SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ અહીંથી પ્રાપ્ત મહાવીર-વર્ધમાનની મૂર્તિ ૧૨મી શતાબ્દીના કળાકૌશલનું સુંદર ઉદાહરણ છે. આ સ્થાનમાં રમાઈ સ્થિત પ્રતિમાઓના ઢગલામાં કેટલીયે જેના પ્રતિમાઓનાં અવશેષ મળે છે. કટ્ટર શેની છત્રછાયામાં આ ધર્મોનું અવિકૃત રૂપમાં રહેવું, એક મહાન ઐતિહાસિક સત્યને સામે લાવે છે. પુષ્યમિત્ર, શશાંક આદિ રાજાઓએ બૌદ્ધો પર અત્યાચાર કર્યો અને જ્યાં પાલિ રાજાઓએ વૈષ્ણવધર્મની ઉન્નતિમાં અડચણ કરી હતી ત્યાં કલર્રીઓના રાજવકાળમાં ત્રણે ધર્મોની ત્રિવેણી એકીસાથે વહેતી હતી. ધર્મયુગ” (તા. ૧૬-૯-૫૧) મથુરા શહેરથી બે માઈલ દૂર આગરા દિલ્હીના માર્ગ પર સ્થિત ૫૦૦ ફીટ લાંબો અને ૧પ૦ ફીટ પહોળો કંકાલીટીલા” નામે સ્થાન છે જ્યાં ઈ. સ. થી શતાબ્દીઓ પૂર્વે ઐતિહાસિક ભારતની પ્રાચીનતમ ઈમારત “દેવનિમિતરૂપ'નું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૮૭૧ થી લઈને ૧૮૯૧ ના વર્ષોમાં મેજર જનરલ કનિંઘમ, હાર્ડિગ, ગ્રાઉસ, બજેસ અને ફયુડરર દ્વારા ભિન્ન ભિન્ન સમયમાં કરેલા ખોદકામમાંથી હજારોની સંખ્યામાં જૈન મૂર્તિઓ, સેંકડે ઉત્કીર્ણ લેખે, આયોગપો, ચક્ષમૂર્તિઓ તથા અલંકૃત શિલ્પખંડે ઉપરાંત એક વિશાળ સ્તૂપ અને બે મંદિરનાં ખંડિયેરે મળ્યાં હતાં. ઈ. સ. પૂર્વે બીજી શતાબ્દીમાં બેઠેલા એક લેખમાં કંકાલીટીલાના આ વિશાળ સ્તૂપને ઉલ્લેખ ઢસ્તપ” નામથી મળે છે. વિદ્ધ સ્તૂપનું નામ છે અને દેવનિર્મિત તેનું વિશેષણ, ઉક્ત વિશેષણ તેના નિર્માણ કાળના સંબંધમાં પુર્ણ નિર્ણય આપે છે. પહેલો તે એ કે, ઈ. સ. પૂર્વે બીજી શતીમાં સ્તૂપ એટલે પુરાણે થઈ ચૂક્યો હતો કે લોકે તેના નિર્મપયિતા અને નિર્માણ સંબંધી ઈતિહાસને ભૂલી ગયા હતા. બીજો એ કે, આ સૂપનું નિર્માણ મૌર્યકાળથી પૂર્વની શતાબ્દીઓમાં થયેલું હતું, કેમકે બૌદ્ધોને ઈતિહાસ લખનાર તિબ્બતી લામા તારાનાથે લખ્યું છે કે મોર્યકાળની કળા “યક્ષલા' કહેવાતી હતી અને તેથી પૂર્વેની કળા “દેવનિર્મિતકળા.” બને સ્થિતિઓમાં એક જ તથ્યની પુષ્ટિ થાય છે કે આ સ્તુપ મૌર્યકાળથી પહેલાં નિર્મિત કરવામાં આવ્યું હતું. “વ્યવહારભાષ્ય, બૃહત્કથાકેશ, યશસ્તિલકચં૫, જંબૂસ્વામિચરિત્ર, વિવિધ તીર્થકલ્પઆદિ જૈન ગ્રંથમાં મથુરાના વિખ્યાત સ્તૂપ સંબંધે અનેક ઉલ્લેખ મળે છે. તેમાં પણ આને દેવનિર્મિત જ કહેવામાં આવ્યું છે. ચીની યાત્રી ફાહિયાનના યાત્રાવિવરણથી જણાય છે કે, પાંચમી શતીના અંત ભાગમાં હૂણેએ ભારત પર આક્રમણ કર્યું અને અહીંની સંસકૃતિક સંસ્થાઓને વેરવિખેર કરી નાખી. તેમના અલ્પકાલીન છતાં બર્બર શાસનથી મુક્તિ પામતાં સાંસ્કૃતિક કેન્દ્ર ફરી સંગઠિત અને વ્યવસ્થિત થાત પરંતુ આ જ સમયે મુસલમાને ચઢી આવ્યા ( જુઓ: અનુસંધાન પૃષ્ઠ : ૭૨ ) For Private And Personal Use Only
SR No.521682
Book TitleJain_Satyaprakash 1951 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1951
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy