SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૩૫ અંક : ૭ ] હીરસૌભાગ્યનું રેખાદર્શન આ વૃત્તિ કઈ બહુ વિસ્તારવાળી નથી. અને એવી રચવાની તે વૃત્તિકાર દેવવિમલગણની ઈચ્છા પણ નથી એ વાત નિમ્નલિખિત પદ્યમાં પ્રતિજ્ઞારૂપે જોવાય છે : ___" स्वोपज्ञहीरसौभाग्यकाव्यस्याव्यासशालिनीम् ।। कुर्वे वृत्ति विदग्धानां झगित्यर्थविबोधिकाम् ॥" વૃત્તિની પ્રશસ્તિ (. ૨૦ માં સૂચવાયા મુજબ આ વૃત્તિનું નામ સુખાવબોધા છે. આ વૃત્તિમાં સમાસ અને છંદ વિષે નિરૂપણું નથી. અલંકાર વિષે કવચિત્ ઉલ્લેખ છે. મૂળ કૃતિને અર્થ સમજાય એવી રીતે શબ્દાર્થ અને ભાવાર્થ રજૂ કરાયા છે. શબ્દોના અર્થ કરતી વેળા હેમ કોશ વગેરેની સાક્ષી અપાઈ છે. આ તેમજ ભાવાર્થ માટે રધુવંશ, નૈષધચરિત વગેરેમાંથી અવતરણો અપાયાં છે. કોઈ કોઈ વાર વ્યાકરણ વિષયક ચર્ચા પણ છે. ક્વિાકલાપને પણ ઉપયોગ કરાયો છે. સ. ૧૪, લે. ૭૩માં વાિિ પ્રયોગ સિદ્ધ કરવા માટે પ્રકિયામુદીને આશ્રય લેવાય છે. કોઈ કોઈ કર્તાના સમયમાં પ્રચલિત ગુજરાતી શબ્દ પણ નજરે પડે છે, જેમકે સમીરણ માટે સૂરવાય સ. ૯, શ્લો. ૯૨, હિન્દુ (પૃ. ૬૧૮), કથીપિ (પૃ. ૯૦૨), માંડવો પૃ. ૯ ૨ , ઘાંટ (પૃ. ૯૦૨), ગંગેરિઉ (“ખંજન” પક્ષી) (પૃ. ૨૬૮), અણાવ્યું (પૃ. ૧૭૫) ઈત્યાદિ, પૃ. ૬૮ ૧માં નીચે મુજબનું ગુજરાતીમાં અવતરણું છે – જરા યૌવનસ્યુ પ્રાણ ન હેઈ, જાતઈ પ્રાણુઈ પ્રાણ ન હઈ. પ્રાણનાથર્યું પ્રાણન હેઈ કીતિ પ્રીતિષ્ણુ પ્રાણન હોઈ” પ્રણેતા-હીરસોભાગ્યના કર્તાએ પિતાના પરિચયરૂપે પ્રત્યેક સર્ગના અંતિમ પદ્યમાં ડોક ઉલ્લેખ કર્યો છે. એ દ્વારા આપણે એ જાણી શકીએ છીએ કે શિવા સાધુ યાને શિવાસાહ એ એમના પિતાનું નામ છે, અને સૌભાગ્યદેવી એ એમની માતાનું નામ છે. હીરસૌભાગ્ય એ નામની કૃતિમાં એમણે એમની માતાનું નામ યોજી એને અમર બનાવી માતૃભક્તિ દાખવી છે. પ્રત્યેક સર્ષની વૃત્તિની પુષ્પિકમાં એમણે પોતાનું નામ દેવવિમલગણિ આપવા ઉપરાંત પિતાને, પંડિત સીહવિમલગણિના શિષ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. વૃત્તિના અંતમાં બાવીસ પઘોની પ્રશસ્તિ છે. એમાં કહ્યું છે કે શ્રીપતિને આઠ શિષ્યો હતા. તેઓ ઉત્તમ પંડિત હતા. તેમાંના એકનું નામ જગર્ષિ હતું. એ વિબુધનો પરિચય આપતાં કહ્યું છે કે એઓ છ વિકૃતિના ત્યાગી હતા અને ગૌતમસ્વામીની પડે એઓ છ છ વડે પારણું કરતા હતા. હું પાકો વડે જેમનું સમ્યકત્વરૂપ ધન લૂંટાયું હતું એ સૌરાષ્ટ્રના લોકોને એમણે પ્રતિબોધ પમાડ્યો હતો. એમણે વાચક પાશચન્દ્રને વાદમાં પરાસ્ત કર્યો, તેથી એ વાચક માલદેવ રાજાનું શરણું લઈ જોધપુરમાં ઘણે સમય રહ્યો હતો. એમના આ જગષિના શિષ્ય તે વિબુધ સીવિમલ. ૧. સ. ૧૪ શ્લો; ૧૮માં અર્થાન્તરજાસ” અલંકારનું સૂચન છે; ૨. સાધુને અર્થ “સાહ કરતી વેળા એમણે સુમતિસાધુસૂરિકૃત “સેમસૌભાગ્યકાવ્યનો ઉલ્લેખ કર્યો છે, જુઓ પૃ. ૪૪ 3. એમના એક શિષ્ય નામે હર્ષાનંદને વિવેકહર્ષગણિ અને પ. પરમાનંદ નામના બે શિષ્યો હતા, આ બંનેને અકબરે સન્માનિત કર્યા હતા. * For Private And Personal Use Only
SR No.521687
Book TitleJain_Satyaprakash 1952 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy