________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રો. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા
લેખક પૂજ્ય મુનિરાજ શ્રી. જંબવિજયજી જેનશાસનના મહાન જ્યોતિર્ધર કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી. હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજના પુણ્યનામથી જૈનપ્રજામાં ભાગ્યે જ કોઈ અપરિચિત છે. એટલું જ નહિ, પણ વિશ્વના કોઈ પણ ખૂણામાં વસતા સંસ્કૃત સાહિત્યના અભ્યાસી તમામ જૈનજૈનેતર વિદ્વાનોમાં પણ એમનું નામ અત્યંત પ્રસિદ્ધ છે. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં અને ભારતીય સાહિત્યમાં એમણે જે અમૂલ્ય અને મહાન ફાળો આપે છે તે પ્રત્યે દુનિયાનો તમામ સમજુ વિદ્વાન વર્ગ અત્યંત આદર અને પૂજ્યબુદ્ધિ ધરાવે છે. સર્વ દર્શનોના અને સર્વે ધર્મોના સાહિત્યનું મૌલિક અને સંપૂર્ણ જ્ઞાન તેમજ સાહિત્યની તમામ શાખાઓમાં એમની પારંગતતા એમના પ્રત્યેક સાહિત્યમાં જણાઈ આવે છે. એ સિદ્ધ કરી આપે છે કે ખરેખર તેઓ કલિકાલસર્વજ્ઞ હતા અને જ્ઞાનરૂપી મહાસાગરને જાણે પી જ ગયા હતા. તેઓ માત્ર મહાન સાહિત્યકાર જ ન હતા, પણ એક મહાન આધ્યાત્મિક યોગીશ્વર પણ હતા. ખરું કહીએ તો તેમને દરેક ક્ષેત્રમાં–વિષયમાં મળેલી સફળતાનું બીજ આ તેમની યોગસાધનાના પ્રભાવમાં જ રહેલું છે. ઉપરાંત તેઓ એક મહાન અને પવિત્ર રાજદ્વારી પુરુષ પણ હતા. સમગ્ર પ્રાણિમાત્રના હિતની દૃષ્ટિને નજર સન્મુખ રાખીને તેમણે રાજનીતિમાં અહિંસાના પ્રચારનો જે મોટો ભાગ ભજવ્યો છે તે એમના જીવનનું અત્યંત મહત્ત્વનું પુણ્યકાર્ય છે. આ બધી એમના જીવનની વિવિધ અલૌકિક શક્તિઓ અને સિદ્ધિઓ આજે પણ વિદ્વાનોને આશ્ચર્યમાં મગ્ન કરી દે છે. મહર્ષિ હેમચંદ્રસૂરિ પ્રત્યે જગતના નિષ્પક્ષ વિદ્વાનો કેટલે આદર અને પૂજ્યભાવ ધરાવે છે તેમજ તેમણે ભારતવર્ષ ઉપર કરેલા ઉપકારનું કેટલું બધું મૂલ્ય આંકે છે એ હકીકત શ્રી. કે. એમ. પાણિકર જેવા સંસ્કૃત સાહિત્યના મહાન વિદ્વાન અને ઈતિહાસવેત્તાના લખાણથી પણ વ્યક્ત થાય છે. શ્રી. કલમ માધવ પાણિકર કે જેઓ બિકાનેર રાજ્યના ભૂતપૂર્વ દિવાન અને વર્તમાનમાં ભારત સરકાર તરફથી ચીનમાં એલચી તરીકે નિમાયેલા છે. તેઓ સંસ્કૃતસાહિત્યના ઉચ્ચકોટિના અભ્યાસી અને વિદ્વાન છે. ઈતિહાસમાં તો તેઓ નિષ્ણાત જ ગણાય છે. ઉપરાંત પત્રકારત્વ અને રાજદ્વારી ક્ષેત્રમાં પણ તેમણે ઘણી નામના મેળવી છે. તેમણે થોડા વખત પૂર્વે A Survey of Indian History નામનું ઈતિહાસનું પુસ્તક લખેલું છે. આ પુસ્તક એટલું બધું સુંદર છે કે અત્યારે તે I A, S.: (Indian Admini
૧. બ્રિટિશ શાસન દરમ્યાન જે 1. C. S. (Indian Civil service)ની પરીક્ષા લેવામાં આવતી હતી તેને સ્થાને જ 1. A. S. ની પરીક્ષા અત્યારે લેવામાં આવે છે.
For Private And Personal Use Only