________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ] કલકત્તાના જૈન મંદિરમાં ચિ, સા. [ ૨૫૭ ચિત્રો નવીનતમ હોવા છતાં તેમાં સજીવતા, ભવ્યતા અને સાર્વજનીન આકર્ષણની શકિતઓ ભરી પડી છે, રેખાઓ કંઈ અસુંદર નથી. રંગેની બહુલતા અને રેખાકૌશલ અદ્દભુત છે. મેં મારા એક બંગાળી કળાકાર મિત્રને એક દિવસે આના નિરીક્ષણું માટે આમંત્રણ આપેલું. તેઓ આ ચિત્રોને જોઈને ખૂબ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે પ્રાચીન ન હોવા છવાં આકર્ષણ અને ભાવના સમુચિત વ્યકતીકરણની દૃષ્ટિએ આ ચિત્રો અત્યંત મહત્વપૂર્ણ છે. હું આ ચિત્રના વિષયમાં મારે વિચાર પ્રગટ કરીશ એવું વચન પણુ આપી ગયા હતા.
મંદિરના ઉપરના માળે સમવસરણ, નેમિનાથ ભગવાનની યાત્રા, ઈંદ્રાદિ દેવો અને નવપદજી તેમજ વીસ રથાનાદિન સુરમ્ય ચિત્ર છે. વરતુતઃ આવાં સુંદર ચિત્રો હોવા છતાં જેને કોઈ ખાસ કળાની દૃષ્ટિએ તેને અભ્યાસ કરતા નથી અને તે તરફ ખાસ દષ્ટિએ અવલોકન પણ કરતા નથી, એ એનો વિષય છે. અહીંના જુના મુનિમજી શ્રીભવરલાલજથી જણવા મળ્યું કે અહીં જે પ્રાચીન હસ્તલિખિત પિથીઓને સંગ્રહ છે તેમાં સુવર્ણાક્ષરોરી અંકિત “ભગવતીસત્ર’ સચિત્ર હતું. એ સૂત્ર આગમોઢારક સાગરાનંદસરીશ્વરજીએ જોયું હતું પરંતુ આજે એ ગ્રંથને પત્તો નથી લાગતો.
રાય બદ્રીદાસજીના મંદિરમાં પણ જૈનધર્મનાં અનેક પ્રસંગો સાથે સંબંધ રાખનાર ચિત્રો ઉપરના ભાગમાં વ્યવરિતરૂપે લાગેલી છે. કયા કયા વિશિષ્ટ પ્રસંગોને લક્ષીને એ બનાવવામાં આવ્યાં છે તે તો અત્યારે જીવવું મારે માટે મુશ્કેલ છે કેમકે તેની યાદી મારી પાસે રહી નથી. પરંતુ ચિત્રો અત્યંત સુંદર છે એમાં શક નથી.
અહીં બાંબુ સાહેબના નામનું એક અજાયબર પણ છે, જેમાં એક હજારથીયે અધિક કાગળ અને તાડપત્રના હરતલિખિત ગ્રંથો છે, જેમાંના કેટલાંક તો સચિત્ર છે. આમાં જે ચિત્રો મળી આવે છે તેમાંથી મારી દ્રષ્ટિએ એક ચિત્ર અત્યંત મહત્ત્વપૂર્ણ અને અન્યત્ર અનુપલબ્ધ છે. સંપૂર્ણ રામાયણના ભાવને અત્યંત સુંદર રીતે એક જ વિસ્તૃત પટ પર ત્રિકિત કરેલા છે. પ્રાચીન તો નથી પરંતુ વિષયની દૃષ્ટિએ આ રચના નવીન અને મનોહર છે. વિખ્યાત કલામર્મજ્ઞ શ્રદ્ધેય અધેન્દ્રકુમાર ગાંગુલી તે આ ચિત્રો પર મુગ્ધ છે.
અહીં રોયલ એશિયાટિક સોસાયટી, બાબુ પૂરણચંદજી નાહર, શ્રીઅર્થેકમાર બાંગુલી, બાબુ નરેન્દ્રસિંહજી સિંધી આદિ મહાનુભાવોએ પિતાના સંગ્રહમાં જેન ચિત્રો અને લેખનકળાની સામગ્રી વિપુલ પ્રમાણમાં સુરક્ષિત રાખી છે. યુનિવરસિટીના આશુતેષ મ્યુઝિયમમાં મે વિશાળ જૈન વિજ્ઞપ્તિપત્રો પણ છે, તેમાંથી એકમાં રેટિયો કાંતતી સ્ત્રી બતાવવામાં આવી છે. પં. નેહાજી આ મ્યુઝિયમ જોવા આવ્યા ત્યારે આ રેટિયા ઉપર તેમની નજર ગઈને ઉલ્લાસભેર કૂદી પતાં ને આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું: “એરે! જેનેએ પિતાની કળાઓની શાખાઓના સાધનમાં રેંટિયાને પણ સ્થાન આપેલું છે?”
આથી જ અમારે જૈન-જૈનેતર વિદ્વાનોને કહેવું પડે છે કે “તમે તેની સંસ્કૃતિને. ઈતિહાસ, તત્વજ્ઞાનને ઊંડાણથી અભ્યાસ કરે તે જ જેના અંતસ્તલનો પત્તો લાગશે ને તમે પણ એવા જ આફરીન બની જશે.”
For Private And Personal Use Only