________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૭ છે. આ ઉપશમ શ્રેણિનું છેલ્લું પગથિયું છે એટલે એનાથી એ આગળ વધી શકે નહિ, કેમકે અહીં આ નિસરણું પૂરી થાય છે.
પતન–૧૧માં ગુણસ્થાનમાં વધારેમાં વધારે અંતમુહૂર્ત સુધી જ ટકાય. ત્યારબાદ પતન જ થાય. આ પતન યાને પ્રતિપાત બે કારણુથી થાય છે. (1) ભવ-ક્ષય યાને આયુષ્યની સમાપિત થઈ જવાથી અને (૨) અઠા ય યાને ૧૧મા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાલ મર્યાદાને અંત આવવાથી,
જે ૧૧મા ગુણસ્થાનમાં રહ્યો છત આયુષ્ય પૂર્ણ થાય તે એ “અનુત્તર ' વિમાનવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય પરંતુ અત્મોન્નતિની અપેક્ષાએ તે એ વ્યક્તિ છેક ચેથા ગુણ સ્થાન સુધી નીચે ઊતરી જાય, કેમકે આ દેવગતિમાં ચોથું જ ગુણસ્થાન છે.
જો ૧૧માં ગુણસ્થાનમાં મરણ ન થાય તો એ ૧૧મા ગુણસ્થાનને કાળ પૂરું થતાં જે ક્રમે એક પછી એક ચડતી અનુભવી હતી તેનાથી ક્રમે ક્રમે એ પડવા માંડે એટલે કે પહેલાં દશમે આવે, પછી નવમે ઈત્યાદિ પડતાં પડતાં એ કદાચ છ કે થે ગુણસ્થાને ટકી જાય, અને તેમ ન થાય તે છેક પહેલા ગુણસ્થાન સુધી નીચે ગબડી પડે.
- શ્રેણિની પ્રાપ્તિ-એક ભવમાં વધારેમાં વધારે બે વાર અને સમગ્ર સંસાર દરમ્યાન ચાર વાર ભવ્યાત્મા ઉપશમ-શ્રેણિ પ્રાપ્ત કરે છે. જે એક જ વાર ઉપશમ–ણિ એક ભવમાં પ્રાપ્ત થઈ હોય અને ફરીથી એને વેગ ન મળે અને પુણ્ય જોરાવર હોય અને ક્ષપક-શ્રેણિ આરૂઢ કરાય તે ભાવને અંત આવે-મુકિત મળે. આ સંબંધમાં મતભેદ છે, કેમકે સૈદ્ધાંતિકને મતે એક ભવમાં એક જ શ્રેણિ સંભવે છે, નહિ કે છે. અર્થાત એકવાર ઉપશમ-શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ તે ભવમાં ફરીથી એ જ શ્રેણિને કે ક્ષપકશ્રેણિયે આશ્રય લઈ જ ન શકે આને લઈને એ ભવમાં તે એ જીવમુક્ત ન જ બની શકે તે પર-મુક્ત બનવાની તે વાત જ શી ?
નિષ્કર્ષ–ઉપશમ-શ્રેણિમાં જે ક્રમથી કષાયાદિનું ઉપશમન કરાય છે તે જોતાં નીચે મુજબની કલ્પના કુરે છે–
(૧) આત્માની ઉન્નતિ થવામાં બાધકમાં બાધક તત્વ તે અનંતાનુબંધી કષાયની જાગૃત અને સક્રિય અવસ્થા છે–એને વિપાકેદય છે.
(૨) ક્રોધ, માન, માયા અને લાભ એ આત્માની ઉન્નતિ રોકવામાં એકેકથી ચડિયાતા છે.
(૩) નેકષાયના ઉપશમ બાદ અપ્રત્યાખ્યાનાવરણ ધન અને પ્રત્યાખ્યાનાવરણ ધને સમકાળે ઉપશમ થાય છે. સંજવલન ક્રોધ એના પછી દબાવાય છે, આમ ચારે પ્રકારના ક્રોધનો ઉદય અટકાવ્યા બાદ એને પોતાનો પડછા બતાવતાં રોક્યા બાદ માનને અને ત્યાર પછી માયાને અને લેભને સપાટામાં લેવાય છે.
(૪) અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ કષાયને સમકાળે ઉપશમ થાય છે ?
(૫) સૌથી દુજેય શત્રુ તે સંજ્વલન લે છે, કેમકે બીજા બધા કષાયોને દબાવ્યા બાદ એને વાર છેલ્લે આવે છે અને બીજું એને સર્વથા ઉપશમ કરવા માટે એના પ્રથમ ત્રણ ભાગ કરી ત્રીજા ભાગની તે ટુકડે ટુકડા કરવા પડે છે.
(૬) નવ કષાયનું જોર અનંતાનુબંધી કષાયની આણ વર્તતી હોય ત્યાં સુધી એના. ઉદય સુધી જ છે. એના અસ્ત થતાં નવ નાકષાયા દબાવી શકાય છે–એના ઉદય રોકી શકાય છે. મુખ્ય શત્રુ કેદ પકડાતાં એનાં ગઠિયાઓનું જેર કયાં સુધી ચાલે ? એ તો પલાયન જ કરી જાય ને?
[અપૂર્ણ ] ૧. જુઓ આવસ્મયની નિgત્તિ (ગા. ૧૧૬)
For Private And Personal Use Only