________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧] હસમયૂરની આલોચના
[ ૨૪૧ ને જેને સંમાન્ય વીરાની ગૌરવગરિમાની હત્યા કરવાનું તેમણે પ્રયાસ કર્યો છે, એ જ તલવાર તેમના પિતાના ઈષ્ટજન ને ઈષ્ટદેવ માટે પણ વપરાય તેમ છે. પણ એથી “બીએ બી. વાળો ન્યાય થાય” તેમ હોવાથી અમે એ જતું કરીએ છીએ. અમે તે માનીએ છીએ કે શૈવ કે વૈષ્ણવ સંસ્કૃતિ જ માત્ર આય કે ભારતીય સંસ્કૃતિ નથી, પણ બ્રાહ્મણ, જેન ને બદ્ધ સંસ્કૃતિની પવિત્ર ત્રિવેણીમાં જ ભારતીય સંસ્કૃતિનું મધુ છુપાયેલું છે.
બેતુકી વાતોથી ભરેલું આખું પુસ્તક આ આખું પુસ્તક આવી બેતુકી વાતોથી ભરેલું છે, ને લેખકે તેમાં પોતાના હૃદયનું ઝેર પાને પાને ઠાલવેલું છે. એમણે ઈતિહાસની તે એવી મટ્ટી પલિત કરી છે, કે આપણા આવા સાહિત્યકાર માટે શરમથી માથું નીચું ઢળી જાય છે. આજના બિનસાંપ્રદાયિક જમાનામાં જાતી વિભાજન નીતિના પ્રચારથી કે પૂર્વગ્રહ ને આભડછેટના રોદણું રડવાથી લેખક શું હાંસલ કરવા માગે છે ? તેઓ પોતાની પ્રસ્તાવનામાં કહે છે, કે “ધાર્મિક વિવાદથી પેદા થયેલ કલહે સમાજને બહુ અસ્ત-વ્યસ્ત ને નિર્બળ કરી નાખ્યો હતો.” (જુઓ પૃ. ૬) વર્માજી આ નવે વિવાદ પેદા કરી નવું શું સાધવા માગે છે ? તેઓ પિતે કઈ શતાબ્દીમાં જીવવા જનતાને લઈ જવા માગે છે?
ભૂમિકાલેખક ડૉ. અમરનાથ ઝાનું આ વિકૃત કૃતિને સમર્થન
આ પુસ્તક વિષે આટલું લખ્યા પછી, આ પુસ્તકને પિતાની ભૂમિકાથી વિભૂષિત કરનાર કાશી વિશ્વવિદ્યાલયના વાઈસ ચાન્સલેર માનનીય ડો. શ્રી. અમરનાથ ઝા વિષે બે શબ્દ કહેવાના પ્રાપ્ત થાય છે. એ સુવિદિત વાત છે, કે આજકાલ કેટલીકવાર આપણા વિઠાને પુસ્તકનું મુખ જેવા કરતાં માત્ર લેખકનું મુખ જોઈને જ સારી-બેટી પ્રસ્તાવના લખી આપે છે. જે એમ ન હેત તે છે. શ્રી અમરનાથ ઝા જેવા વિખ્યાત વિદ્વાને આવી અગામ બગામે રીતે લખાયેલી, કેવળ સાંપ્રદાયિક દ્વેષને વધારનારી કે વ્યકત કરનારી અને ઇતિહાસના ખૂન ઉપર જ રચાયેલી આ કૃતિને તેમણે પિતાની સંમતિની મહેર ન મારી હેત, અને લેખકને પ્રેમચંદ્રજી કે પ્રસાદજી કરતાં પણ વધુ શ્રેષ્ઠ બતાવ્યા ન હતા. વર્માછની સાહિત્યસેવા પરત્વે જનતામાં માનની લાગણું હેય ને વિદ્વાનને તે માટે આદર હેય તેની ના નથી. અમે પણ સાહિત્યકારના આવા આદરના સહભાગી બનીએ છીએ. છતાં એ માન એવું ન હોવું જોઈએ કે ખુદ લેખકનું જ અપમાન કરે. ભારતીય ઇતિહાસની ઝલક એટલે પરદેશની રીતે સતી સાધ્વી સ્ત્રીઓને પ્રણયલીલી રમતી બતાવવી તે માનનીય ઝા સાહેબ જરૂર ખુલાસો કરે, કારણ કે આ જમાનો બિનસાંપ્રદાયિક છે, ને એમાં કોઈ ધર્મને ગલીચ રીતે ઉતારી પાડવાનો કોઈ ધર્મવાળાને હક નથી.
આધુનિક યુગ માટે તદ્દન નિરર્થક કલેશકર આ કૃતિના ભાષા–ભાવ વિષે ભારોભાર વખાણ કરતા છે. ઝા. કહે છે, કે જે આ નાટક કુશલ પાત્રો દ્વારા ભજવાશે તો પ્રેક્ષકોને ભારતના ભૂતકાળની એક અપૂર્વ ઝળક જોવા મળશે.'
અમને લાગે છે, કે ભારતના ભૂતકાળની ઝલક એટલે શૈવધર્મની મહત્તા ને જૈન તથા બૌદ્ધ ધર્મની નિંદા એમજ બનારસ વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ માનતા હશે. ભારતીય ઈતિહાસની ઝલક એટલે પરદેશની રીતે સતી સાધ્વી સ્ત્રીઓને પ્રણયલીલા રમતી બતાવવી તે માનનીય ઝા સાહેબ જરૂર ખુલાસો કરે, કારણ કે આ જમાન બિનસાંપ્ર
For Private And Personal Use Only