________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧ ] એ દિશામાં પગલાં પાડો
[૫ એ સર્વને જનસમૂહ ઈચ્છે છે એ રીતે બહાર મૂકીએ તો જગત આખું આશ્ચર્યમગ્ન થાય એવું પણ છે; અને એ સારુ જ્ઞાનખાતાની રકમો પણ છે. અફસોસ એટલો જ કે વિવેકનો અભાવ, નધણી બાતી દશા! પિતાના પોશાક, એમાં વપરાતા વસ્ત્ર અને એ અંગેની કિંમત પાછળ ગણત્રી કરનારા વ્યવહારી સમાજને જ્ઞાનના ગ્રંથ, એમાં સમાયેલ અપૂર્વ રહસ્ય, એને સજાવવા જોઈતા સ્વાંગ, એ માટે આજના યુગની શૈલી અને હરકોઈ એનો લાભ મેળવી શકે તેવી ભાષા સંબંધે વિચાર સરખો પણ ઉદ્દભવતો નથી !
- હવે સાહિત્ય પ્રકાશનને વ્યવસ્થિત બનાવ્યા વિના છૂટકો નથી. એને આજની પ્રજા હશે હેશે પી જાય તેવું સર્જવું પડશે. એમાં “શ્રી જૈન સત્ય પ્રકાશ સવિશેષ ફાળો આપી શકશે એનામાં એ શક્તિનાં દર્શન થાય છે. એક વાર પ્રથમ એને પગભર બનાવે. એની ઝોળી છલકાવી અને પાલીતાણાના શ્રેમસંઘને આખી વાત નવેસરથી ઉપર વર્ણવ્યા ધોરણે વિચારી એ દિશામાં પગલાં પાડવા અપીલ કરો.
જગતમાં જ્ઞાનની ભૂખ જાગી છે. ભૂખ ભાંગી શકાય તેવો ખોરાક જૈન સાહિત્યમાં ભર્યો પડ્યો છે. અગત્ય છે એને યથાર્થ રૂપમાં-ઉચિત હાથદ્વારા તૈયાર કરાવી પાત્ર સમૂહ સામે પીરસવાની.
( અનુસંધાન પૃષ્ઠ ૯થી ચાલુ ) ઈતિહાસ, પુરાતત્વ, સ્થાપત્ય, ચિત્રકલા, રીત-ભાત, રિવાજ આદિ જાણવા માટે અણમોલ સામગ્રી જેન વાડ્મયમાં સંગૃહીત છે. અને તે વિના પ્રાચીન ભારત સંબંધી જ્ઞાન અધૂરું જ રહેવાનું છે.
ઉપરાંત વિશાળ જેન વાલ્મયમાં કથાને પણ ઘણો મોટો ખજાનો ભરેલો છે. આ કથાઓ આધ્યાત્મિક, ધાર્મિક તેમજ નીતિબોધક અને મર્મવેધક પદ્ધતિએ લખાયેલી હોવાથી આજના યુગની દૃષ્ટિએ પણ ઘણી જ ઉોગી અને લાભદાયક છે. એમાં લેકરંજન અને લોકકલ્યાણ કરવાની ઘણી મોટી શક્તિ રહેલી છે. છતાં અસંતોષની વાત એ છે કે બાહ્ય જગતને અત્યંત અપભાગ જ આના પરિચયમાં આવ્યો છે અને આપણે પણ તેમને આકર્ષવા માટે કે પરિચય કરાવવા માટે જોઈએ તેવો પ્રયત્ન ઉઠાવ્યો નથી. છતાં એટલી વાત ચોક્કસ છે કે જગતમાં આના અત્યંત જિજ્ઞાસુ અને પિપાસુઓ પણ વસે છે, પરંતુ એ તૃષા છીપાવવા માટે સરોવર ક્યાં છે એની તેમને ખબર નથી. હવે તો સરવરે તરસ્યા પાસે જવું જોઈશ, એક વખત એમની તૃષા છીપાશે એટલે આપોઆપ જગતમાં સત્યજ્ઞાનના પિપાસુઓ એ તરફ વળશે જ. આ દૃષ્ટિએ આપણે સાધન-સંપાદન-પ્રકાશનપ્રસ્તાવનાલેખન, તનસાહિત્યનિમણુ આદિ કરીને જમતને યથાશક્ય પહોંચાડવું જોઈશે. એમ કરીશું તો આપણું સર્વકલ્યાણકર જૈન સંસ્કૃતિ જગતના ઉધ્ધારમાં ઘણો મેટો ફાળે અવશ્ય આપી શકશે. स. २००७ भाद्रपद कृष्णदशमी
मुनिराजश्री भुवनविजयान्तेवासी મુ. માનવ (નિર-નાર)
___ मुनि जम्बूविजय
For Private And Personal Use Only