિતિ ઉપરથી શોધક એ જૈનધર્મને લગતી મૂર્તિ હેવાનું અનુમાન કરે છે અને બૌદ્ધધર્મની નથી એમ જણૂવે છે. આ વાંચતાં અનુમાની શકાય કે એ સર્વ બૌદ્ધધર્મના નામે પૂર્વે ચઢી ચૂકેલું હોવું જોઈએ. આ જાતની મળતી ને આંગ્લ શેકેના હાથે થયેલી છે એ વાત તે એક કરતાં વધુવાર પુરવાર થયેલી છે. એનું પ્રમાર્જન કરી યથાર્થ સ્વરૂપ જગત સામે મૂકવા સારુ આપણે જેનોએ વ્યવસ્થિત ખાતું ઊભું કરી શોધખોળ માટે જૈન ધર્મના અભ્યાસીઓને રોકવા જોઈએ. ચાલ્યો અને પ્રમાદ અને ઉપેક્ષા ખંખેરી નાંખવાં ઘટે. પરિશ્રમ કરાય તે ઐતિહાસિક અકડા સાંધી શકાય.
The large village of Pavlaraona or padaravana is situated 12 miles to the west of the river "Gandak' I believe that it is the ancient Pawa'
ઉપરની કડિકામાં બે પાડરીને” નામે એક મોટી ગામને અસલની પાવાપુરી તરીકે ઓળખવામાં આવી છે. ગંડકી નદીથી પશ્ચિમે બાર માઈલ ઉપર તે આવ્યું હતું એવું અનુ. માન છે.” આપણું પવિત્ર સ્થળ અંગેના આ જાતના ઉલ્લેખો વાંચી આપણે સાર એ લે ઘટે છે કે-જયારે આજે શે.ધખોળનાં સાધને સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે ત્યારે આપણે પણ એનો ઉપયોગ કરી આપણુ પવિત્ર સ્થાનોને ઈતિહાસ તૈયાર કરવો જોઈએ. એ દ્વારા જ અધૂરા અભ્યાસ ને ગેરસમજથી જન્મેલાં મંતવ્યો પર પ્રકાશ પડશે અને સત્ય બહાર આવશે.
[ જુએ : અનુસંધાન છે. ૨૧૬ ]
For Private And Personal Use Only