________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેને સત્ય પ્રકાશ દાયિકતાનો છે, ને એમાં કોઈ ધર્મને મલીચ રીતે ઉતારી પાડવાને કોઈ ધર્મવાળાને હક નથી.
વિદ્વાન ભૂમિકાલેખકે ગ્રંથ પૂરે વાંચ્યો નથી? અમે તે એમ માનવા પ્રેરાઈએ છીએ, કે-છે. અમરનાથ ઝાએ આ ગ્રંથ વાએ જ નથી. તેઓ એક જગ્યાએ લખે છે, કે ઇતિહાસ વાતો વહેવા લાવો પિયal નહીં !' તે ઈતિહાસપ્રસિદ્ધ એક સતી સ્ત્રીને મહી ને નિર્બળ બી બતાવવી એમાં વિદ્વાન મહાશય ઈતિહાસની ક્ષતિ નથી માનતા? આવા ઇતિહાસની વિકૃતિથી ભરેલા ગ્રંથને અંજલિ આપતાં વળી તેઓશ્રી લખે છે.
"केवल ऐतिहासिक दृष्टिसे देखा जाय तो भी नाटक आदरका पात्र है।"
માનનીય વિદ્વાનની કેવી રીતે ટીકા કરવી તે પણ સમજાતું નથી. છેવટે અમે વિદ્વાન ભૂમિકાલેખક મહાશયનાં ઉપસંહારનાં વાકયો વાચકેની સમક્ષ રજૂ કરીએ છીએ.
"मेरी सम्मति में ऐसी उत्तम पुस्तक यदि विद्यार्थियों को पढने को मिले, तो मनोरञ्जन के साथ साथ उनको भारतीय संस्कृति से भी परिचय होगा और उनको अच्छा उपदेश मिलेगा।"
“મારી સંમતિમાં આવી ઉત્તમ પુસ્તક જે વિદ્યાથીઓને વાંચવા મળે તે મનોરંજનની સાથે સાથે તેમનો ભારતીય સંસ્કૃતિઓ સાથે પરિચય થશે અને તેઓનો સાર ઉપદેશ મળશે.” (ભૂમિકા, પૃ. ૨)
અમને તે એમ કહેતાં પણ સકાચ નથી થતો કે શ્રી અમરનાથ ઝા ઈતિહાસની સાક્ષીએ આ નાટકનું અવલોકન કરે તે આજે પણ તેમને એ માટે ખેદ થયા વગર નહીં રહે. જરૂર છે માત્ર તટસ્થરીતે પુસ્તકનું અવલેકને કરવાની ને કુરસદ મેળવવાની. ભારતીય સંસ્કૃતિ એટલે શું શૈવ સંસ્કૃતિ માત્ર અને એને ઉપદેશ એટલે શું? આઝાદહિંદના વિદ્યાર્થીઓને શું છે. અમરનાથ ઝા જૂના ધાર્મિક કલેશકર વિવાદના કાદવમાં હજીય રચ્યાપચ્યા રાખવા માગે છે? અમે તેનો જવાબ માગીએ છીએ,
પ્રાંતને માનનીય કેળવણી–પ્રધાન પણુ લક્ષ આપે અમે મધ્ય પ્રાંતની સરકાર અને માનનીય શિક્ષામંત્રીનું પણ ધ્યાન આ તરફ ખેંચવા માગીએ છીએ, અને કહેવા માગીએ છીએ કે આઝાદ હિંદમાં હવે આવાં અનિષ્ટકારી પુસ્તકનો નાશ ન થયા તે ન જાણે ભારત ફરીથી સાંપ્રદાયિક ષમાં કપાં જઈને ઊભું રહેશે ને એના ઈતિહાસમાં ન જાણે કેવી વિકૃતિ આવી જશે.
પ્રાન્ત અમે માનીએ છીએ કે વર્માજીએ ભલે ગમે તેટલી સાહિત્યસેવા કરી હોય પણ આ કૃતિના નિર્માણથી તેમણે દૂધથી ભરેલા ઘામાં વિષનું સિંચન કર્યું છે, તેમણે સત્યરૂપી ઈશ્વરન, આર્યસંસ્કૃતિને અને જેનસમાજનો કોલ કર્યો છે. શું આ દ્રોહને એ પ્રાયશ્ચિત્ત કરી વર્માજી પિતાની સુજનતાની સાબિતી આપશે ?
આઝાદ ભારતના નવ સાહિત્ય-નિર્માતાઓ કઈ દિશા તરફ જઈ રહ્યા છે, એ કંઈ સમજાતું નથી. હમણું જ સમાચાર મળે છે, કે પ્રયાગના “છાત્રહિતકારી પુસ્તકમાયા, દારાગંજ' તરફથી “બદ્ધ કહાનિયાં' નામનું પુસ્તક પ્રગટ થયું છે, તેના લેખક બચિતહદય' નામક ઉપનામધારી છે. તેમણે ભ. મહાવીર ને જૈન સાધુઓનું વિકૃત ચિત્ર આપી, ઠેર ઠેર ગાલીપ્રદાન કર્યું છે. આ જાતના નવાં કલેશકારક પુસ્તકે પ્રગટ કરી દેશનું શું ભલું કરવાનું છે, તે તે તેના લેખકે જાણે. પણ આપણે કેળવણું ખાતાના અધિકારીઓને નમ્ર સૂચના છે, કે કૃપા કરીને આવા સાહિત્યને ભારતની આવતી કાલની આશા સમાન વિદ્યાથીઓના અભ્યાસક્રમમાં ભૂલથી પણ સમાવેશ ન કરશો.
For Private And Personal Use Only