SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ . દરેકના અર્થ વિચારીએ (અ) શકનુપ+કાલ=શક પ્રજાને જે રાજા છે તેને સંવત પછી તે રાજા શક જાતિને હોય કે ન પણ હેય. વધારે સંભવિત એ દેખાય છે કે તે પોતે શક જાતિને નહીં જ હેય (આ) શક+પકાલ; આમાં શક તે રાજાનું વિશેષણ છે એટલે રાજા પોતે શક જાતિને છે. પણ પ્રજા શક હોય કે નહિ, અન્ય પણ હોય; એમ જ હતું. જેથી તેવા શક રાજાના રાજ્ય અમલે એવો અર્થ થશે. (ઈ) શક+નુ+કાલ તેમાં શક=સંવત ( the year ) પ= રાજા ( the King) અને કાલ સમયે-રાજ્ય (in the reign): આખા સમાસનો અર્થ In so many years of the king's reign=(શક) રાજાનાં અમુક વર્ષ : પરંતુ જે કાલને અર્થ મરણ કે અંત લઈએ તો many years after the death of the saka king or after the close of the saka kings reign=33 રાજાના રાજ અમલ પછી (કે તેના મરણ પછી) આટલા વર્ષે એમ અર્થ કરી શકાય. એટલે પાંચે શબ્દવાળી સ્થિતિને અર્થ નીચે પ્રમાણે છે રીતે થયો (૧) શક એટલે કોઈ પણ સંવત્સર, (૨) શક એટલે વિક્રમ સંવત્સર, (૩) શક શાલિવાહન એટલે શાલિવાહન રાજાને સંવત્સર (૪) શક =શક પ્રજાને માન્ય હતો તેવો સંવત્સર (૫) શક રાજાના રાજઅમલે અમુક વર્ષ અને (૬) શક રાજાના રાજઅમલ બાદ અમુક વર્ષે ( છેલ્લા બેમાં પણ જે શકરાજાનું રાજય પ્રવર્તમાન તે સમયે હોય તે “રાજામલે એવો અર્થ ઘટાવી શકાય ખરે ખણ જે રાજા મરણ પામે હોય (તરત કે પૂર્વે ) ને છેલ્લે અર્થ જશક રાજાની રાજઅમલ બાદ આટલા વર્ષે એમ કહેવાને ભાવાર્થ જ નીકળી શકે? આ પ્રમાણે “ શકતૃપકાલ” શબ્દની સાલપણે સમજૂતી જાણવી. ) ઉપરોકત છ અર્થમાંથી અહીં પ્રથમ બે અપ્રસ્તુત છે, ત્રીજે અર્થ હિંદુ રાજાને સ્પર્શ છે એટલે તે પણ ઉપયુક્ત નથી. બાકીના ત્રણ વિશે જ વિચારવું રહે છે, એટલે કે કઈ શક પ્રજાએ, તેના કયા શક રાજાએ અને ક્યા સમયે સંવત્સર ચલાવે એટલું વિચારવાનું રહ્યું. જો કે આખીયે કાળગણનાને સમગ્ર ઈતિહાસ; (મહાવીરસંવત, ચેદિસંવત, ક્ષહરાટ સંવત, વિક્રમ સંવત, માલવ સંવત અને શક સંવત; એમ તે સર્વે સંવત્સર વિશેના અનેક મુદ્દાઓ) સવિસ્તરપણે અમે પ્રગટ કરેલા “પ્રાચીન ભારતવર્ષ” નામે પુસ્તકમાં (ભાગ ચોથાના અષ્ટમખંડે–પ્રથમ અને દ્વિતીય પરિચ્છેદ- પૃ ૧૦ થી ૧૧૩ સુધી) સમજાવેલ છે. વધુ જાણવાની ઈચ્છાવાળાએ તે પુસ્તક જોવા કૃપા કરવી. અહીં તે ઉપયોગી નિવેડે તેમ છે તેટલું જ જણાવીશું. [અપૂર્ણ (૩) પૂર્વાચાર્યો ફી (જે ભૂગોળમાં લેવાયાં છે તે)માંથી જે પ્રજા આવી તે શક કહેવાઈ. પછી પાશ્ચાત્ય વિદ્વાનોએ તેના પેટા વિભાગો પાડી જુદા જુદા નામે તેમને આળખાવી છે, જેમકે ચખણુવંશી શક, કુશનવંશી શક, હૃણ શક, તાતરિ શક ઈ. ઈ. For Private And Personal Use Only
SR No.521682
Book TitleJain_Satyaprakash 1951 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1951
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy