________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
-
પ્રતીકાર ને પ્રત્યુત્તર ભગવાન મહાવીર અને જૈન સાધુનું વિકૃત ચિત્રણ, [ શ્રીવ્યથિતદય દ્વારા લિખિત દાદાનિયાં નામક પુસ્તકની સમીક્ષા.]
લેખક છે. મહેન્દ્રકુમાર ન્યાયાચાર્ય [સંકુચિત દષ્ટિના લેખકેના હૃદયમાં સાંપ્રદાયિક ઝેર કેવું ઠાંસીને ભરેલું છે તેને એક નમૂને આ માસિકના ગતાંકમાં “હંસ-મયૂરની આલોચનામાં દર્શાવે છે ત્યાં આ બીજ લેખક “યથિતહદય” ઉપનામધારી પોતાની માનસિક વ્યથાઓનું પ્રદર્શન “બૌદ્ધ કહાનિય” દ્વારા કરાવી રહ્યા છે અને તે પણ અહિંસા, મમતા અને સહાનુભૂતિના આદર્શ ઉધનની આડમાં! લેખક “વદતે વ્યાધાત”ની સામાન્ય સમજને પણ જતી કરીને શું સિદ્ધ કરવા ઇચ્છે છે તે તે તેઓ જ જશે. ૫ર તુ અમને થાય છે કે આવા હલકી કોટિનાં લખાણે સાહિત્યની સાચી કસેટીમાં મૂકી શકાય ખરાં? અને જે મુકાય તો ખરે જ આપણે ધર્મ, આપણા સમાજ અને આપણું રાષ્ટ્ર કઈ દિશા તરફ ધસડાઈ રહ્યાં છે એને ચિતાર આંખ સામે ખડો થઈ જાય છે. અંધાધૂંધીને લાભ લેવા જે સલાક વ્યાપારીએ યુક્તિઓ રચે છે એવી લેખન વ્યવસાયની આ કઈ તરકીબ તો નહિ હોય એ પ્રશ્ન સહેજે ઉદભવે છે. જે હે તે હો પરંતુ લેખક પોતે સાહિત્યનો સાચો રાહ ચૂક્યા છે. એ વિશે પ્ર. મહેન્દ્રકુમારજીએ હિંદીમાં એક તટસ્થ દષ્ટિએ જે આલોચના કરી છે એ જ ગુજરાતીમાં વાચ સમક્ષ રજૂ કરી હાલ તરત સંતોષ માનીએ છીએ. સંપા.]
લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં વિહાર પ્રતિ બે પુ રુષોનું ધર્મક્ષેત્ર હતું. બંનેય અહિંસાના પૂજારીઓ હતા. અને શ્રમણસંસ્કૃતિના ધરી હતા. ભગવાન મહાવીર અને બુદ્ધ લગભગ ૪૦ વર્ષ સુધી એકીસાથે એક જ પ્રાંતમાં અહિંસાની સાધના અને પ્રચાર કર્યો. ભ. મહાવીરને ઉલ્લેખ પાલો ત્રિપિટકામાં નિક નાતપુરના નામે આવે છે. ગિંઠ-નિમય-પરિગ્રહની ગાંઠ રહિત, જાતપુર-જ્ઞાતવંશના રાજકુમાર. ભ. મહાવીરની જીવનચર્યા કઠોર હતી. તેમણે કદી પણ પરિસ્થિતિ અથવા વ્યક્તિવિશેષની સગવડ માટે કોઈ સુકુમાર માર્ગ પ્રહણ કર્યો નથી.
બુદ્ધ છ વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું પરંતુ તેમને બેધિ પ્રાપ્ત ન થયું. તેમનું શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું. સુજાતાની ક્ષીરનું ભોજન લીધા પછી બુદ્ધ ઉગ્ર તપસ્યા અને શરીર પિષણ વચ્ચેને “મધ્યમ માર્ગ' કાવ્યો. આ મધ્યમ માર્ગમાં નિર્વાહને થોગ્ય બધી સગવડાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. એક વસ્ત્રને બદલે ત્રણ વસ્ત્ર, જેડા પહેરવા, પથારી, સ્નાનઘર, દવા વગેરે વગેરે બધી જીવનસામગ્રી બૌદ્ધવિહારોમાં સંચિત કરવામાં આવતી.
આનું માનસિક પરિણામ એ હતું કે મહાવીરની દીર્ધ અને ઉગ્ર તપસ્યામાં દોષ
For Private And Personal Use Only