________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ] ભોજકટ
[ ૨૦૭ આ બીજુ ક્રોધના આવેશમાં અકાર્ય કરીને પાછળથી પસ્તાયેલા રુકિમ રાજાએ ખૂબ રુદન કરવા માંડયું– 'અરે વત્સા વિદર્ભ ! તું કયાં ગઈ! ક્રોધ ખરેખર ચંડાળ છે. રુકિમણુએ પ્રદ્યુમ્ન માટે માગણી કરી છતાં મેં તેને ન આપી મારે મંદબુદ્ધિવાળા મને ધિક્કાર છે.” આમ રાજ રુદન કરતા હતા તેવામાં તેણે વાજિંત્રોને સુંદર અવાજ સાંભળે. રાજાએ તપાસ કરાવી. આ અવાજ ક્યાંથી આવે છે. ત્યારે સેવક પુરએ તપાસ કરીને કહ્યું કે, “મામ બહાર એક મહેલમાં ચાંબ અને પ્રદ્યુમ્ન વૈદર્ભો સાથે રહેલા છે. ત્યાં આ સંગીત ચાલી રહ્યું છે.' રાજાએ હર્ષિત થઈને બંનેને પિતાને ત્યાં બોલાવ્યા અને હવે તે ભાણેજ તરીકની અને જમાઈ તરીકે ની એમ બેવડી સગાઈ થવાથી પ્રદ્યુમ્નની ખૂબ આદર-સન્માનપૂર્વક ભકત કહી. પછી રુકિમતી રજા લઈને શાંબ અને પ્રદ્યુમ્ન બને દ્વારકામાં આવી પહોંચ્યા. રુકમણ પણ ઘણી જ ખુશી થઈ.”
(જુઓ: ‘ત્રશષ્ટિશલાકાપુરુષચરિત્ર' પર્વ. ૮. સર્ગ–છે.) ત્યાર પછી છેવટે શાંબ અને પ્રદ્યુમ્નકુમારે નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લીધી છે અને અંતે સાડા આઠ ક્રોડ મુનિઓની સાથે સિદ્ધક્ષેત્ર ઉપર મીલમાં ગયા છે. પ્રદ્યુમ્નની પત્ની વિદભ પણ દીક્ષા લઈને અંતે ૪૪૦૦ ની સાથે સિદ્ધક્ષેત્ર ઉપર મેક્ષમાં ગયાં છે.
અamરિ-ગજિલ્લા, બાપુથી થાય મળશે !
कालयसूरि संबो, पज्जुनो मूलदेवो अ॥
–આ રીતે માની ગાથામાં પ્રાતઃકાલના પ્રતિક્રમણમાં આપણે રોજ આ શબપ્રદ્યુમ્નનું સ્મરણ કરીએ છીએ.
- ભોજકટના સંબંધમાં બી ને એક ઉલ્લેખ “ઉતરાધ્યયન સૂત્રના બીજા અધ્યયનની ૩જી ગાથાની ટીકામાં સુધા પરીષહના સંબંધમાં આવે છે –
ઉજજયિની નગરીમાં હસ્તિમિત્ર નામ ગૃહપતિ રહે છે. તેણે હતિમૂતિ નામના પુત્ર સાથે દીક્ષા લીધી હતી. સાધુ બે સાથે વિહાર કરતા તેઓ ઉજજયિનીથી ભેગકટક ( અકટ) નગર તરફ જતા હતા. અટવીમાં ચાલતા રસ્તામાં હસ્તિમિત્ર સાધુને બહુ ખરદાર કટ વાગે. ચાલવું પણ અશક્ય થઈ પડ્યું. સાથેના સાધુઓ એ હસ્તિમિત્રને કહ્યું કે, “તેમને ઉપાડીને ચાલી એ.’ પણ હસ્તિતંત્રે તેમ કરવાની ના પાડી, સાધુઓને કહ્યું કે “તમે આગળ જાઓ. હું અહીં જ દેહને ખપાવીશ.' સાધુઓએ આગળ વિહાર કર્યો. હુંસ્તમિત્રને પુત્ર હસ્તિસૂતિ સાધુ બા સાથે છેડે સુધી ગયે, પણું તેનું મન માન્યું છે. એટલે પિતાના સ્નેહથી પાછો ફર્યો. પિતાએ ઘણું કહ્યું કે “ સાધુઓ પાસે ચાલ્યો છે. અહીં મેટા જંગલમાં આહાર વિના હું ભૂખે મરીશ.' પુત્ર કહ્યું કે, 'જે થવાનું હશે તે થશે, પણ હું અહીં તમારી પાસેથી જવાનો નથી.” પિતા હસ્તમિત્ર અપાશન કરી કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થયા. પુત્રનું શું થશે એ ચિંતાથી તરત જ તેમણે મૃતશરીરમાં પ્રવેશ કર્યો, તેથી પુજને કાળ કર્યાની કશી ખબર જ પડી નીં. મૃતશરીરમાં રહેલા દેવે કહ્યું કે, "ભિક્ષો માટે ઝાડ નીચે જા.' હસ્તિભૂતિ
૧ વૈદિક સાહિત્યમાં એમ જણાવ્યું છે કે પ્રદ્યુમ્ન અને વેદમીના પુત્ર અનિરુદ્ધનું લગ્ન પણ રુકિમ રાજાના પુત્રનો પુત્રો એકમાવતી સાથે થયું હતું.
For Private And Personal Use Only