________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
JI
જયદેવકૃત જયદેવછન્દમ્ લેખક : શ્રીયુત પ્રો. હીરાલાલ ર. કાપડિયા એમ. એ. જેસલમેરના ભંડારમાં કેટલીયે એવી હાથપોથીઓ છે કે એ ન મળતી હોય તો આજે અમુક પ્રન્ય વિષે આપણે ભાગ્યે જ જાણી શકત. જ્યદેવે રચેલ જયદેવચ્છત્ત્વની અત્યાર સુધી એક જ હાથથી મળે છે અને એ જેસલમેરના ભંડારમાં છે. આ તાપત્રીય પ્રતિના પત્ર ૧-૧૦ માં જયદેવછન્દર્ છે, ત્યાર પછી ફરીથી ૧, ૨ એમ અંકવાળાં પડ્યો છે. તેમાં પત્ર ૧-૪૪ માં આ કૃતિ તેમ જ એના ઉપરથી હર્ષટની વિકૃતિ છે. ત્યાર બાદ બીજી કૃતિઓ છે. દેવસ્થાના અંતમાં વિ. સં. ૧૧૯ની સાલ છે, જ્યારે સંપૂર્ણ પ્રતિના અંતમાં વિ. સં. ૧૧૯૨ની સાલ છે. આમ આ પ્રતિમાં બે વાર લિપિસમય દર્શાવાયું છે.
હર્ષટની ટીકા સહિતના મૂળમાં જે પાઠ દેવાનું જોઈ શકાય છે તે સ્વતંત્ર મૂળથી કેટલીક વાર ભિન્ન છે અને એ તે બની શકે, પરંતુ એમાં આઠમા અધ્યાયને લગતો ભાગ સ્વતંત્ર કૃતિમાં પાંચ જ પઘો પૂરતો છે ત્યારે આ સટીક મૂળમાં બાર જેટલું છે. - જયદેવછન્જલ્સ નામની કૃતિ તેમ જ એના ઉપરની હટકૃત વિકૃતિનું સંપાદન છે. વેલણકરે બીજી ત્રણ કૃતિઓ સહિત કર્યું છે અને આ સંગ્રહનું નામ “જયદામનું ' ચોર્યું છે. સાથે સાથે એમણે અંગ્રેજીમાં પ્રસ્તાવના લખી છે. એના આધારે હું જયદેવ અને એમના સમય વિષે અહીં ઊહાપોહ કરું છું.
વેતપટ—જયદેવછન્દસ એ સંસ્કૃત કૃતિ છે, એમાં આઠ અધ્યાયો છે. પ્રારંભમાં જયદેવે ઈષ્ટદેવતાને–વર્ધમાનને નમસ્કાર કર્યો છે, એ ઉપરથી છંદશાસ્ત્રી જેન હોવાનું અનુમનાય . ત્રીજા અધ્યાયમાં એમણે વૈદિક છંદોનું નિરૂપણ કર્યું છે એ વાત બાધક નથી એ પ્રો. વેણુકરે વિસ્તારથી સમજાવી છે. અહીં તો એઓ જેને છે અને તેમાં પણ ભવેતાંબર છે એ હકીકત નેધીશું. નમિ સાધુ, સ્વયંભૂ, કવિદંપણના કર્તા અને જયકીર્તિજ એ તમામ જૈન ગ્રન્થકારે જયદેવને પિંગલ જેટલું મહત્વ આપવા
૧ આને પરિચય જયદામનની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૩૬-૩૭ અને ૪૬-૪૭)માં છે. વેણુક આપે છે.
૨ પત્ર ૪૬–૦૯ માં વિશિષ્ટ યાને વૃત્તજાતિસમુચ્ચય છે અને પત્ર :૯૦-૧૮૩માં કવિશિષ્ટ ઉપરની ગેપાલની ટીકા છે. આના પછી ફરીથી ૧, ૨, એમ અંકવાળાં પત્રોમાં પત્ર ૧-૧૫માં કેદારકૃત વૃત્તરત્નાકર અને ફરીથી ૧, ૨ એવા અંકવાળા ૧-૨૮ પત્રોમાં જયકતિત છે દોડતુશાસન છે.
૩ જુઓ પૃ. ૩૪-૩૫. ૪ જુઓ પૃ ૩૩
For Private And Personal Use Only