SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૦ ] * શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ વિષ્ણુતવ ને બીજા હાથમાં દ્વતત્વ લઈ કાર્ય સાધનાર સાધુરાજ આયકાલક વિષે જાણું લખાયું છે. યુરોપીય વિદ્વાનોએ પણ તેમના વિષે પિતાની સંશોધક લેખની ચલાવી છે, પણું શોકની બીના એ છે, કે કેટલાક ભારતીય વિદ્વાનોએ જ્યારે તેમના વિષે પિતાની લેખિનીને પ્રવૃત્ત કરી છે, ત્યારે આ મહાન વિભૂતિને ભારે અન્યાય કર્યો છે. યુરોપીય વિદ્વાનો જે આક્ષેપ નથી કરી શક્યા, તે આક્ષેપ આ વિદ્વાનોએ—અલબત્ત તેઓની સંખ્યા સાવ અલ્પ છે-કર્યો છે. તેમને “રાજદ્રોહી' ચિતરતાં તેઓ શરમાયા નથી. અમર નેતાજીની યાદ પણ આપણું સારા નસીબે સ્વનામધન્ય અમર નેતાજી સુભાષબાબુને ઈતિહાસ આજે જીવતો જાગતો આપણું નજર સામે છે. એટલે આ કાલકને ન્યાય આપવા માટે આપણે બીજાં દષ્ટતા ખોજવા જવું નહિ પડે. આપણે એ જાણીએ છીએ, કે જયારે હિંદમાંની અત્યાચારી સરકારને દૂર કરવા માટે “અહટીમેટમ' આપી દેવાની તેમની વાતને હાસ્યાસ્પદ ઠેરવવામાં આવી, તેઓને સાથ આપવાની સમગ્ર પ્રજાએ ના ભણી, ત્યારે તેઓ પિતાના જીવના જોખમે છૂપે વેશે હિંદમાંથી અદશ્ય થઈ પરદેશ પહોંચ્યા–જર્મની અને જાપાન ગયા. ને તે લોકોની તમામ પ્રકારની સહાય લઈ દેશના ઉદ્ધાર માટે એક સ્વદેશાવત્સલ વીરને શોભે તેવી ઝુંબેશ ઉઠાવી. સુભાષબાબુના આ દૃષ્ટાંતને સમજનાર જ્યારે આર્યકાલક વિષે બ્રમપૂર્ણ વિધાને કરવા તત્પર થાય છે, ત્યારે ભારે દુખ સાથે આશ્ચર્ય થાય છે. અને ત્યારે આપણા લોહી સાથે ભળી ગયેલ સ્વ-સંપ્રદાય તરફ પ્રેમને પર-સંપ્રદાય પર દ્વેષને જૂના વારસે કેટલાક લેખકેમાં હજીય જીવતો જાગતો જોવા મળે છે. એમ ન હોત તો ગુજરાતના મહાન તિર્ધર કલિકાલસર્વજ્ઞ શ્રી. હેમચંદ્રાચાર્યને જેમ ગુજરાતની જે વણી લેખિનીઓએ અન્યાય આપી – ઇતિહાસથી અસંમત તેજેષપૂર્ણ ચિત્રણ કર્યું એ રીતે ઉત્તર ભારતના કેટલાક જાણીતા લેખકોએ આર્ય કાલક વિષે અનેક જાતના ગપગોળા હાંકી-એક મહાન પ્રજાના વીરને અન્યાય કર્યો ન હેત, બકે પ્રજામાં પ્રવૃત્ત બનેલી કર્તવ્યભીરતાને જગાનાર વીર તરીકે તેમનું સન્માન કર્યું હતું. આધ્યાત્મિક શક્તિને રાજકીય પ્રભાવની દાસી માનનાર આ લેખકે એ સમજવું જોઈએ કે શાસન એ પ્રજાના સુખ માટે છે, શાન્તિ માટે છે, સલામતી માટે છે. આ ત્રિવિધ ધર્મથી જે ચુકે એ શાસને શાસન નથી, રાજા રાજ નથી, અને તેની સામે બળવો કરવો એ પ્રત્યેક સુજ્ઞ પ્રજાજનની એક કરજ થઈ પડે છે. અસ્તુ. કુત્સિત પ્રયત્નની કેરિટમાં અગ્રગણ્ય ગ્રંથ આટલા પ્રાસ્તાવિક વિવેચન પછી-આપણે પ્રસ્તુત વિષય પર આવીશું. મહાન નતિધર આર્ય કાલકને પ્રજા સમક્ષ રજૂ કરવાના પ્રયત્નોમાં “ડિ-નાટિકા'નો બનાવ ટૂંક સમય પહેલા અને તાજો જ છે. પણ અહીં જેની ચર્ચા પ્રસ્તુત છે તે હૃક્ષ-વૃર નામક હિંદીભાષાના નાટક દ્વારા થયેલા પ્રયત્ન તો તે પ્રકારના કુકિત પ્રયત્નોની કાટિમાં અગ્ર સ્થાને બિરાજે તે છે હિન્દી સાહિત્યમાં જાણીતા બનેલા દંત-મયૂર નામના આ ઐતિહાસિક નાટકગ્રંથના લેખક, અનેક અન્ય પ્રસિદ્ધ પુસ્તકનાં કર્તા શ્રી, વૃંદાવનલાલ વર્મા નામના For Private And Personal Use Only
SR No.521666
Book TitleJain_Satyaprakash 1950 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy