SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતીકાર ને પ્રત્યુત્તર “કેટલીક મિથ્યા કલ્પનાઓ.” લેખક : પૂજ્ય મુનિરાજ શ્રીન્યાયવિજયજી (ત્રિપુટી) આજકાલ કેટલાક નવયુવાન ઉત્સાહી લેખકે લખવાની શરૂઆત કરતાં આપણા પ્રાચીન પૂજ્ય પુરુષોના જીવન પ્રસંગે આલેખે છે અને એમાં ક૯પનાના રંગે ચિતરી જીવનપ્રસંગોને વિચિત્ર કરી મૂકે છે. સેલંકી યુગની કીર્તિકથાના હેઠળ રજુ કરાયેલી કથા કેવી વિકૃત છે તે હું જેન' પત્રના પહેલાંના અંકમાં રજુ કરી ગયો છું. ત્યાં એવી જ બીજી વિકૃત કથાને પ્રસંગ આપું છું. સુજ્ઞ વાચકે આ વાંચીને લેખકનું કેટલું અજ્ઞાન છે તે સહેજે સમજી શકશે. પટણથી પ્રકાશિત થતા “પ્રદીપ” ના રોટરી-વિશેષમાં શ્રીયુત “રમણ નામના લેખકે “મહાવીરકે અન્તિમ શબ્દ ” નામક એકાંકી નાટિકા રજુ કરી છે. લેખકે શરૂઆતમાં લખ્યું છે કે – "वैशाली के लिच्छवीवंशीय राजाके पुत्र वर्द्धमान बचपनसे विरक्त होते हुए भी विवाह के बाद एक पुत्री का जन्म दे तीस वर्षकी अवस्थामें गृह त्यागकर श्री पार्धनाथजीके शिष्य हो गये और बारह वर्षों की तपस्याके बाद महावीर जिन कहलाए। ८० वर्षकी उमरमें पटना के पास 'पावा' नामक स्थानमें उनकी मृत्यु हुई। मृत्युके समय उन्होंने जैनधर्मके प्रधान उपदेशोंकी पुनरावृत्ति भी की।" । વાચકે સમજી શકશે કે “પાર્શ્વનાથજીકે શિષ્ય હે મચે આ વાત જ તદ્દન અસત્ય છે. એક સામાન્ય જૈન પણ જાણે છે કે તીર્થકરને તીર્થંકરના ભાવમાં કાઈનું શિષ્યત્વ હેતું જ નથી. મહાવ્રત ઉચ્ચારતી વખતે “કરેમિ ભંતે' મનું ભંતે બોલતા નથી. ૮૦ વર્ષની ઉમરમેં પણ તદન બટું વિધાન છે. તેઓશ્રીનું આયુષ્ય ૭ર વનું જ છે. લેખક મહાશયે “મહાવીરચરિત્ર' વાંચ્યું હોત તો આવી ભૂલ ન થાત. આગળ ઉપર કાપનિક સંવાદો રજુ કર્યા છે. પિતા, મંત્રી વગેરેના સંવાદો તદ્દન કલ્પિત જ છે. પછી ચિત્રા દાસીઓ અને યુવરાની સાથેના સંવાદો પણ કપિત જ છે. પણ અન્તિમ દશ્યમાં લેખકે કલ્પનાના ગળા જ ગબડાવ્યે રાખ્યા છે. " आसपास अनेक जैनभिक्षु मौजुद है जो उपचारमें लगे हुए हैं। कह दिनोंसे अवस्था अत्यन्त चिन्ताजनक है। अत्यन्त क्षीण रुग्ण अवाजमें थकावट लिये हुए है।" લેખકની આ ક૯૫ના તદ્દન અવાસ્તવિક અને સત્યથી વેગળી છે. ભગવાન શ્રી મહાવીર દેવ તો અન્તિમ અવસ્થામાં સેલ પહેરની અખંડ દેશના–ધમ દેશના દેતા દેતા જ નિર્વાણ પામ્યા છે. નથી શરીરમાં વ્યાધિ, નથી અવાજમાં ખામી કે નથી થકાવટ, તેમાં તેમને ઉપચારની જરૂર કે સેવાની જરૂર પડી નથી. અતિમ સમયે નથી રાખી શયા કે બીજું કાંઈ સાધન. એમને તો અતિમ સમયે ચોવિહાર છઠ છે–એ––ઉપવાસ કર્યા છે અને સેલ પહોર અખંડ દેશના દેતા જ નિર્વાણ પામ્યા છે. હજી લેખક કલ્પનાના તરગે ચાતા લખે છે. For Private And Personal Use Only
SR No.521666
Book TitleJain_Satyaprakash 1950 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy