________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ પ્રસ્તાવના (પૃ. ૩૨-૩૩)માં કહ્યું છે. આ એમણે નિઃશેલા ઉલેમાં શીલાંકરિએ સૂયગડ (સૂમ, ૧, , ૨, ૩, ૧)ની નિજુત્તિ (ગા. ૩૮ )ની ટીકામાં જે નીચે મુજબનું વૈતાલીય દનું લક્ષણ અવતરણરૂપે રજૂ કર્યું છે અને જે જયદેવછન્દરા (અ. ૪, પૃ. ૧૫) ગત લક્ષણ સાથે ૧૪ લગભગ અક્ષરશઃ મળે છે એ નોંધ્યું નથી એટલે એ હું અહીં ઊમેરું છું – | મુનિ અને સતવ-જયદેવે અ. ૫, પૃ. ૨૦માં મુનિ અને સાવ એ બેના મત નાખ્યા છે. “મુનિ ” ને અર્થ હટ પિંગલ કર્યો છે.
પદ્ધતિ–પહેલા અધ્યાયમાં સંતાએ સમજાવાઈ છે. બીજા અને ત્રીજા અધ્યાયમાં વૈદિક છંદોનું નિરૂપણ છે. ત્યાર બાદ લૌકિક છંદના લક્ષણે વગેરે અપાયાં છે. આમ જયદેવ વસ્તુની ગોઠવણની બાબતમાં પિંગલને અનુસરે છે; બાકી પદ્ધતિમાં ફેર છે. જયદેવે છોનાં લક્ષણ છે તે છંદમાં આપ્યાં છે અને એથી પૃથક ઉદાહરણ આપવાની જરૂર રહી નથી.
વૈદિક છંદોમાંથી લૌકિક વર્ણવૃત્તો સર્વથા છૂટા પડી નહિ ગયા હતા એવા સમયમાં જયદેવે પોતાની કૃતિ રચી હશે એમ પ્રો. વેલણકરે પૃ. ૩૪માં કહ્યું છે. વિશેષમાં એમણે એમ પણ કહ્યું છે કે, અભિજ્ઞાન શાકુંતલ (બ, ૪, . ૮)માં જે વૈદિક છંદ વપરાયો. છે તે એ પ્રસંગને બરાબર અનુરૂપ છે, પરંતુ એ વૈદિક છંદનું લોકિક છંદે ઉપરની અસર અને ૫કડની છેલ્લી નિશાની સૂચવે છે. સંક્રાંતિ કાળમાં જયદેવ થયાનું છે. વેલણ કર માને છે. સંસ્કૃત એ વૈદિક ધર્મના જ અનુયાયીઓને વારસો છે એવી માન્યતા હજી પ્રચલિત હતી એવે સમયે જયદેવે પિતાની કૃતિ રચી હોવી જોઈએ. લેકિક સંસ્કૃત છ વિશે નિરૂપણ કરનાર એના જન્મદાતા ૨૫ વૈદિક છંદોની અવગણના કરી શકે તેમ ન હતું, એ સમયની જયદેવની કૃતિ હોવાથી એમાં વૈદિક છંદોને લગતી હકીકત જોવાય છે, એમ છે. વેલણકરનું કહેવું છે.
હર્ષદ-આ મુકુલ ભટ્ટના પુત્ર થાય છે. એમના નામને વિચાર કરતાં એ કાશ્મીરના હોવા જોઈએ, કાવ્યપ્રકાશના કર્તા મમટે એક મુલભટ્ટને ઉલેખ કર્યો છે. એમણે અભિધાવૃત્તિમાકા રચી છે. એમને સમય ઈ. સ. ૯૨૫ ની આસપાસનો છે. આ જ મુકુલ ભટ્ટના પુત્ર છે હટ કે કેમ એ નિર્ણય કર બાકી રહે છે; બાકી હર્ષટની ટીકાની હાથપથી જે વર્ષમાં લખેલી મળે છે એ હિસાબે હ. ઈ. સ. ૧૨૪ પહેલાં થયા છે.
જૈન છંદશાસ્ત્રીઓની વિવિધ કૃતિઓ છે. વેલણકરે અનારનવાર છપાવી છે તે તમામ એક પુસ્તક રૂપે વિશિષ્ટ પ્રસ્તાવના ઈબ્રાદિ સહિત છપાવવો ઘટે. જેની સમૃદ્ધ સંસ્થાઓ આ બાબત હાથ ધરશે તો આનંદ થશે.
ચુકથા નૈસા પદ્ય નિતી યુ એમ બે પાઠાન્તરની નધિ છે.
” અહીં “
” અને “ર
For Private And Personal Use Only